Home /News /business /બજેટ 2023: હવે આ વીમા પોલિસી ખરીદી તો થશે મોટું નુકસાન, ભારત સરકારે આપ્યો તગડો ફટકો
બજેટ 2023: હવે આ વીમા પોલિસી ખરીદી તો થશે મોટું નુકસાન, ભારત સરકારે આપ્યો તગડો ફટકો
સરકારે બતાવી કડકાઈ
બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો કે, 1 એપ્રિલ 2023 કે ત્યારપછી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પર કુલ પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધારે હોવા પર કર મુક્તિનો લાભ મળશે નહિ.
નવી દિલ્હીઃ સરકારે યૂનિયન બજેટમાં કરમુક્તિની આશાએ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા લોકોને તગડો ઝાટકો આપ્યો છે. વાસ્તવમાં, સરકાર ગત કેટલાક સમયથી ન્યૂ ટેક્સ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં કપાત અને મુક્તિ અંગે કોઈ જોગવાઈ નથી. નાણામંત્રી નિર્મલા સિતારમણે આ બજેટમાં એક નવો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં એક મર્યાદાથી વધારે આવક પર કોઈ છૂટ નહિ મળે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી કે, કુલ 5 લાખ પ્રીમિયમવાળી પરંપરાગત વીમા પોલિસી પર થનારી આવક પર હવે કરમુક્તિ મળશે નહિ.
માત્ર આ પોલિસીને મળશે છૂટ
આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય ઊંચી વેલ્યૂવાળી વીમા પોલિસી પર થનારી આવક પર ઈનકમ ટેક્સ મુક્તિને મર્યાદિત કરવી છે. બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો કે, 1 એપ્રિલ 2023 કે ત્યારપછી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પર કુલ પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધારે હોવા પર કર મુક્તિનો લાભ મળશે નહિ.
નોંધનીય છે કે, 2.5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક પ્રીમિયમવાળા યૂલિપ્સ પર 2021ના બજેટથી આ મુક્તિ બંધ થઈ ગઈ છે.
ક્યાં સુધી મળશે લાભ
બજેટ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ જીવનવીમાધારકના મૃત્યુ પર પ્રાપ્ત થતી રકમ પર ઉપલબ્ધ કરમુક્તિને અસર કરશે નહિ. સાથે જ તેનાથી વીમા પોલિસીને અસર થશે નહિ, જે 31 માર્ચ 2023 પહેલા જારી થઈ છે.
ઈન્શ્યોરન્સ બ્રોકર સિક્યોર નાઉના કો-ફાઉન્ડર કપિલ મહેતાએ કહ્યું કે, ‘તેનાથી ભલે ઊંચી વેલ્યૂવાળા પરંપરાગત વીમા પ્રોડક્ટ ખરીદવા માટે રસ ઘટશે, પણ તેમનું જોર મુખ્ય રૂપથી ટર્મ પ્લાન અને માત્ર રિસ્ક કવરવાળી પોલિસી પર વધશે. જો કે, ચિંતાની વાત તે છે કે, તેનાથી સંપૂર્ણ રીતે રોકાણલક્ષી એકમ લિંક્ડ વીમા તરફ આગળ વધશે નહિ.
રિન્યૂબાઈના કો-ફાઉન્ડર બાલાચંદર શેખરે કહ્યું, ‘યૂનિયન બજેટ હંમેશાથી દેશની યોગ્યતા માટે નવું રિફોર્મ લાગૂ કરતુ રહ્યું છે. 5 લાખથી વધારે પ્રીમિયમવાળી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે ટેક્સ ફ્રી સ્ટેટસ ખત્મ થવાથી ઈન્શ્યોરન્સ કંપનીઓ અને ગ્રાહકોના વલણમાં બહુ ફરક પડશે નહિ. લોકો વીમાના મહત્વને સમજી ગયા છે. જો કે, કેટલાક ગ્રાહકોનું વલણ ટર્મ પ્લાન્સ, પૂરી રીતે રિસ્ક કવર અને રોકાણ કેન્દ્રિત યૂનિય લિંક્ડ ઈન્શ્યોરન્સ જેવી પ્રોડક્ટ પર વધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર