નવી દિલ્હી. હ્યુન્ડઇ ક્રેટા (Hyundai Creta) અને ટાટા સફારી (Tata Safari)ને તમામ લોકો ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ તેની કિંમત વધુ હોવાના કારણે ઘણા લોકો પોતાની પસંદગીની આ એસયૂવી (SUV) ખરીદી નથી શકતા. પરંતુ અમે આપને એક એવા પ્લેટફોર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી તમે પોતાની પસંદગીની Hyundai Creta અને Tata Safari જેવી એસયૂવીને અડધાથી પણ ઓછી કિંમતમાં સરળતાથી ખરીદી શકો છો. આવો જાણીએ તેના વિશે...
Droom પર મળશે સેકન્ડ હેન્ડ કાર- Droom વેબસાઇટ પર આપને અનેક કંપનીની સેકન્ડ હેન્ડ કાર સરળતાથી મળી શકે છે. આ વેબસાઇટ પર લિસ્ટેડ તમામ કાર વેરિફાઇડ હોય છે. જેની પર તમે વિશ્વાસ મૂકી શકો છો. હાલમાં આ વેબસાઇટ પર Tata Safari Strome અને Hyundai Creta લિસ્ટેડ કરવામાં આવી છે. જેની ડિટેલ્સ અમે આપની સાથે શૅર કરી રહ્યા છીએ.
Tata Safari - droom વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2015નું મોડલ છે જેની કિંમત માત્ર 6,75,000 રૂપિયા છે. બીજી તરફ આ એસયૂવી હજુ સુધી માત્ર 69 હજાર કિલોમીટર ફરી ચૂકી છે અને તેમાં આપને ડીઝલ એન્જિન ઓપ્શન મળશે. જો તમે આ એસયૂવી ખરીદો છો તો આપ તેના સેકન્ડ ઓનર હશો.
Hyundai Creta - droom વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2016નું મોડલ છે અને તેની કિંમત 7 લાખ 75 હજાર રૂપિયા છે. બીજી તરફ આ એસયૂવી માત્ર 38 હજાર કિલોમીટર ચાલી છે. જેને તમે આ વેબસાઇટ પર ખરીદી શકો છો. જો આ એસયૂવીમાં એન્જિનની વાત કરીએ તો આપને તેમાં ડીઝલ એન્જિનનું ઓપ્શન મળશે અને તમે તેના સેકન્ડ ઓનર હશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર