Home /News /business /હોમ લોનની EMIથી પરેશાન છો તો અપનાવો આ ટિપ્સ, રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

હોમ લોનની EMIથી પરેશાન છો તો અપનાવો આ ટિપ્સ, રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

Home Loan Tips

હોમ લોન લેતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જે બેંક સૌથી ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની પાસેથી લોન લો. તેનાથી તમને ઘણો ફાયદો થશે અને ઈએમઆઈનો ભાર પણ હળવો થશે.

નવી દિલ્હીઃ મોટાભાગના લોકો પોતાનું ઘર (Buying House) બનાવવા અથવા ખરીદવા માટે હોમ લોન (Home Loan) લે છે. તેનાથી ઘણા પૈસા મળે છે, પરંતુ તેને ઈએમઆઈ (Home Loan EMI) તરીકે દર મહિને મોટી રકમ પણ ચૂકવવી પડે છે. આ સાથે જ વધતા વ્યાજ દરોએ હોમ લોનને વધુ મુશ્કેલ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ વિચારે છે કે તેણે હોમ લોનના ઇએમઆઈથી શક્ય તેટલી વહેલી તકે છૂટકારો મળી જાય. જો તમે પણ હોમ લોન લીધી છે અને તેના ઈએમઆઈથી પરેશાન છો તો અમે તમને તેને ઝડપથી પૂર્ણ કરવાની કેટલીક રીતો (How to do Early Payment of EMI) જણાવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કેટલીક એવી રીતો છે જેની મદદથી તમે હોમ લોનને ઝડપથી ચૂકવી શકો છો. ચાલો જાણીએ કે શું છે આ રીતો.

ઓછા વ્યાજ દર ધરાવતી બેંકમાંથી લો લોન


હોમ લોન લેતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જે બેંક સૌથી ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની પાસેથી લોન લો. તેનાથી તમને ઘણો ફાયદો થશે અને ઈએમઆઈનો ભાર પણ હળવો થશે. પછી લોન ચૂકવતી વખતે હોમ લોનની ચુકવણીનો સમયગાળો ઘટાડવા માટે તમે ઈએમઆઈની રકમમાં થોડો વધારો કરી શકો છો. હોમ લોનની ચુકવણીમાં તમને દર વર્ષે ઈએમઆઈમાં 10 ટકા સુધીનો વધારો કરવાનો વિકલ્પ પણ મળે છે.

 આ પણ વાંચોઃ PAN-Aadhaar Link ન કર્યું તો શું થશે? આમંત્રણ વગર જ તમારા દરવાજે આવી જશે આ મુસીબતો

પાર્ટ રી-પેમેન્ટનો ઓપ્શન પસંદ કરો


હોમ લોનની ચુકવણી ઝડપથી કરવા માટે તમે વર્ષમાં એકવાર પાર્ટ રી-પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેના દ્વારા લોનનો એક ભાગ ચૂકવી શકાય છે. આ રીતે જો તમે લોનની કુલ રકમના 20-25 ટકા રકમ ચૂકવો છો તો તેનાથી તમારી હોમ લોનની મૂળ રકમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આનો ફાયદો એ થશે કે તમારી ઈએમઆઈની રકમ અથવા લોનની ચુકવણીનો સમયગાળો ઓછો થઈ જશે.

આ પણ વાંચોઃ ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ


લોનનો સમયગાળો ઓછો રાખો


જ્યારે પણ તમે હોમ લોન લો છો, ત્યારે તેની ચુકવણી માટે શક્ય તેટલો ટૂંકા સમયગાળાનો વિકલ્પ પસંદ કરો. આનાથી વધારે ઈએમઆઈ આવશે, પરંતુ લોન પર વ્યાજનો બોજ ઓછો કરવામાં તમને મદદ મળશે અને તમે ઝડપથી લોન ચૂકવી શકશો. આ ઉપરાંત તમને હોમ લોન પર વ્યાજ અને મુદ્દલ ચૂકવણી માટે ટેક્સ બેનિફિટ પણ મળે છે. જે તમને પૈસા બચાવવામાં મદદ કરી શકે છે.
First published:

Tags: Business news, Home loan EMI, Loan