Home /News /business /

Stocks in News Today (29 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદારી કમાણી

Stocks in News Today (29 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદારી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. 

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) CHENNAI PETROLEUM CORPORATION <GREEN> : Dolly Khanna એ 263.15 રૂપિયા/શેરના ભાવે 10 લાખ શેર્સ ખરીદ્યા.

    2) MRPL <GREEN> : શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.

    3) TATA POWER <GREEN> : Tata Power કંપનીએ NAREDCO સાથે MoU કર્યાં. મહારાષ્ટ્રમાં 5,000 EV ચાર્જિંગ પોઇન્ટ્સ લગાવવા માટે કરાર કર્યો.

    4) TATA MOTORS <GREEN> : કંપની આજે નવી સાત સીટર ઇલેક્ટ્રિક SUV લોંચ કરશે.

    5) VEDANTA <GREEN> : ચોથા ક્વાર્ટરમાં આવક 27,874 કરોડ રૂપિયાથી વધીને 39,342 કરોડ રૂપિયા રહી. નફો 7,261 કરોડ રૂપિયા રહ્યો.

    6) SBI LIFE <GREEN> : ચોથા ક્વાર્ટરમાં નફો 532 કરોડ રૂપિયાથી વધીને 672 કરોડ રૂપિયા રહ્યો. કુલ APE 4% વધીને 4,130 કરોડ રૂપિયા થઈ.

    7) BIOCON <GREEN> : ચોથા ક્વાર્ટરમાં નફો 283.9 કરોડ રૂપિયા, આવક 1,842 કરોડ રૂપિયાથી વધીને 2,409 કરોડ રૂપિયા થઈ.

    8) HUHTAMAKI INDIA <GREEN> : બોર્ડે મહારાષ્ટ્રના અંબરનાથમાં લીઝ હોલ્ડ જમીન, બિલ્ડિંગના મોનિટાઇઝની મંજૂરી આપી.

    9) ADF FOODS <GREEN> : બોર્ડની બેઠક મળશે.

    10) SHRIRAM TRANSPORT FINANCE <GREEN> : ચોથા ક્વાર્ટરમાં નફો 755 કરોડ રૂપિયાથી વધીને 1,086 કરોડ રૂપિયા થયો. NII વધીને 2,677 કરોડ રૂપિયા થઈ.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) AMBUJA CEMENT (GREEN) : Q1CY22 દરમિયાન નફો 495 કરોડરૂપિયા રહ્યો. આવક 3,925 કરોડ અને EBITDA માર્જિન 20.12% રહ્યો.

    2) COLGATE (GREEN) : કંપની 21 રૂપિયા/શેરના ભાવથી વચગાળાનું ડિવિડન્ડ આપશે. રેકોર્ડ ડેટ 25 મે નક્કી કરવામાં આવી.

    3) STERLITE TECH (RED) : ચોથા ક્વાર્ટરમાં 124 કરોડ રૂપિયાના નફાની સામે 22 કરોડ રૂપિયાનું નુકસાન. આવક 1,582 કરોડ રૂપિયા થઈ.

    4) BANK OF MAHARASHTRA (GREEN) : ચોથા ક્વાર્ટરમાં નફો 165 કરોડ રૂપિયાથી વધીને 355 કરોડ રૂપિયા થયો. NII 1,383 કરોડ રૂપિયાથી વધીને 1,612 કરોડ રૂપિયા થયો. ગ્રોસ NPA 4.73%થી ઘટીને 3.94% થયો. જ્યારે નેટ NPA 1.24%થી ઘટીને र 0.97% થયો.

    આ પણ વાંચો: કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ અધધ 52 ગણો ભરાયો

    5) PNB HOUSING (RED) : ચોથા ક્વાર્ટરમાં નફો 130 કરોડ રૂપિયાથી વધીને 170 કરોડ રૂપિયા થયો. આવક 1,810 કરોડ રૂપિયાથી ઘટીને 1,410 કરોજ રૂપિયા થઈ.

    6) PERSISTENT SYSTEMS (GREEN) : નોમૂરાએ ખરીદીની સલાહ આપી. ટાર્ગટે 5,500 રૂપિયા/શેર.

    7) AXIS BANK (GREEN) : MS તરફથી ઓવરવેટ કૉલ, ટાર્ગેટ 910 રૂપિયા/ શેર.

    8) IIFL FINANCE (GREEN) : ચોથા ક્વાર્ટરમાં નફો  248 કરોડ રૂપિયાથીવધીને 321 કરોડ રૂપિયા થયો. આવક વધીને 1,641 કરોડ રૂપિયા થઈ.

    આ પણ વાંચો: શેર બજારમાં રોકાણ કઈ રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

    9) INDUSIND BANK (GREEN) : કંપનીના ચોથા ક્વાર્ટરનું પરિણામ આજે જાહેર થશે. શેરમાં તેજીની આશા.

    10) ULTRATECH CEMENT (GREEN) : કંપનીના ચોથા ક્વાર્ટરનું પરિણામ આજે જાહેર થશે. શેરમાં તેજીની આશા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર