'અત્યારે ખરીદો અને પછી ચૂકવો,' આવી યોજનાઓ પડી શકે છે ભારે! ગ્રાહકો આટલું ધ્યાન જરૂર રાખો

'અત્યારે ખરીદો અને પછી ચૂકવો,' આવી યોજનાઓ પડી શકે છે ભારે! ગ્રાહકો આટલું ધ્યાન જરૂર રાખો
પ્રતિકાત્મક તસવીર

બાય નાઉ પે લેટર સુવિધા આમ તો ક્રેડિટ કાર્ડ જેવી જ છે. જો તમે કોઈ એપ્લિકેશનમાંથી ખરીદી કરો, તો દર પંદર દિવસે બિલ જનરેટ થાય છે. તમે નિશ્ચિત સમયમાં ચૂકવણી ન કરો તો તમને રૂપિયા 250 કેટલી પેનલ્ટી પ્લસ જીએસટી લાગે છે.

 • Share this:
  કોરોના કાળમાં ધિરાણ લેનારની સંખ્યા વધી છે. લોકો લોન અને ક્રેડિટ કાર્ડ તરફ વળ્યા છે. આ દરમિયાન અત્યારે ખરીદો અને પછી ચૂકવો જવી બાય નાઉ પે લેટરની ઓફર ફિનટેક કંપનીઓ આપી રહી છે. જેનો લાભ અનેક લોકો લે છે. જોકે, આ સુવિધામાં બેદરકારી તમને દેણામાં ધકેલી શકે છે.

  ઝેસ્ટમની નામની ફાઇનાન્સ અને પે લેટર કંપનીના 68 ટકા ગ્રાહકો ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં છે. જ્યારે ટીયર-1 શહેરોમાં 32 ટકા ગ્રાહકો છે.  આ બાબતમાં એક ઉદાહરણ લેવું પડે. મૂળ પુનાના શાલિની રાવ નામની 27 વર્ષીય યુવતીએ કોરોના મહામારી દરમિયાન મોટા પ્રમાણમાં આવશ્યક ચીજ વસ્તુઓ અને દવાની ખરીદી કરી હતી. આ ખરીદી દરમિયાન તેણીએ બાય નાઉ એન્ડ પે લેટરનો લાભ લીધો હતો. શાલિનીના મત મુજબ આ સુવિધાના કારણે તેને અનુકૂળ ફાઇનાન્શિયલ વાતાવરણ મળ્યું હતું. નાની મોટી ખરીદીમાં બાય નાઉ એન્ડ પે લેટર યોજનાના કારણે તેને હપ્તાની સુવિધા મળી હતી. જોકે આ હપ્તા ખૂબ મોંઘા પડયા હોવાનું સામે આવ્યું છે.

  વર્તમાન સમયે અત્યારે ખરીદો અને બાદમાં ચુકવણી કરો તેવી યોજના વધુ પ્રચલિત બની છે. ઝેસ્ટમનીના રિપોર્ટ મુજબ આ સુવિધાનો લાભ લેનારા મોટા ભાગના લોકોની સરેરાશ ઉંમર 34 વર્ષની હતી. વર્ષ 2020ના રિપોર્ટ મુજબ આ સુવિધાનો લાભ લેનારા મોટા ભાગના લોકોએ શિક્ષણ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ, ફેશન અને ટ્રાવેલ પાછળ પૈસા ખર્ચ્યા હતા.

  ઝેસ્ટમનીના સીઈઓ અને સહસ્થાપક લિઝઝી ચપમાનના મત મુજબ 2020માં બાય નાઉ પે લેટર સુવિધાનો ઉપયોગ અનેક લોકોએ કર્યો હતો. ગ્રાહકોને આ યોજનાનો લાભ લેવાની ટેવ પડી ગઈ છે. જેથી આ વર્ષે પણ અનેક લોકો આ સુવિધાનો લાભ લેશે. લોકોને હવે ધિરાણ માટે ડિજિટલ સરળતા માફક આવી ગઇ છે. એમએસવાઈપના બિઝનેસ હેડ યોગેશ વર્માએ જણાવ્યું હતું કે, મુંબઇ, બેંગલુરુ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં લોકો ખરીદી કરવા માટે બાય નાઉ પે લેટરનો ઉપયોગ વધુ કરે છે. આવા સરેરાશ ટ્રાન્જેક્શન રૂ. 43000ના હોય છે. પાઈન લેબ્સના ચીફ બિઝનેસ ઓફિસર કુશ મહેરાના મત મુજબ આવકની અનિશ્ચિતતા વચ્ચે માંગને કારણે ગ્રાહકો ધિરાણ તરફ વળ્યાં છે

  બાય નાઉ પે લેટર એટલે શું?

