Home /News /business /

Byju's : 1100 કર્મચારીઓની એકસાથે છટણી, કર્મચારીઓ પાસેથી ફોન પર માગ્યું રાજીનામું

Byju's : 1100 કર્મચારીઓની એકસાથે છટણી, કર્મચારીઓ પાસેથી ફોન પર માગ્યું રાજીનામું

1100 કર્મચારીઓની એકસાથે છટણી

જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા તેમણે જણાવ્યું કે, તેમને કંપની તરફથી સોમવારે કોલ કરવામાં આવ્યો હતો અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.

    એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂસ ગૃપ (Byju's Group) ના યુનિટ ટોપરે આ સપ્તાહમાં જ 1,100 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી દીધી છે. આ કંપનીની ટોટલ વર્કફોર્સ 36 ટકા છે. જે કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દેવામા આવ્યા છે, તે કર્મચારીઓએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કંપનીએ કોસ્ટ કટિંગ હેઠળ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ અંગે કંપની તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

    કંપની તરફથી એક મહિનાનો પગાર આપવામાં આવશે


    જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા તેમણે જણાવ્યું કે, તેમને કંપની તરફથી સોમવારે કોલ કરવામાં આવ્યો હતો અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. રાજીનામું આપવામાં નહીં આવે તો નોટિસ વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે, હું રસાયણ શાસ્ત્ર વિષય ભણાવું છે. મારી આખી ટીમની છટણી કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો તમારા શહેરમાં આજે કેટલી કિંમત

    15 કરોડ ડોલરમાં ટેકઓવર


    ટોપર કંપનીએ જણાવ્યું છે કે, જે કર્મચારીઓ રાજીનામું આપશે તેમને એક મહિનાનો પગાર આપવામાં આવશે. જે કર્મચારી રાજીનામું નહીં આપે તેમને પગાર આપવામાં નહીં આવે. ટોપરના કો ફાઉન્ડર જીશાન હયાતને આ અંગે વ્હોટ્સએપ પર સવાલ કરવામાં આવ્યા અને જાણકારી માગવામાં આવી. તેમના તરફથી કોઈ પ્રકારનો જવાબ આપવામા આવ્યો નથી. બાયજૂસે જુલાઈ 2021માં ટોપરની 15 કરોડ ડોલરમાં ખરીદી કરી હતી.

    લીવ પોલિસીને લઈને ચર્ચાનું કેન્દ્ર બની


    અગાઉ પણ આ કંપની પોતાની લીવ પોલિસી (Leave Policy) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની હતી. કંપનીની નવી ચાઈલ્ડ કેયર લીવ અનુસાર જે બાળકોને 12 વર્ષ સુધીના બાળકો હોય તેઓ વર્ષમાં 7 રજાઓ લઈ શકે છે. કર્મચારીઓ તેમને ગમે તે રીતે આ રજાઓ લઈ શકે છે. આ પોલિસી હેઠળ કર્મચારીઓ અડધા દિવસની પણ રજા લઈ શકે છે. બેલેન્સ વર્ક કલ્ચર બનાવવાને લઈને બાયજૂએ તમામ મહિલા કર્મચારીઓને ‘પીરિયડ લીવ’ (Period Leaves) આપવાની જોગવાઈ કરી છે.

    આ પણ વાંચો -પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ રાહત યથાવત, જાણો તમારા શહેરમાં આજે શું ભાવ

    બાયજૂસે Toppr, WhiteHat Jr અને સેલ્સ તથા માર્કેટીંગ, ઓપરેશન્સ, કન્ટેન્ટ અને ડિઝાઈન ટીમમાંથી ફુલ ટાઈમ અને કોન્ટ્રાક્ટ ધરાવતા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. કંપનીના આ નિર્ણયથી કન્ટેન્ટ અને ડિઝાઈન ટીમ પર સૌથી વધુ અસર પડી છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन