Home /News /business /

Stocks in News Today (09 મે, 2022): આજે LUPIN, IOC સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો દમદાર કમાણી

Stocks in News Today (09 મે, 2022): આજે LUPIN, IOC સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો દમદાર કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. 

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) LUPIN <GREEN> : Pregabalin કેપ્સૂલ માટે USFDA તરફથી મંજૂરી મળી. Iloperidone ટેબલેટ માટે USFDAની મંજૂરી મળી.

    2) INDOSTAR CAPITAL <RED> : કૉમર્શિયલ વાહનોના લોન પોર્ટફોલિયોમાં ગરબડ સામે આવી.

    3) M&M <RED> : કંપનીની ઓટો બિઝનેસને ત્રણ યૂનિટમાં વહેંચવાની કોઈ યોજના નથી.

    4) GO FASHION <GREEN> : Q4 દરમિયાન આવક 29%, નફો 73%, EBITDA 53%, માર્જિન 32% વધ્યો.

    5) GRINDWELL NORTON <GREEN> : Q4 દરમિયાન આવક 9% વધીને 568 કરોડ રૂપિયા, નફો 7% વધીને 89 કરોડ રૂપિયા થયો.

    6) BHARAT SEATS <GREEN> : Q4 દરમિયાન આવક વધીને 262 કરોડ રૂપિયા, નફો વધીને 7 કરોડ રૂપિયા થયો.

    7) GOCL CORPORATION <GREEN> : Singareni Collieries તરફથી 415 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    8) SIYARAM SILK MILLS <GREEN> : Q4 દરમિયાન આવક 24% વધીને 628 કરોડ રૂપિયા થઈ, નફો 40% વધીને 83 કરોડ રૂપિયા થયો. કંપનીએ 3.20 રૂપિયા/શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી.

    9) SESHASAYEE PAPER & BOARDS <GREEN> : Q4 દરમિયાન આવક 44% વધીને 471 કરોડ રૂપિયા, માર્જિન વધીને 17% થયો.

    10) HAL <RED> : સુખોઈ 30 MKI લડાકૂ વિમાનોને અપગ્રેડ કરવાની યોજના ટળી.

    આ પણ વાંચો: LICનો આઈપીઓ ભરવાનો અંતિમ દિવસ, જાણો ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યું કે ઘટ્યું?

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) SCI (Green) : Q4 દરમિયાન આવક 50% વધીને 1,315 કરોડ રૂપિયા, નફો 77% વધીને 152 કરોડ રૂપિયા થયો.

    2) GE SHIP (Green) : Q4 દરમિયાન આવક 24% વધીને 916 કરોડ રૂપિયા, નફો 286% વધીને 189 કરોડ રૂપિયા થયો.

    3) BAJAJ CONSUMER (Red) : Q4 દરમિયાન આવક 12% ઘટીને 218 કરોડ રૂપિયા, નફો 35% ઘટીને 36 કરોડ રૂપિયા થયો.

    4) INFOSYS (Red) : કંપનીનો ADR 2%થી વધારે ઘટ્યો. શેરમાં વેચવાલીની સંભાવના.

    5) WIPRO (Red) : કંપનીનો ADR 1.5%થી વધારે ઘટ્યો. શેરમાં વેચવાલીની સંભાવના.

    આ પણ વાંચો: શું તમે પણ મિલકત ખરીદવા જઈ રહ્યા છો? જાણો કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે

    6) ICICI BANK (Red) : કંપનીનો ADR આશરે 2%થી વધારે ઘટ્યો. વેચવાલીની સંભાવના.

    7) NAVIN FLUORINE (Red) : Q4 દરમિયાન કન્સો. નફો વધીને 75.1 કરોડ રૂપિયા, આવક વધીને 400 કરોડ રૂપિયા થઈ.

    8) SJVN (Green) : 90 MW ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો. ખર્ચ 585 કરોડ રૂપિયા થઈ.

    9) TATA POWER (Red) : Q4 દરમિયાન કન્સો. નફો 503 કરોડ રૂપિયા, આવક 11,959 કરોડ રૂપિયા થઈ.

    10) IOC (Green) : એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી. દેશમાં અનેક સ્થળોએ સિલિન્ડરનો ભાવ વધીને 1,000 રૂપિયા થયો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર