Buzzing Stocks: આજે Wipro, GAIL India, Adani Enterprises સહિતના આ શેર ચર્ચામાં, જાણો વિગત
Buzzing Stocks: આજે Wipro, GAIL India, Adani Enterprises સહિતના આ શેર ચર્ચામાં, જાણો વિગત
બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)
Buzzing Stocks Today: Wipro ના બોર્ડ વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી. નાણાકીય વર્ષ 2021-22 માટે બે રૂપિયાની મૂલ્યાના પ્રત્યેક શેર માટે પાંચ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે..
નવી દિલ્હી: શેર બજારમાં નોંધાયેલી કંપનીઓ અથવા સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોની અસર શેરની કિંમત પર પડે છે. અમુક કંપનીઓ માર્કેટ બંધ (Indian stock market) થયા બાદ પોતાના નિર્ણયો જાહેર કરે છે. અમુક કંપનીઓ બજાર ચાલુ હોય ત્યારે જ પોતાના નિર્ણયો (Company results) જાહેર કરે છે. આથી તેની અસર શેરની કિંમત પર પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે Buzzing Stocksની માહિતી આપી રહ્યા છીએ. આ એવા શેર્સ છે જે આજ કે પછી આગામી એક બે દિવસમાં ચર્ચામાં રહેતા હોય છે.
Wipro : બોર્ડ વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી. નાણાકીય વર્ષ 2021-22 માટે બે રૂપિયાની મૂલ્યાના પ્રત્યેક શેર માટે પાંચ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
Adani Enterprises : સહાયક કંપનીઓએ ઓડિશા, મધ્ય પ્રદેશમાં કોલસા બ્લૉક્સ માટે બીડ જીતી. સહાયક કંપનીઓ મહાનદી ણાઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ, એમપી નેચરલ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડને ભારત સરકાર તરફથી ક્રમશ: ઓડિશા અને મધ્ય પ્રદેશમાં સફળ બીડર્સ તરીકે જાહેર કરવામાં આવી છે.
Zomato : મુકુન્દ ફૂડ્સમાં રોકાણ પૂર્ણ કર્યું.
Bharti Airtel : કંપનીએ ઇન્ડસ ટાવર્સમાં 4.7 ટકા ભાગીદારી ખરીદી. ટેલીકોમ ઓપરેટરે વોડાફોન ગ્રુપ પીએલસી સંબંધિત યૂરો પેસિફિક સિક્યોરિટીઝમાં ઇન્ડસ ટાવર્સમાં લગભગ 4.7 ટકા ભાગીદારી 187.88 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ખરીદી. ડીલની કુલ કિંમત 2,388.06 કરોડ રૂપિયા છે.
Indiabulls Housing Finance : બોર્ડે NCDsના ઇશ્યૂને મંજૂરી આપી. બોર્ડે 1000 કરોડ રૂપિયાના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર પબ્લિક ઇશ્યૂને મંજૂરી આપી છે, જે 1400 કરોડ રૂપિયાને શેલ્ફ લિમિટની અંદર છે.
Gujarat Ambuja Exports : કંપનીના સીએફઓએ રાજુનામું આપ્યું. મેહુલ શાહે રાજીનામું આપી દીધું છે. કંપનીએ ગિરિધર નાગરાજને નવા સીએફઓ તરીકે બેસાડ્યા છે.