  આ યોજના અંતર્ગત તમે વસ્તુ ખરીદતી વખતે તે સમયે નાણાં ચૂકવવાના સ્થાને અમુક નિશ્ચિત સમયે નાણાં ચુકવી શકો છો. કોઈ ફિનટેક કંપનીનાના માધ્યમથી તમે આ ખરીદી કરી શકો છો. સામાન્ય રીતે ઓનલાઇન સ્ટોર સાથે ફિનટેક કંપનીઓ જોડાયેલી હોય છે. 15થી 30 દિવસ જેટલા સમયમાં તમારે ખરીદીની ચૂકવણી કરવાની રહે છે. જો તમે આ ચુકવણી સમયસર ન કરી શકો તો વ્યાજ લાગે છે. કેટલીક કંપનીઓ મોંઘી ખરીદીને નો કોસ્ટ ઇએમઆઈમાં ફેરવી શકાય તેવી સુવિધા પણ આપે છે.

  એમેઝોન, ઈ પે લેટર, કિશત, લેઝીપે, સિમ્પલ, સ્લાઈસ, ઝેસ્ટમની જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં ટોચે છે. એક સાથે વધુ ફિનટેક કંપનીઓની સેવા પણ લઈ શકાય છે. જેમાં રૂ. 100થી 50000 સુધીની લિમિટ આપવામાં આવે છે. આ ક્રેડિટ તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને બિગ બાસ્કેટ જેવી ઇ કોમર્સ કંપનીઓ તેમજ ઝોમેટો અને સ્વિગી જેવા ફૂડ ડિલિવરી એપ્લિકેશન પણ આ સુવિધા આપે છે.

  ડિજિટલ લેન્ડિંગ કન્સલ્ટન્ટ પરિજિત ગર્ગના મત મુજબ આ ફિનટેક કંપનીઓ ક્રેડિટ કાર્ડ ટ્રાંઝેક્શન અને ચુકવણી પ્રક્રિયાઓ જેવી જ વર્ચુઅલ સુવિધા બનાવી રહી છે. તેઓ ક્રેડિટ કાર્ડ ન હોય તેવા મિલેનીઅલ્સને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

  આ સુવિધા કેટલામાં પડે છે?

  બાય નાઉ પે લેટર સુવિધા આમ તો ક્રેડિટ કાર્ડ જેવી જ છે. જો તમે કોઈ એપ્લિકેશનમાંથી ખરીદી કરો, તો દર પંદર દિવસે બિલ જનરેટ થાય છે. તમે નિશ્ચિત સમયમાં ચૂકવણી ન કરો તો તમને રૂપિયા 250 કેટલી પેનલ્ટી પ્લસ જીએસટી લાગે છે.

  કિશત નામની કંપની વાર્ષિક 21 ટકાનું વ્યાજ લગાડે છે. તમે ખરીદી કરીને તેને સરળ હપ્તામાં ફેરવી શકો છો. લેઝીપે દ્વારા પણ 15 દિવસની ક્રેડિટ આપવામાં આવે છે. જો તમે નિશ્ચિત સમયમાં બિલ ચુકવણી ન કરો તો તેને હપ્તામાં પણ બદલી શકો છો. જ્યાં સુધી ચૂકવણી ન થાય ત્યાં સુધી 13થી 32 ટકા જેટલું વ્યાજ લાગે છે. જેની ગણતરી દિવસો આધારિત થાય છે. ઇપેલેટર પણ આવી જ સુવિધા આપે છે. જેમાં 32 ટકા વાર્ષિક વ્યાજ લેવાય છે.

  તો પછી ચાર્જમાં વાંધો ક્યાં છે?

  પ્રાથમિક દ્રષ્ટિએ આ ચાર્જ તમને નાનો લાગે. પરંતુ અપર્ણા રામચંદ્ર નામના નિષ્ણાંતના મત મુજબ, જો તમે ચાર્જ વ્યવસ્થિત ચેક ન કરો, તો આ વ્યાજ ખૂબ મોટું થઈ શકે છે. આ ઉપરાંત ડિફોલ્ટ થઈ જવાથી ક્રેડિટ સ્કોર પર પણ અસર થાય છે. કોરોના મહામારીમાં નોકરીઓ લોકોએ નોકરીઓ ગુમાવવી પડી છે, આવી સ્થિતિમાં મહિને હપ્તો ચૂકવાય નહીં તો ગંભીર સંજોગો ઉભા થઇ શકે છે. ત્યારે બાય નાઉ પે લેટર સુવિધા કરતા પર્સનલ લોન વધુ સસ્તી પડે છે. ઘણી બેન્કો 8.9થી લઈ 10.05 ટકા વ્યાજ વસુલે છે. આ સુવિધામાં ડિફોલ્ટ થવાથી ક્રેડિટ સ્કોર પર જોખમ ઉભું થાય છે. જેથી તમામ પાસાઓની તપાસ જરૂરી છે.

  આવી સ્થિતિમાં તમારે ક્રેડિટ સુવિધા લેતા પહેલા તકેદારી રાખવી જોઈએ. દેણું જોખમી સાબિત થઈ શકે છે. 15થી 30 દિવસમાં પૈસા ન ચૂકવાય તો તે હપ્તામાં કન્વર્ટ થઈ જાય છે. સમયસર ચુકવણી ન થાય તો ક્રેડિટ સ્કોર ઘટે છે. જેથી નિશ્ચિત સમયે પૈસા તૈયાર રાખવા જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