Home /News /business /Sukanya Samriddhi Yojana: દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે SSV યોજના હેઠળ ખોલાવો ખાતું, દરરોજ 100 રૂપિયા જમા કરાવી મેળવો 15 લાખનુ ફંડ

Sukanya Samriddhi Yojana: દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે SSV યોજના હેઠળ ખોલાવો ખાતું, દરરોજ 100 રૂપિયા જમા કરાવી મેળવો 15 લાખનુ ફંડ

આ યોજના હેઠળ દરરોજ જમા કરાવો 100 રૂપિયા અને મેળવો 1500 રૂપિયા ફંડ

Sukanya Samriddhi Yojana: આ પુત્રીઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારી યોજના છે. આ યોજનામાં પૈસા જમા કરવવા માટે 7.6 ટકા સુધી રિટર્ન મળી શકે છે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ એક ઉપયોગી યોજના છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર લોકો માટે ઘણી નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. થોડા પૈસાનું રોકાણ કરી ભવિષ્ય માટે સારું ફંડ બનાવવા માંગતા લોકો માટે આ યોજનાઓ ખૂબ જ ઉપયોગી છે. ત્યારે દીકરીના લગ્ન કે હાઈ એજ્યુકેશન માટે રોકાણ કરવા માંગતા લોકો માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana – SSY)માં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એકાઉન્ટ ખોલાવવા માટે પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય


આ યોજનામાં માત્ર 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. આમાં અન્ય યોજનાઓની સરખામણીએ વ્યાજ પણ સારું મળે છે. આ સાથે કરમુક્તિમાં પણ લાભ મળે છે. આ યોજનાનો લાભ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવીને લઈ શકો છો.

આ સ્કીમમાં માત્ર 15 વર્ષ માટે જ પૈસા જમા કરાવવાના રહે છે અને મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષનો છે. સરકાર સુકન્યા સ્મૃતિ યોજનામાં વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

અહીં નોંધનીય છે કે, એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે, જ્યારે એક વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના હોય છે. નાણાકીય વર્ષમાં લઘુતમ રકમ જમા કરવામાં ન આવે તો 50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

10 વર્ષથી ઓછી ઉંમરની પુત્રીના નામ પર SSY એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ દીકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાશે. જો બે દીકરીઓ હશે તો બંનેના નામ પર અલગ અલગ એકાઉન્ટ ખોલવા પડશે.

આ પણ વાંચોઃ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો અને નિયમો, ખાતુ ખોલાવતા પહેલા મેળવી લો સંપૂર્ણ માહિતી 

15 લાખનો લાભ કેવી રીતે મળશે?


ઉદાહરણ તરીકે, આ યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા જમા કરાવવામાં આવે તો વાર્ષિક 36000 રૂપિયા જમા થાય અને 14 વર્ષ બાદ 7.6 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ 9,11,574 રૂપિયા થાય. આ સ્થિતિમાં પુત્રી 21 વર્ષની થાય, ત્યારે મેચ્યોરિટીમાં રકમ 15, 22, 221 રૂપિયાની આસપાસ હશે. આ સાથે જ જો તમે રોજ 416 રૂપિયાની બચત કરશો તો મેચ્યોરિટી પર 65 લાખ રૂપિયાનું ફંડ મળી શકે છે.

ક્યારે ઉપાડી શકાય પૈસા?


પુત્રી 21 વર્ષની થાય ત્યારે આ યોજના મેચ્યોર ગણાય છે. આ યોજના હેઠળ જમા થયેલા પૈસા પુત્રી 18 વર્ષની થાય ત્યારે જ ઉપાડી શકાય છે. 18 વર્ષ પછી પણ આ યોજનામાંથી કુલ રકમમાંથી માત્ર 50 ટકા રકમ જ ઉપાડી શકાય છે. બીજી તરફ પુત્રી 21 વર્ષની થાય ત્યારે બધા પૈસા ઉપાડી શકાશે. આ રકમ લમ્પ સમમાં અથવા હપ્તામાં લઈ શકાય છે.

આ પણ વાંચોઃ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, પછી નહીં મળે તક અને પડી શકે છે મુશ્કેલી

વર્ષમાં એક જ વાર પૈસા મળશે


તમે વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હપ્તે-હપ્તે પૈસા લઈ શકો છો. આ યોજના હેઠળ પાકતી મુદત પહેલા પૈસા ઉપાડી શકાશે. પરંતુ તે માટે 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવા જરૂરી છે. આ શરત પાળવાથી જ સુવિધા મળશે. પૈસા ઉપાડવા માટે પુત્રીનું આઈડી રિક્વેસ્ટ ફોર્મ સાથે જોડવું જરૂરી છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Government scheme, Investments, Sukanya samriddhi yojana

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन