Home /News /business /Investment Plan: 50 રૂપિયા તમને બનાવી શકે કરોડપતિ, પણ અહીં કરવું પડશે રોકાણ
Investment Plan: 50 રૂપિયા તમને બનાવી શકે કરોડપતિ, પણ અહીં કરવું પડશે રોકાણ
રોજ માત્ર 50 રૂપિયા બચાવો
દરેક વ્યક્તિનું કરોડપતિ બનવાનું સપનું હોય છે. જો તમે તમારા ભવિષ્યની તૈયારી કરી રહ્યા હોવ તો ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પડશે. 60 વર્ષની ઉંમર પછી જ્યારે નોકરીમાંથી રિટાયર થઈ જશો, ત્યારપછી જમા કરવામાં આવેલા રૂપિયાથી જીવન ચાલશે.
નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું કરોડપતિ બનવાનું સપનું હોય છે. જો તમે તમારા ભવિષ્યની તૈયારી કરી રહ્યા હોવ તો ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પડશે. 60 વર્ષની ઉંમર પછી જ્યારે નોકરીમાંથી રિટાયર થઈ જશો, ત્યારપછી જમા કરવામાં આવેલા રૂપિયાથી જીવન ચાલશે, એવામાં જરૂરી છે કે, જલ્દીથી રોકાણની શરૂઆત કરીએ. જેટલું જલ્દીથી રોકાણ કરશો, તેટલો જ વધારે ફાયદો થશે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, જો તમારે 1 કરોડ રૂપિયાનુ ફંડ જોઈએ છીએ તો દર મહિને કેટલી બચત કરવી પડશે.
5 વર્ષમાં 1 કરોડ રૂપિયા મેળવવા માટે
શેરખાનની રિપોર્ટ પ્રમાણે, જો તમે આગામી 5 વર્ષોમાં 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવા માંગો છો અને જ્યાં રોકાણ પર તમને 8 ટકાનું સરેરાશ વળતર મળે છે, તો દર મહિને 135196 રૂપિયા જમા કરવા પડશે. જો તમારા રોકાણ પર વળતર 10 ટકા છે તો દર મહિને 128070 રૂપિયા જમા કરવા પડશે. જો સરેરાશ 15 ટકાનું વળતર મળે છે તો, 111506 રૂપિયા અને 25 ટકા મળે છે તો દર મહિને 83442 રૂપિયા જમા કરવા પડશે.
જો તમે 10 વર્ષમાં 1 કરોડનું ફંડ તૈયાર કરવા માંગો છો અને તમારા રોકાણ પર સરેરાશ 8 ટકા વળતર મળે છે, તો દર મહિને 54299 રૂપિયા જમા કરવા પડશે. આ જ રીતે 10 ટકાના સરેરાશ વળતર પર દર મહિને 48414 રૂપિયા, 15 ટકા વળતર મળવા પર દર મહિને 35887 રૂપિયા અને 25 ટકા વળતર મળવા પર 18769 રૂપિયાનું એસઆઈપી કરવી પડશે.
જો તમે 15 વર્ષમાં 1 કરોડનું ફંડ તૈયાર કરવા માંગો છો અને તમારા રોકાણ પર સરેરાશ 8 ટકા વળતર મળે છે, તો દર મહિને 28708 રૂપિયા જમા કરવા પડશે. આ જ રીતે 10 ટકાના સરેરાશ વળતર પર દર મહિને 23928 રૂપિયા, 15 ટકા વળતર મળવા પર દર મહિને 14775 રૂપિયા અને 25 ટકા વળતર મળવા પર 5114 રૂપિયાની એસઆઈપી કરવી પડશે.
20 વર્ષમાં 1 કરોડ રૂપિયા મેળવવા માટે
જો તમે 20 વર્ષમાં 1 કરોડનું ફંડ તૈયાર કરવા માંગો છો અને તમારા રોકાણ પર સરેરાશ 8 ટકા વળતર મળે છે, તો દર મહિને 16865 રૂપિયા જમા કરવા પડશે. આ જ રીતે 10 ટકાના સરેરાશ વળતર પર દર મહિને 16865 રૂપિયા, 15 ટકા વળતર મળવા પર દર મહિને 6597 રૂપિયા અને 25 ટકા વળતર મળવા પર 1458 રૂપિયાની એસઆઈપી કરવી પડશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર