Home /News /business /

Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત આ શેર માટે બ્રોકરેજ હાઉસે આપ્યું BUY રેટિંગ

Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત આ શેર માટે બ્રોકરેજ હાઉસે આપ્યું BUY રેટિંગ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની (Star Health and Allied Insurance Company)ના શેર તેના ઇશ્યૂ પ્રાઇસથી નીચે લિસ્ટ થયા હતા. જેથી રોકાણકારો નિરાશ થયા હતા.

મુંબઈ: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું રોકાણ ધરાવતી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની (Star Health and Allied Insurance Company)ના શેર તેના ઇશ્યૂ પ્રાઇસથી નીચે લિસ્ટ થયા હતા. જેથી રોકાણકારો નિરાશ થયા હતા. કંપનીએ શેર દીઠ રૂ.900નો ઇશ્યૂ પ્રાઇસ નક્કી કર્યો હતો પરંતુ સ્ટાર હેલ્થનો શેર 6 ટકા ઘટીને રૂ.858.80 થયો હતો. અલબત્ત બ્રોકરેજ હાઉસ એમ્કે (Emkay) આ સ્ટોક પ્રત્યે આશાવાદી છે. તેણે જાહેરાત કરી છે કે, તેણે સ્ટાર હેલ્થ પર ₹1,135ની બાય રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજ હાઉસે માહિતી આપી હતી કે, "અમે સ્ટાર હેલ્થ પર બાય રેટિંગ (BUY rating for Star Health) અને માર્ચ 23 ટીપી રૂ.1,135 (+25% અપસાઇડ) સાથે કવરેજ શરૂ કર્યું છે.

શું જણાવાયું છે રિપોર્ટમાં?

એમ્કેએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આરોગ્ય વીમા ઉદ્યોગ હજી પ્રારંભિક અવસ્થામાં હોવાથી તે આગામી દાયકામાં 20 ટકાના જોરદાર વૃદ્ધિ દરને આગળ ધપાવશે તેવી સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ઇન્ફલેશન, વય જૂથના પ્રાઈઝ ગેઇન અને રી-પ્રાઈઝિંગ સાથે વીમા રકમમાં વધારો પ્રીમિયમ વૃદ્ધિનો અડધો હિસ્સો હશે.

રિટેલ હેલ્થમાં સ્ટાર હેલ્થનો હિસ્સો 31%

Emkayના રિપોર્ટમાં સ્ટાર હેલ્થને પોલ સ્ટાર ગણાવાઈ છે. તેમાં કહેવાયું છે કે, સ્ટાર હેલ્થ રિટેલ સેક્ટરમાં બજાર હિસ્સા પર પ્રભુત્વ ધરાવે છે અને તે હોસ્પિટલો, ગ્રાહકો અને એજન્ટો સહિતનું નેટવર્ક છે. એમ્કેએ રિપોર્ટ આપ્યો છે કે, સ્ટાર હેલ્થની અમલ કરવાની કુશળતા દોષરહિત રહી છે. અગાઉથી સ્થાપિત PSU બેહેમોથ્સ અને સારી રીતે જોડાયેલા ખાનગી મલ્ટિલાઈન વીમા કંપનીઓ સામે તેણે રિટેલ હેલ્થમાં તેનો 31% હિસ્સો અને આરોગ્યમાં 16% હિસ્સો મેળવ્યો છે.

આ પણ વાંચો: Star Health IPO: 'મને મેનેજમેન્ટ પર પૂરો વિશ્વાસ, મેં એક પણ શેર નથી વેચ્યો,' લિસ્ટિંગ બાદ બોલ્યા રાકેશ ઝુનઝુનવાલા

વધુમાં જણાવાયું છે કે, સ્કેલ અચૂક પણે વધુ માર્જિન ગેઇન અને અન્યો કરતા વધુ સારા માર્જિન કંટ્રોલ તરફ દોરી જશે. થ્રેશોલ્ડ સુધી પહોંચ્યા પછી, સ્ટાર હેલ્થનું સ્કેલ વધુ સારા દરોના બદલામાં હોસ્પિટલ ટ્રાફિકને ચલાવવામાં મદદ કરી શકે છે, દાવાઓની કિંમત જાળવી શકે છે. જે સૌથી મોટી ખર્ચની વસ્તુ છે. આ બધું જ લીવર કંપનીને 94-95% બેન્ડમાં સંયુક્ત રેશિયો જાળવવાની તાકાત આપે છે. રેશિયોમાં 100 bpsનો સુધારો RoEમાં 250 bpsના સુધારા તરફ દોરી જાય છે

Emkayએ નાણાકીય વર્ષ 2025 સુધીમાં 25 ટકા CAGR માટે સ્ટાર હેલ્થના GWPનો અંદાજ પણ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે યુનિટ ઇકોનોમિક્સ અત્યંત અનુકૂળ છે.

રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી

દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.

આ પણ વાંચો: Star Health IPO લિસ્ટિંગ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 6,000 કરોડ રૂપિયાની કમાણી!

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Star Health IPO listing)

સ્ટાર હેલ્થના શેરની ઇશ્યૂ કિંમત 900 રૂપિયા હતી જેની સામે શેર 848.80 રૂપિયા પર લિસ્ટ (Listing price) થયો હતો. એટલે કે ઇશ્યૂ કિંમતથી શેર 5.69 ટકા ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયો હતો. આ આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના નવા શેર અને ઑફર ફૉર સેલ સામેલ છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 870-900 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, Investment, Rakesh jhunjhunwala, Share market

આગામી સમાચાર