4 વર્ષ પહેલા મિત્રની સલાહ માની, આજે અબજોપતિઓમાં છે નામ!

News18 Gujarati
Updated: October 12, 2019, 10:13 AM IST
4 વર્ષ પહેલા મિત્રની સલાહ માની, આજે અબજોપતિઓમાં છે નામ!
ફોર્બ્સ સામાયિક મુજબ 100 રિચેસ્ટ ઇન્ડિયન 2019 ના લિસ્ટમાં છે આ વ્યક્તિનું નામ

ફોર્બ્સ સામાયિક મુજબ 100 રિચેસ્ટ ઇન્ડિયન 2019 ના લિસ્ટમાં છે આ વ્યક્તિનું નામ

  • Share this:
હાલ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કંઇ ખાસ નથી. પણ તેમ છતાં દેશમાં અરબોપતિની કોઇ કમી પણ નથી. ત્યારે ફોર્બ્સ સામાયિક મુજબ 100 રિચેસ્ટ ઇન્ડિયન્સ 2019 (Forbes Richest Indians 2019) લિસ્ટ જાહેર કર્યું છે. ફોર્બ્સ 2019ના લિસ્ટમાં 6 નવા નામ સામેલ થયા છે. જેમાંથી એક નામ છે બાઇજૂસ- ધ લર્નિંગ (byjus) એપ ના 38 વર્ષીય સંસ્થાપક બાયજૂ રવિંદ્રનનું. આજે અમે તેમની સફળતાની કહાની કહીશું.

સેલ્ફ લર્નિંગના વિચારને આગળ વધારવા માટે આ એપની શરૂઆત કરનાર રવિંદ્રનનું શરૂઆતી ભણતર કેરળ રાજ્યના કન્નૂરના અજિકોડેમાં મલાયાલમ મીડિયમ સ્કૂલથી થયું. ગણિત અને વિજ્ઞાન તેમના ફેવરેટ સબજેક્ટ રહ્યા હતા. એક શિક્ષકના પુત્ર હોવા છતાં તેમણે કદી શિક્ષક બનવાનું સપનું નહતું જોયું. પણ હાલ શિક્ષણના કારણે જ તે લાખો કમાય છે. વધુમાં નાનપણથી જ સ્પોર્ટ્સ તેમનો ગમતું કામ હતું. કેટલાક વર્ષો સુધી શિપિંગ ફર્મમાં સર્વિસ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી રજાના સમયમાં પોતાના કેટલાક મિત્રોને કોમન એન્ટ્રેસ ટેસ્ટની તૈયારી તેમણે કરાવી હતી.

કેટલાક દિવસ પછી તેમના કેટલાક મિત્રો પણ તેમની પાસે CATના ક્લાસ લેવાનો અનુરોધ કર્યો. અને તે પછી તેમના ક્લાસ એટલા પ્રસિદ્ધ થયા કે તેમણે પોતાની નોકરી છોડી બીજા શહેરામાં પણ આ પ્રકારના ક્લાસ લેવાનું શરૂઆત કરી. એક નાના રૂમમાં ચાલુ કરેલા ક્લાસ આજે હોલ પછી ઓડિટોરિયમ અને પછી સ્ટેડિયમમાં પરિવર્તિત થયો છે. એક વાર તો સ્ટેડિયમમાં 25000 વિદ્યાર્થીઓએ એક સાથે ક્લાસ અટેન્ડ કર્યો છે.

લૉન્ચ પછી ચાર વર્ષ સુધી બાઇજૂસે સતત રોકાણકારોના ભરોસો જીત્યો છે. વર્ષ 2018માં બાઇજૂસ એપમાં દિગ્ગજ નિવેશ કંપની ટેન્સેંટ અને BCCLએ રોકાણ કર્યું. સાથે જ 2018માં બાઇજૂસ દેશની 11મી યુનિકોર્ન કંપની બની ગઇ. જેનું વૈલ્યુએશન 1 અરબ ડૉલરથી પણ વધુ હતું. આ ફંડિગ પછી બાઇજૂસે અનેક નાની કંપનીઓનું સંપાદન પણ કર્યું. બાયજૂ રવિંદ્રને જુલાઇ 2018માં બેંગલુરુની એક મેથ લર્નિંગ સ્ટાર્ટઅપનું સંપાદન કર્યું. આ સિવાય આ સ્ટાર્ટઅપે ય્ટૂટરવિસ્ટા, એડ્ડરાઇટ, વિદ્યાર્થા અમરીકી બેસ્ડ સ્ટાર્ટઅપ ઓસ્મોનું સંપાદન કર્યું.

રવિંદ્રન બાયજૂ


સ્કૂલી બાળકો માટે વર્ષ 2015માં બાઇજૂસ લર્નિંગ એપ લોન્ચ કર્યો. આ લર્નિંગ એપમાં CAT, સિવિલ સર્વિસની પરીક્ષા, JEE, NEET ને લઇને બીજા ટેસ્ટ વિષે પણ ભણાવવામાં આવતું હતું. પોતાના આ નવા એપમાં રોકાણકારોએ હાથો હાથ રોકાણ કર્યું. વેંચર કેપિટલ ફંડ સિકોયા કેપિટલ અને બેલ્જિયમની રોકાણ કંપનીએ 75 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું. જે ભારતના કોઇ પણ એજ્યુકેશન સ્ટાર્ટઅપ માટે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હતું. અન્ય કંપનીઓએ પણ બાઇજૂસમાં ભારે રોકાણ કર્યું. વધુમાં બાઇજૂસે અત્યાર સુધીમાં ન્યૂયોર્કની જનરલ એટલાંટિક, ચીનની ટેન્સેંટ, સિકોયા કૈપિટલ, માર્ક એન્ડ ચેન જુકરબર્ગ ફિલેન્થ્રોપિક ઇનિશિએટિવમાં પણ રોકાણ કર્યું છે. લૉન્સ થયા પછી બાઇજૂસે ફડિંગ દ્વારા 969.8 મિલિયન જોડ્યા છે.બાઇજૂસ ધ લર્નિંગ એપ દેશના તે કેટલાક સ્ટાર્ટઅપમાંથી એક છે જે સતત ત્રણ વર્ષ સુધી 100 ટકા ગ્રોથ આપી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2019માં આ કંપનીનો ગ્રોથ વધીને 200 ટકા થયો હતો. આ વર્ષની શરૂઆતમાં બાઇજૂસ જાહેર કર્યું કે નાણાંકીય વર્ષ 2019માં કંપનીની રેવન્યૂ 1430 કરોડ રૂપિયા રહ્યું છે. બાઇજૂસની જબરદસ્ત રેવન્યૂના લઇને આ એપ દેશભરના વિદ્યાર્થીઓની પહેલી પસંદ પણ બની ગયું છે. આ એપના પેડ સબ્સક્રાઇબર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

રવિંદ્રન બાયજૂ


બાઇજૂસ આટલું પોપ્યૂલર થયું છે તે પાછળ તેનો લર્નિંગ એપ્રોચ પણ મહત્વનો રોલ ભજવે છે. આ એપ વીડિયો, ગેમિફિકેશન અને એનિમેશનનો ઉપયોગ કરીને ભણાવે છે. જેનાથી તે વિદ્યાર્થીને ખૂબ જ પસંદ આવે છે. જો કે બાઇજૂસ ટીમે આ માટે સતત ચાર વર્ષ સુધી ભારે જહેમત પણ કરી છે. હાલ વિદ્યાર્થીઓ આ એપ પર લોગ ઇન કરીને એક કલાક કરતા વધુ સમય પસાર કરી રહ્યા છે. બાઇજૂસ પર કુલ 3.5 કરોડ ફ્રી યુઝર્સ છે, ત્યાં જ 2.5 કરોડ પેડ યુઝર્સ છે. આ એપ પર રિન્યૂઅલ રેટ પણ 85 ટકા છે. જે દર્શાવે છે વિદ્યાર્થીઓ તેના સબ્સક્રિપ્શનને વારંવાર રિન્યૂ પણ કરે છે. આ એપ હાલ વધુ ભાષાઓને પોતાની સાથે જોડી રહ્યો છે.

 
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर