Sovereign Gold Bond Scheme: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, સોવરિન ગોલ્ડ બોન્ડનો હાલમાં 10મો ઇશ્યૂ બહાર પડ્યો છે. જે 28મી ફેબ્રુઆરી 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને તે 4થી માર્ચ 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. યુક્રેન-રશિયાના તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થાય તેની પુરેપુરી શક્યતાઓ છે. સ્થાનિક બજારમાં તે 18 મહિનાની ઊંચી સપાટી પર છે. પીળી ધાતુમાં ભારે પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને 48 કલાકની અંદર તે નીચે પણ આવી ગયું હતું.
પરંતુ, નિષ્ણાંતોનું માનીયે તો, હજુ પણ ગોલ્ડનાં ભાવમાં તેજી જોવા મળી શકે છે. હાલમાં, ભારતમાં સોનાની છૂટક કિંમત ₹53,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે, જે સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કિંમત ₹51,090 પ્રતિ 10 ગ્રામથી લગભગ ₹2000 વધારે છે. વાસ્તવમાં, જેઓ ઓનલાઈન અરજી કરી રહ્યા છે અને ડિજિટલ ગેટવે દ્વારા ચૂકવણી કરી રહ્યા છે, તેઓએ માત્ર 10 ગ્રામ દીઠ ₹50,590 ચૂકવવા પડશે કારણ કે ડિજિટલ રીતે ચૂકવણી કરનારા ઓનલાઈન સબસ્ક્રાઈબર્સને ₹50 પ્રતિ ગ્રામ રિબેટ આપવામાં આવે છે. તેથી, સોવરિન ગોલ્ડ બોન્ડ ₹2000 થી ₹2400ના આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યાં છે અને બિડિંગ માટે હજુ બે દિવસ બાકી છે. આજનો અને આવતી કાલનો..
કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે, વ્યક્તિએ ભારત સરકાર (GoI)ની આ ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ. તેઓએ કહ્યું કે કોઈએ આ સુવર્ણ તક ગુમાવવી જોઈએ નહીં અને સાર્વભૌમ ગોલ્ડ બોન્ડની સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ.
SGB ક્યાં ખરીદવું? કોઇપણ વ્યક્તિ ડીજીટલી તેમજ અન્ય વિવિધ રીતે સોવરીન ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનું વેચાણ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો જેમ કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ડિજિટલ પદ્ધતિ પસંદ કરવા માટે, વ્યક્તિ સૂચિબદ્ધ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની વેબસાઇટ્સ દ્વારા અરજી કરી શકે છે.
SGB પરિપક્વતા બોન્ડને 1 ગ્રામના મૂળભૂત એકમ સાથે સોનાનાં ગ્રામનાં ગુણાંકમાં ગણવામાં આવે છે. એટલે કે તમે 1 ગ્રામ, 2 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ જેવાં ગુણાંકમાં સોનું ખરીદી અને વેંચી શકો છો. ન કે 1.35 ગ્રામ, 2.48 ગ્રામનાં અંકમાં તેને ખરીદવું વેંચવું શક્ય નથી. બોન્ડની મુદત 8 વર્ષની મુદત માટે હશે જેમાં 5મા વર્ષ પછી એક્ઝિટ વિકલ્પનો ઉપયોગ આગામી વ્યાજની ચુકવણીની તારીખો પર થશે.
રોકાણ મર્યાદા લઘુત્તમ પર્મિસેબલ રોકાણ 1 ગ્રામ સોનું છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ રોકાણની મર્યાદા વ્યક્તિઓ માટે 4 kg, HUF માટે 4 Kg અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 Kg પ્રતિ નાણાકીય વર્ષ છે.
" isDesktop="true" id="1185000" >
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર