Stock Market: મોદી સરકારના સુધારાઓથી થશે ફાયદો, ભારતીય શેરોની ખરીદી કરતા રહો: ક્રિસ્ટોફર વુડની સલાહ
Stock Market: મોદી સરકારના સુધારાઓથી થશે ફાયદો, ભારતીય શેરોની ખરીદી કરતા રહો: ક્રિસ્ટોફર વુડની સલાહ
ક્રિસ્ટોફર વુડ
Indian stock market: આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિસ્ટોફર વુડે અનુમાન લગાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં BSE 1,00,000ની સપાટીને સ્પર્શી શકે છે. આ સિદ્ધિ ભારતને ફરી એકવાર એશિયાનું શ્રેષ્ઠ બજાર બનાવી શકે છે.
નવી દિલ્હી: ભારતીય શેરબજારો (Indian stock market)માં ઘણા રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય તજજ્ઞો આશાવાદ સેવી રહ્યા છે. ત્યારે જેફરીઝ (Jefferies)ના ક્રિસ્ટોફર વુડ (Christopher Wood) પણ આવા તજજ્ઞોની યાદીમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ એક એવું વર્ષ છે જ્યાં રોકાણકારો (Investors)એ નબળાઇ વચ્ચે તેમના મનપસંદ ભારતીય શેર એકઠા કરતા રહેવું જોઈએ. ઈક્વિટીની દ્રષ્ટિએ લાંબાગાળે એશિયાની શ્રેષ્ઠ ગાથાનું સર્જન થઈ શકે છે.
લાંબાગાળે સુધારાનો ફાયદો થશે
બજારમાં ચાલી રહેલી અસ્થિરતા સૂચવે છે કે માર્ગારેટ થેચર (Margaret Thatcher)ની જેમ આમાંના ઘણા સુધારાઓનો લાંબા ગાળે લાભ મળશે. ભારતમાં bankruptcy reform બાબતે સુધારો થયો હતો. અગાઉ દેશના મોટા ઉદ્યોગપતિઓ કે પ્રમોટરો સરકારી માલિકીની બેન્કોનો ખાનગી પિગી બેન્કો તરીકે ઉપયોગ કરતા હતા.
Greed and Fearની નોટમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદીનો રાજકીય દરજ્જો મજબૂત છે. એક નિરીક્ષકે Greed and Fearને કહ્યું કે, ભાજપ 50 વર્ષ સુધી સત્તામાં રહેશે તેવી અપેક્ષા છે. જો આ આગાહી અતિશયોક્તિ હોય તો પણ પ્રબળ વિપક્ષની ગેરહાજરીમાં સેન્ટિમેન્ટ તો તેવા જ છે.
મોદી 2.0માં સરકારી ખાતાઓમાં સુધારો થયો
વુડના મતે બીજી એક સકારાત્મક બાબત એ છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકારી ખાતાઓની મોટા પ્રમાણમાં સફાઇ થઇ છે. એકાઉન્ટિંગની દ્રષ્ટિએ, બેલેન્સશીટને લગતા ફાઇનાન્સિંગની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બુધવારે તેની બેઠકોની વચ્ચે ઓગસ્ટ 2018 પછી પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો હતો, જે 0.40 ટકા વધારીને 4.40 ટકા કરવામાં આવ્યો છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિસ્ટોફર વુડે અનુમાન લગાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં BSE 1,00,000ની સપાટીને સ્પર્શી શકે છે. આ સિદ્ધિ ભારતને ફરી એકવાર એશિયાનું શ્રેષ્ઠ બજાર બનાવી શકે છે. વુડે કહ્યું હતું કે, ભારતના મુખ્ય ઇક્વિટી ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં 1,00,000ની સપાટીને સ્પર્શી શકે છે. તેમણે નોટમાં લખ્યું કે, અમારું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં EPSમાં 15%ની વૃદ્ધિ જોવા મળી શકે છે. આ સાથે જ આ સમયગાળાનો સરેરાશ મલ્ટીપલ 19.4ના સ્તર પર રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર