નવી દિલ્હી. ટોયોટા ઇનોવા (Toyota Innova), ફોર્ડ ઇકોસ્પોર્સ્a (Ford Ecosport) અને મહિન્રાkh સ્કોર્પિયો (Mahindra Scorpio) જેવી એસયૂવી કાર જો આપને અડધી કિંમત પર મળી જાય તો! તમે આ એસયૂવીને ખરીદવાથી ચૂકવા નહીં માંગો. કારણ કે એસયૂવી ખરીદવી તમામ લોકોનું સપનું હોય છે. પરંતુ તેની કિંમત 15થી 20 લાખ રૂપિયા હોય છે. જ્યારે અમે આપના માટે એવી જાણકારી લઈને આવ્યા છીએ કે આ તમામ એસયૂવી આપને અડધાથી પણ ઓછી કિંમતમાં ખરીદવાની તક મળશે. જેનાથી આપનું એસયૂવી ખરીદવાનું સપનું પૂરું થઈ થશે તેની સાથોસાથ આપને તેની કિંમત પણ અડધી જ આપવી પડશે. આવો જાણીએ શું છે ઓફર...
Toyota Innova - દેશમાં અનેક એવી વેબસાઇટ અને માર્કેટ છે જ્યાં આપને સેકન્ડ હેન્ડ એસયૂવી અડધાથી ઓછી કિંમત પર મળી શકે છે. આવી જ એક વેબસાઇટ છે Cars24 જ્યાં આપને Toyota Innova એસયૂવી માત્ર 5,49,499 રૂપિયામાં મળશે. નોંધનીય છે કે, Cars24 વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2012નું મોડલ છે અને આ એસયૂવીમાં આપને ડીઝલ એન્જિન મળશે.
Ford Ecosport - Cars24 વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2014નું મોડલ છે અને આ એસયૂવીને આપ માત્ર 4,97,799 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ, આ એસયૂવી માત્ર 49,800 કિલોમીટર જ ચાલેલી છે અને તેમાં આપને ડીઝલ એન્જિન અને મેન્યૂઅચ ટ્રાન્સમિશન મળશે.
Mahindra Scorpio - Cars24 વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2015નું મોડલ છે. આ એસયૂવીને તમે માત્ર 8,37,799 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ, આ એસયૂવી માત્ર 60,362 કિલોમીટર ચાલેલી છે. તેની સાથે જ આ એસયૂવીમાં આપને ડીઝલ એન્જિનની સાથે મેન્યૂઅલ ટ્રાન્સમિશન મળશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર