મુંબઈ: Maruti Alto-પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price) છેલ્લા થોડા મહિનાઓથી આકાશને સ્પર્શી રહી છે. જેના પગલે સામાન્ય લોકોનું બજેટ (Budget) ખોરવાયું છે. ખાસ કરીને ફોર વ્હીલર ચલાવવા પર મોટો ખર્ચ થઈ રહ્યો છે. ફોર વ્હીલર ચલાવતા લોકોનું ખિસ્સું પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ખાસ્સું એવું હળવું થઈ રહ્યું છે. આ સમયે જો તમે કોઈ સારી માઇલેજ આપતી કારની શોધમાં છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દેશમાં ઓછી કિંમતે સૌથી સારી માઇલેજ (Best mileage car in India) આપતી કારમાં મારુતિની અલ્ટો સામેલ છે. અલ્ટોની શરૂઆતની કિંમત ત્રણ લાખ રૂપિયા છે.
કંપનીએ મારુતિ અલ્ટોને આઠ વેરિએન્ટમાં લૉંચ કરી છે. કારની દેખરેખ પાછળ પર વધારે ખર્ચ (Maintenance cost) કરવો પડતો નથી. આ ઉપરાંત મારુતિ અલ્ટોની માઇલેજ ખૂબ સારી છે. આ કારમાં તમને 796cc એન્જિન મળે છે. આ 0.8 લીટરવાળું એન્જીન છે, જે 41ps પાવર અને 60mm ટોર્ક ઉત્પદન કરે છે. આ કારમાં પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગીયર બોક્સ આવે છે.
માઇલેજ
માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં આ ગાડી 22.05 કિલોમીટરની માઇલેજ આપે છે. જ્યારે આ કારને CNG મોડમાં ચલાવવામાં આવે તો તે 31.59 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. ગાડીને હાલ CARS24 પર લિસ્ટ કરવામાં આવી છે.
કિંમત
જો તમે પણ કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આ કારથી તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. આ કાર તમારા બજેટમાં આવી જશે. સેકન્ડ હેન્ડ કાર વેચતી CARS24 તરફથી આ કારને પોતાની સાઇટ પર સેલ માટે લિસ્ટ કરવામાં આવી છે. જેની કિંમત 92,899 રાખવામાં આવી છે.
વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ કારનું મૉડલ ઓક્ટોબર 2008નું છે. આ કાર અત્યારસુધી 98,526 કિલોમીટર ચાલી ચુકી છે. કારનું રજિસ્ટ્રેશન દિલ્હીનું છે. એટલું જ નહીં, ગાડીને ખરીદવા પર તમને સાત દિવસની મની બેક ગેરંટી પણ મળશે. આ ઉપરાંત તમારું બજેટ ઓછું છે તો તમને કાર પર લોન પણ મળશે. આ માટે તમારે ઝીરો ડાઉન પેમેન્ટ કરવું પડશે. આગામી 60 મહિના સુધી દર મહિને 2244 રૂપિયાનો EMI ચૂકવવો પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર