નવી દિલ્હીઃ ધનતેરસ અને દિવાળી જેમ-જેમ નજીક આવી રહી છે, જ્વેલરી બજારમાં ઘરેલા, સોનું અને ચાંદીના સિક્કાઓની બુકિંગ વધાવા લાગી છે. જ્વેલર્સ મુજબ, નાના કદના ઘરેણામાં અને સોનાં અને ચાંદીના સિક્કાઓનું વેચાણ વધી રહ્યુ છે. લોકો પણ ધનતેરસ માટે અત્યારથી જ બુકિંગ કરાવી રહ્યા છે. જો તમે પણ ધનતેરસ માટે સોનાના ઘરેણાં કે સિક્કાઓ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન જરૂર રાખો.
1. હોલમાર્ક અને જ્વેલરીના ભાવની જાણકારી રાખો
સોનું ખરીદતા સમયે હોલમાર્ક અને તેના રજિસ્ટર ભાવ અંગે જાણકારી મેળવો. હોલમાર્કમાં પણ 24k,22K કે 18K માટે ભાવ જુદા-જુદા હોય છે. સોનાની રિસેલ વેલ્યૂ અને બય બેકની પણ જાણકારી જ્વેલર્સ પાસેથી જરૂર લો, કારણકે મોટાભાગે જોવામાં આવ્યુ છે કે, જ્વેલર તેની જ્વેલરી પરત લેવાનું ના કહી દે છે.
જ્યારે પણ તમે સોનું ખરીદો છો, દુકાનદાર પાસેથી બિલ જરૂર લો. કાચુ બિલ ન લો કારણ કે, તમારુ સોનું અસલી હોવાની કોઈ જ ગેરંટી હોતી નથી.
3. ઓનલાઈન પેમેન્ટ કરો
પેમેન્ટ સમયે ધ્યાન રાખો કે, રોકડ સિવાય ઓનલાઈન કે પછી ક્રેટિડ કાર્ડનો ઉપયોગ કરો. આમ કરીને તમે દુકાનદારોની છેતરપિંડીથી બચી શકો છો. કેમકે ત્યારે તેણે જે સોનું વેચ્યુ છે, તે તેના રેકોર્ડમાં પણ નોંધાયેલું હોય છે. તમારી પાસે બિલ ઉપરાંત એક અન્ય રેકોર્ડ થઈ જાય છે.
4. GST અને મેકિંગ ચાર્જ દ્વારા વધુ રકમ વસૂલવામાં આવે છે
જીએસટી અને મેકિંગ ચાર્જના નામ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જીએસટી અને મેકિંગ ચાર્જ દ્વારા વધુ રકમ વસૂલવામાં આવે છે. આથી પહેલા તમારા રાજ્યમાં લાગવા વાળા જીએસટી ચાર્જ વિશે જાણી લો. જ્વેલર પાસેથી મેકિંગ ચાર્જ પર સોદો કરવાનું નક્કી કરો કારણકે તે ફિક્સ હોતા નથી.
5. સોનાનું કેરેટ જરૂર ચેક કરો
ઘરેણાંના હોલમાર્ક સીલ પર કેરેટ લખેલું હોય છે. હોલમાર્કના નિશાનોને જરૂર તપાસો. સોનાના કેરેટ ભાવ પ્રમાણે જ ચૂકવણી કરો.
આજે સપ્તાહના ત્રીજા દિવસે MCX પર સોનાની કિંમત 50,307 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.19 ટકા તૂટીને 56,245 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર