સોનામાં રોકાણની શાનદાર તક! સરકારની આ સ્કીમમાં મળશે એકદમ સસ્તું સોનું, જાણો વિગતો

સોનામાં રોકાણની શાનદાર તક! સરકારની આ સ્કીમમાં મળશે એકદમ સસ્તું સોનું, જાણો વિગતો
પ્રતીકાત્મક તસવીર

રોકાણકારો માટે રોકાણની ગોલ્ડન તક છે. ભારતમાં સોનાના રોકાણનાં વિકલ્પોમાં સૉવરેન ગોલ્ડ બોન્ડ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

 • Share this:
  જો તમે સોનામાં રોકાણ (Gold Investment) કરવાનું વિચારી રહ્યાં છો તો આવતા સપ્તાહમાં તમારી પાસે શાનદાર તક આવવાની છે. જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકશો. સરકાર સસ્તા ભાવે સોનું (Gold Price) ખરીદવાની એક તક આપી રહી છે. રોકાણકાર સૉવરન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond) અંતર્ગત બજાર મૂલ્યોથી ઓછા ભાવે સોનું ખરીદી શકો છો. આ યોજના ફરીથી પાંચ દિવસ ((24 May to 28 May) માટે ખુલશે. આપને જણાવીએ કે, પહેલો હપ્તો 17 મેથી 21 મે સુધી સબ્સક્રિપ્શન માટે ખુલી હતી અને હવે બીજા હપ્તા માટે સરકારે ભાવ નક્કી કરી દીધા છે. એટલે બીજા હપ્તાનો સોમવારે (24 May 2021) પહેલો દિવસ છે.

  સૉવરન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond)ના બીજા હપ્તા માટે 4,842 રુપિયા પ્રતિ ગ્રામ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ 24 મેથી 28 મે સુધી ખુલશે.આપને જણાવીએ કે, પહેલા હપ્તા માટે સબક્રિપ્શન મૂલ્ય 4777 રુપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યાં હતા. ગોલ્ડ બોન્ડને ઓનલાઇન ખરીદવા માટે પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે.  ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકો

  રોકાણકારો માટે રોકાણની ગોલ્ડન તક છે. ભારતમાં સોનાના રોકાણનાં વિકલ્પોમાં સૉવરેન ગોલ્ડ બોન્ડ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આને કેન્દ્ર સરકાર વતી આરબીઆઈ જાહેર કરે છે. આ બોન્ડ સ્કીમમાં એક નાંણાકીય વર્ષમાં એક વ્યક્તિ મહત્તમ 4 કિલોગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ઓછામાં ઓછું એક ગ્રામ હોવું જરૂરી છે.

  Taukte વાવાઝોડામાં ગુમ થયેલું બાર્જ પી-305 દરિયા કિનારેથી મળ્યું, લાપતા સભ્યોની તપાસ ચાલુ

  અહીંથી ખરીદી શકો છો

  મંત્રાલય મુજબ આ ગોલ્ડ બોન્ડ (Gold Bond) તમામ બેન્ક, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જ, એનએસઈ, બીએસઈના માધ્યમથી વેચવામાં આવે છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમ સરકારી બૉન્ડ સ્કિમ છે. જે ડિમેટમાં પરિવર્તન કરવામાં આવે છે. આની કિંમત ડૉલરમાં નક્કી થતી નથી પરંતુ સોનાના વજનના આધારે થાય છે. જો બૉન્ડ પાંચ ગ્રામનું હોય તો પાંચ ગ્રામ વજન સોનાની કિંમતમાં આંકવામાં આવે છે.

  આ સરકારી યોજનામાં મહિલાઓને મળે છે દર મહિને રૂ. 4000નો લાભ, જાણો યોજનાની તમામ વિગત  કેટલો ફાયદાકારક છે આ ગોલ્ડ બોન્ડ
  • મેચ્યોરિટી પર આ ટેક્સ ફ્રી હોય છે.
  • ભારત સરકાર દ્વારા સમર્થિત હોવાને કારણે ડિફોલ્ટનો ખતરો નથી હોતો.

  • ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ ગોલ્ડ બોન્ડને મેનેજ કરવાનું સરળ અને સલામત હોય છે.

  • આમાં પ્યોરિટીની કોઇ ઝંઝટ નથી હોતી અને કિંમતો સૌથી શુદ્ધ સોનાના આધાર પર નક્કી થાય છે.

  • આમાં એક્ઝિટનાં સરળ વિકલ્પ છે.

  • ગોલ્ડ બોન્ડ સામે લોનની સુવિધા મળે છે.

  Published by:Kaushal Pancholi
  First published:May 23, 2021, 07:57 IST

  ટૉપ ન્યૂઝ