Home /News /business /Buzzing Stocks: આજે HDFC, RIL, BEL સહિત આ સ્ટૉક્સમાં થઈ શકે છે મોટી કમાણી

Buzzing Stocks: આજે HDFC, RIL, BEL સહિત આ સ્ટૉક્સમાં થઈ શકે છે મોટી કમાણી

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

TVS Motos: કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોર્ડે માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે 3.75 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: શેર બજારમાં નોંધાયેલી કંપનીઓ અથવા સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોની અસર શેરની કિંમત પર પડે છે. અમુક કંપનીઓ માર્કેટ બંધ (Indian stock market) થયા બાદ પોતાના નિર્ણયો જાહેર કરે છે. અમુક કંપનીઓ બજાર ચાલુ હોય ત્યારે જ પોતાના નિર્ણયો (Company results) જાહેર કરે છે. આથી તેની અસર શેરની કિંમત પર પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે Buzzing Stocksની માહિતી આપી રહ્યા છીએ. આ એવા શેર્સ છે જે આજ કે પછી આગામી એક બે દિવસમાં ચર્ચામાં રહેતા હોય છે.

1) એચડીએફસી બેંક (HDFC)


કંપનીની પેટા કંપની એચડીએફસી કેપિટલ એડ્વાઇઝર્સ લિમિડેટ તરફથી લૉયલી આઈટી સૉલ્યૂશન્સ (Loyalie IT-Solutions) ના 3,90,666 ઇક્વિટી શેર ખરીદવા માટે કરાર કરવામાં આવ્યો છે.

2) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)


રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિડેટ (Reliance Retail Ventures Limited (RRVL) તરફથી રવિવારે 950 કરોડ રૂપિયાના રોકાણ સાથે બ્રિજ ટૂ પ્રીમિયમ ઇન્ટિમેટ વિયર કેટેગરીમાં ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની ક્લોવિયા (Clovia)માં 89 ટકા ઇક્વિટી ભાગીદારી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RRVL, ક્લોવિયા બિઝનેસની માલિકી અને સંચાલન કરતી કંપની પર્પલ પાન્ડા ફેશન્સ (Purple Panda Fashions)માં ભાગીદારી ખરીદશે. આ લેવડ-દેવડ સેકન્ડરી સ્ટેક પર્ચેસ અને પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.

3) ટીવીએસ મોટર (TVS Motor Company)


કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોર્ડે માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે 3.75 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે.

4) એનબીસીસી (NBCC (India))


કંપનીને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 500 કરોડ રૂપિયા છે.

5) ગુજરાત ફ્લોરોકેમિકલ્સ (Gujarat Fluorochemicals)


બોર્ડ વચગાળાના ડિવિડન્ડ પર ચર્ચા કરશે. નાણાકીય વર્ષ 2021-22 માટે વચગાળાના ડિવિડન્ડના જાહેરાત પ્રસ્તાવ પર બોર્ડની બેઠક 23મી માર્ચના રોજ મળશે.

6) ઉષા માર્ટિન (Usha Martin)


પ્રમોટરે કંપનીમાં ભાગીદારી વેચી. પ્રમોટર કંપની પીટરહાઉસ ઇન્વેસ્ટમેન્ટ (Peterhouse Investments) તરફથી 17 માર્ચના રોજ ખુલેલા બજારમાં લેવડદેવડ દ્વારા કંપનીમાં 2.5 લાખ ઇક્વિટી શેર વેચ્યા છે. આ સાથે જ કંપનીએ પોતાની ભાગીદારી 2.35 ટકાથી ઘટાડીને 2.27 ટકા કરી છે.

આ પણ વાંચો: NPS એકાઉન્ટમાં ફંડ મેનેજર અને રોકાણની પેટર્ન કેવી રીતે બદલી શકાય?

7) ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)


બોર્ડે બીજી વખત વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. બોર્ડે નાણાકીય વર્ષ 2021-22 માટે 1.50 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે.

8) સ્ટ્રાઇડ ફાર્મા સાયન્સ (Strides Pharma Science)


Akston Biosciences અને Biolexis તરફથી એક કરાર કરવામાં આવ્યો છે.

9) નવીન ફ્લોરાઇન ઇન્ટરનેશનલ (Navin Fluorine International)


પ્રમોટરે શેર વેચ્યા. પ્રમોટર વિશાલ પી મફતલાલે (Vishad P Mafatlal) ચેરિટી અને વ્યક્તિગત કારણે 2.4 લાખ શેર વેચી દીધા છે.

10) ગુજરાત સ્ટેટ પેટ્રોલનેટ (Gujarat State Petronet)


Mirae Asset Investment Managers (India) તરફથી કંપનીમાં વધારાની ભાગીદારી ખરીદવામાં આવી છે. કંપની તરફથી 16 માર્ચના રોજ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે 7.2 લાખ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે. આ સાથે જ કંપનીની ભાગીદારી 6.9 ટકાથી વધીને 7.08 ટકા થઈ છે.

આ પણ વાંચો: 4,809 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

11) કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ (KEI Industries)


Smallcap World Fund, Inc તરફથી કંપનીમાં વધારાની ભાગીદારી ખરીદવામાં આવી છે. કંપનીએ 16 માર્ચના રોજ ઓપન માર્કેટમાંથી 6.4 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા હતા. આ સાથે જ કંપનીની ભાગીદારી 4.31 ટકાથી વધીને 5.02 ટકા થઈ છે.
First published:

Tags: Hdfc, Investment, Share market, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો