મુંબઈ: ટેક મહિન્દ્રા (Tech Mahindra)એ 31 કરોડ યૂરોમાં ઇન્શ્યોરન્સ વર્ટિકલમાં હાઈ એન્ડ ડિજિટલ એન્જીનિયરિંગ સેવા આપતી સીકૉમ કેટ કંપની લિ. (CTC)નું અધિગ્રહણ કરવાની જાહેરાત કરતાની સાથે જ અનેક બ્રોકરેજ હાઉસ કંપની શેર માટે Bullish થઈ ગયા છે. બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) ટેક મહિન્દ્રાના શેરની ખરીદી (BUY rating for Tech Mahindra)કરવાની સલાહ આપી છે. આ માટે કંપનીએ 2,060 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
સોદાથી ટેક મહિન્દ્રાને થશે ફાયદો
આ ડીલ ઉપરાંત કંપની બે ઇન્શ્યોરન્સ ટેક પ્લેટફોર્મમાં માઇનોરિટી સ્ટેક પણ ખરીદશે. શેરખાને કહ્યુ કે, આ અધિગ્રહણ (Takeover)થી ટેક મહિન્દ્રાનો ઇન્શ્યોરન્સ બિઝનેસ વધશે. વિમા ક્ષેત્રમાં કંપની મહારથ મેળવશે. સાથે જ ક્રૉસ સેલ તકને પગલે તાલમેલ મેળવવામાં મદદ મળશે.
બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે સીટીસીનો વીમા ક્ષેત્રમાં સારો એવો હિસ્સો છે, આથી આ ડીલથી ટેક મહિન્દ્રાનો કન્સોલિડેટેડ બેઝિસ પર માર્જિન પણ વધશે. જોકે, સીટીસીની વેચાણ ક્ષમતા ખૂબ સીમિત છે.
ટેક મહિન્દ્રા માટે ટાર્ગેટ
શેરખાને કહ્યુ કે રણનીતિક રીતે ટેકઓવરને પગલે આ શેરની 2,060 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય છે. ટેકઓવરથી કંપનીની ક્ષમતા વધશે, આવકમાં વધારાની સંભાવના પણ વધશે.
અન્ય બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
શેરખાન ઉપરાંત એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ તરફથી પણ ટેક મહિન્દ્રા માટે Buy Call આપવામાં આવ્યો છે. આ માટે બ્રોકર હાઉસે 1,930 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે અન્ય એક બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે ટેક મહિન્દ્રા કંપનીના શેર માટે 1,945 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
રસપ્રદ વાત એ રહી કે ટેક મહિન્દ્રાના શેર પર બ્રોકરેજ હાઉસ બુલિશ હોવા છતાં મંગળવારે ટેક મહિન્દ્રાનો શેર તૂટ્યો હતો. NSE પર શેર 3.48 ટકા એટલે કે 59.90 રૂપિયા તૂટીને 1,662.50 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
આઈટી કંપની ટેક મહિન્દ્રાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે યૂરોપની CCom tec Co IT (CTC)નો 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ આખી ડીલ 33 કરોડ યૂરો એટલે કે 2,800 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. આ પહેલા કંપનીએ 2010ના વર્ષમાં કૌભાંડમાં ફસાયેલી સત્યમ કંપનીને ખરીદી હતી.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર