Home /News /business /હોમ લોન પર ઘર ખરીદવાથી આવી રીતે મળે છે ટેક્સ બેનિફિટ્સ, અહીં જાણો બધું જ

હોમ લોન પર ઘર ખરીદવાથી આવી રીતે મળે છે ટેક્સ બેનિફિટ્સ, અહીં જાણો બધું જ

પ્રતિકાત્મક તસવીર

Home Loan Rate- હોમ લોન લેનારને કલમ 80 C (Section 80C) , કલમ 24 અને કલમ 80 EEA જેવી કલમ હેઠળ આવકવેરામાં (INCOME TAX ) વિવિધ લાભ મળતા હોય છે

હોમ લોનના (Home Loan)દર ઓલટાઇમ લો પર છે. બીજી તરફ રિયલ એસ્ટેટ (Real estate) પણ ડૂબી રહ્યું છે. તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો તમે હોમ લોન (Home Loan Rate)ચૂકવી રહ્યા છો અથવા તાજેતરમાં જ ઘર લીધું છે, તો તમે આવકવેરામાં મળતા લાભ વિશે અહીં જાણી શકો છો. મનીકંટ્રોલના અહેવાલ મુજબ હોમ લોન લેનારને કલમ 80 C (Section 80C) , કલમ 24 અને કલમ 80 EEA જેવી કલમ હેઠળ આવકવેરામાં (INCOME TAX )વિવિધ લાભ મળતા હોય છે. આ લાભ રૂ. 5 લાખ સુધીના હોય શકે છે.

કલમ 80C

મકાનની ખરીદી કે બાંધકામ માટે લીધેલી હોમ લોનમાં કલમ 80 C હેઠળ પ્રિન્સિપલ એમાઉન્ટની ચુકવણી પર ટેક્સ બેનિફિટ મળી શકે છે. જે અંતર્ગત કરદાતાને 1.5 લાખ સુધીનો ફાયદો મળે છે. અલબત, જે મકાન પર ટેક્સ બેનિફિટનો ક્લેમ કરાયો હોય તે મિલકત ખરીદીની તારીખથી 5 વર્ષના લોક-ઇન સમયગાળામાં વેચી દેવામાં આવે તો લાભ પરત ખેંચી લેવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી કે મિલકત ટ્રાન્સફરને લગતી અન્ય કોઈ ફીના સંદર્ભમાં કરવામાં આવેલ ખર્ચમાં કલમ 80 Cની કુલ રૂ. 1.5 લાખની મર્યાદા હેઠળ લાભ મળી શકે છે

કલમ 24

આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ કરદાતાઓ હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ સામે 2 લાખ રૂપિયાના ટેક્સ બેનિફટનો ક્લેમ કરી શકે છે. આ બેનિફટ ઘરના બાંધકામ પૂર્ણ થયા પછી જ ઉપલબ્ધ થાય છે. જોકે, આવી છૂટ અંગે શરત એવી છે કે, જેના માટે લોન લેવામાં આવી છે તે મકાનમાં કરદાતા પોતે કે કુટુંબનો સભ્ય રહેતા હોવા જોઈએ.

આ પણ વાંચો - PM KISAN Nidhi : 2 હેકટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના હકદાર છે? જાણો ડિટેલ્સ

કલમ 80 EEA

આ કલમ હેઠળ પણ પ્રથમ વખત મકાન ખરીદનારને રૂ. 1.5 લાખ સુધીના આવકવેરાના લાભ થાય છે. અલબત આ લાભ લેવા માટે રહેણાંક મિલકતની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ રૂ. 45 લાખ સુધીની હોવી જોઈએ અને મંજૂરીનો સમય 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2022 સુધીનો હોવો જોઈએ.

• આ શરતો ધ્યાનમાં રાખો

- લોન ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી લીધી હોવી જોઈએ.
- કરદાતા આવકવેરા કલમ 80 EE હેઠળ કપાતનો દાવો કરવા પાત્ર હોવો જોઈએ નહીં.
- લોન મંજુર થઈ હોય ત્યાં સુધીમાં કરદાતાના નામે કોઈ રહેણાંક મિલકત ન હોવી જોઈએ.
- મિલકતની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ રૂ. 45 લાખથી ઓછી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ 50 લાખ રૂપિયામાં ઘર ખરીદે છે અને 40 લાખ રૂપિયા લોન તરીકે એટલે કે 80 ટકા લોન લે છે. જેમાં 20 વર્ષના સમય માટે 7 ટકા વ્યાજ નક્કી છે. આવી લોન માટે હપ્તો 31,000 રૂપિયા થાય અને પ્રથમ વર્ષમાં ચૂકવવામાં આવેલી કુલ રકમ આશરે 3,72,000 રૂપિયા જેટલી હશે.

રૂ. 95,000 ક્લેમ 80 C હેઠળ લઈ શકાય છે. જ્યારે રૂ. 55,000નો ક્લેમ સ્ટેમ્પ ડ્યુટી ચુકવણી તરીકે લઈ શકાય છે. આ પ્રથમ વર્ષ માટે જ માન્ય છે. કલમ 80 EEA હેઠળ વ્યક્તિ રૂ. 77,000 વ્યાજની રકમનો દાવો પણ કરી શકે છે.

ઘર ખરીદવા આવી રીતે કરો તૈયારી

ડાઉન પેમેન્ટ માટે પૈસા બચાવો: મિલકત ખરીદતી વખતે ડાઉન પેમેન્ટ તરીકે ઓછામાં ઓછી 10 થી 25 ટકા રકમ રાખવાની આવશ્યકતા છે.

બજેટ મુજબ જ નિર્ણય લો: વર્તમાન સમયે ઇકોનોમિકલ બનવું સારું છે.

મિલકત માટે રિસર્ચ કરો: મિલકત ખરીદતા પહેલા અલગ અલગ વિશ્વાસુ લોકોની સલાહ લો. ઓછી કિંમતમાં મળતા અન્ય સારા વિકલ્પ પર પણ નજર દોડાવો.
Published by:Ashish Goyal
First published:

Tags: આયકર વિભાગ, હોમ લોન, હોમ લોન વ્યાજ દર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन