રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટૉકને બ્રોકરેજ હાઉસોએ આપી ખરીદીની સલાહ

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

શેર બજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) પાસે કેનરા બેંકની 1.60 ટકા ભાગીદારી છે.

 • Share this:
  મુંબઈ: મોટી સરકારી બેંકમાં સામેલ કેનરા બેંક (Canara Bank)નો સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન ચોખ્ખો નફો (Canara Bank Net profit) વધીને લગભગ 1,333 કરોડ રૂપિયા થયો છે. બેંકને બેડ લોન માટે પ્રોવિઝનિંગ ઓછી થવાથી મદદ મળી છે. આ સાથે જ કેનરા બેંકની નૉન-ઇન્ટરેસ્ટ આવક અને DHFLના રિઝોલ્યૂશનમાં રિકવરી વધી છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો આશરે 444 કરોડ રૂપિયા હતો. શેર બજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) પાસે કેનરા બેંકની 1.60 ટકા ભાગીદારી છે. જૂન ત્રિમાસિક દરમિયાન આ બેંકમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ હતું.

  બ્રોકરેજ ફર્મ Emkay તરફથી કેનરા બેંકના શેર માટે બાય રેટિંગ (Buy Rating) જેમનું તેમ રાખવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે બેંકનો નફો અંદાજ કરતા વધારો રહ્યો છે. તેની પાછળ ટ્રેજરી ઇન્કમ વધવી, પ્રોવિઝનિંગ ઓછું થવું અને DHFLથી રિકવરી મોટા કારણ છે.

  અન્ય એક બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પણ કેનરા બેંકના શેરની ખરીદી કરવાની સલાહ આપી છે. આ માટે બ્રોકરેજ હાઉસે 270 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેમનું કહેવું છે કે કેનરા બેંકની નૉન-પરફોર્મિંગ અસેટ્સ ઘટવાની સંભાવના છે. આ ઉપરાંત ક્રેડિટ કોસ્ટ ઘટવાનો પણ બેંકને ફાયદો મળશે. બુધવારે શરૂઆતના કારોબારમાં બેંકના શેરમાં લગભગ 4 ટકાની તેજી જોવા મળી હતી. આ સમયે શેર લગભગ 200 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

  રાકેશ ઝુનઝુનવાલાની આ રિયલ્ટી શેરમાં રિ-એન્ટ્રી

  દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન રિયલ્ટી કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate)ના શેર ખરીદ્યા છે. સોમવારે આ શેર (indiabulls real estate share price) આશરે 5.77 ટકા તૂટી ગયો હતો અને 153 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટની બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં આ 30 સપ્ટેમ્બર અંત સુધી કંપનીના કુલ 50,00,000 અથવા 1.10 ટકા ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Indiabulls real Estate) હતી. આ પહેલાના બે ત્રિમાસિક દરમિયાન એટલે કે જૂન અને માર્ચ 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાનું નામ શેરધારોકોની યાદીમાં ન હતું.

  આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ

  જોકે, દસ્તાવેજો પરથી માલુમ પડે છે કે ડિસેમ્બર 2020 ત્રિમાસિક દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ કંપનીના 1.10 ટકા શેર હતા. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટે છેલ્લા એક વર્ષમાં 225% વળતર આપ્યું છે. ફક્ત 2021ના વર્ષમાં આ શેર 95% ભાગ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published: