નવી દિલ્હી. કોરોના મહામારી (Corona Pandemic)એ લોકોના પર્સનલ વ્હીકલ (Personal Vehicles)ની અગત્યતા સમજાવી દીધી છે. લોકોએ પબ્લીક ટ્રાન્સપોર્ટ (Public Transport)ને બાય-બાય કહીને પ્રાઇવેટ વ્હીકલથી ટ્રાવેલ કરવાનું શરૂ કરી દીધું છે. આ કારણથી ગત અનેક મહિનાઓમાં ફોર વ્હીલર (Four Wheelers) અને ટૂ-વ્હીલર (Two Wheelers)ની ડિમાન્ડ તેજીથી વધી છે. એવામાં દેશમાં એક વર્ગ એવો પણ છે જે નવા વાહન નથી ખરીદી શકતા, કારણ કે તેની કિંમત ઘણી વધારે હોય છે. તેથી અમે આપના માટે સેકન્ડ હેન્ડ ટૂ-વ્હીલર્સ (Second Hand Two Wheelers)ની ડિટેલ લઈને આવ્યા છીએ, જેની કિંમત અડધી છે, સાથોસાથ કન્ડીશન નવા વાહનો જેવી જ છે. આવો જાણીએ તેના વિશે બધું જ...
Hero Maestro- હીરો મોટર્સના સૌથી પોપ્યુલર Maestro સ્કૂટર તમે Droom વેબસાઇટ પર માત્ર 26,000 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્કૂટર માત્ર 26 હજાર કિલોમીટર ચાલેલું છે અને તમે તેને ખરીદો છો તો તમે તેના સેકન્ડ ઓનર હશો. બીજી તરફ, આ સ્કૂટર પર આપને EMIનું ઓપ્શન પણ મળશે.
TVS Jupiter – Droom વેબસાઇટથી ટીવીએસ જૂપિટરને તમે માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્કૂટર ઉપર પણ વેબસાઇટ તરફથી EMIનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સ્કૂટર માત્ર 15 હજાર કિલોમીટર ચાલેલું છે. જો તમે તેને ખરીદો છો તો તમે તેના સેકન્ડ ઓનર હશો.
TVS Ntorq- ટીવીએસનું આ બીજું સ્કૂટર પણ આપને Droom વેબસાઇટ પર મળી જશે. આ સ્કૂટર માટે આપને થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. વેબસાઇટ પર આપવામાં આવેલી ડિટેલ મુજબ, તેના માટે આપને 45 હજાર રૂપિયાની ચૂકવણી કરવી પડશે. બીજી તરફ, આ સ્કૂટર પર આપને EMIનું ઓપ્શન નહીં મળે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર