Home /News /business /

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ટાટા ગ્રુપની આ કંપનીના શેર માટે BUY કોલ

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ટાટા ગ્રુપની આ કંપનીના શેર માટે BUY કોલ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio:નિષ્ણાતોનું કહેવું છે કે કરેક્શન પછી આ શેર ફરીથી ઓછી કિંમતે હાજર છે. આથી લાંબા સમય માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો આ શેરની ખરીદી કરી શકે છે.

    મુંબઈ: 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી (₹536.70) પર પહોંચ્યા બાદ ટાટા મોટર્સનો શેર (Tata Motors share) નફા વસૂલી (Profit booking)ના દબાણ હેઠળ છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio:)માં સામેલ આ શેરમાં 500 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બ્રેકડાઉન પછી કરેક્શન જોવા મળ્યું છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઑટો સેક્ટરની દિગ્ગજ કંપનીના બીજા ક્વાર્ટરના નબળા પરિણામ બાદ આવું થયું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટાટા મોટર્સ એક ક્વૉલિટી શેર છે. તાજેતરમાં કોવિડ-19 લૉકડાઉન અને દેશભરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધને પગલે તેનું પરિણામ નબળું જોવા મળ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે કરેક્શન પછી આ શેર ફરીથી ઓછી કિંમતે હાજર છે. આથી લાંબા સમય માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો આ શેરની ખરીદી કરી શકે છે.

    ઘટાડા પર ખરીદીની રણનીતિ

    Choice Brokingના કાર્યકારી નિર્દેશક સુમીત બગડિયાનું કહેવું છે કે, "રોકાણકારોએ અમુક ટ્રેડિંગ સેશન સુધી રાહ જોવી જોઈએ. કારણ કે આ શેરમાં હજુ વધારે નફા વસૂલી જોવા મળી શકે છે. ટાટા મોટર્સના શેરને 440 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ છે. અહીંથી સ્ટૉકમાં કોઈ ઘટાડો આવે છે તો તેને ખરીદી માટે સારી તક તરીકે જોવી જોઈએ. કોઈએ આ શેરની ખરીદી કરવી હોય તો 440 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 500 રૂપિયાના શોર્ટથી મીડિયમ ટર્મના ટાર્ગેટ માટે ખરીદી કરી શકે છે."

    રૂ. 430થી રૂ. 440ના સ્તર પર મજબૂત સપોર્ટ

    ShareIndiaના રવિસિંહે લૉંગ ટર્મ માટે રોકાણ કરવા માંગતા રોકાણકારોને થોડી વધુ રાહ જોવાની સલાહ આપતા કહ્યુ કે, "ટાટા મોટર્સનો શેર 536.70 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પરથી સ્વિંગ બાદ દબાણ હેઠળ છે. સ્ટૉકમાં ઘટાડા દરમિયાન દૈનિક ચાર્ટ પર સપોર્ટિંવ વોલ્યૂમ પણ જોવા મળ્યું છે, જેનો અર્થ છે કે શોર્ટ ટર્મમાં ઘટાડો શરૂ રહી શકે છે. આ શેર માટે 430 રૂપિયાથી 440 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. આ સ્તરની આસપાસ લૉંગ ટર્મ માટે આ શેરમાં ખરીદી કરી શકાય છે."

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

    મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક માટે ટાટા મોટર્સની શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,67,50,000 શેર અથવા 1.11 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખુલ્યો: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત 

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. પૈસા લગાવતા પહેલા નિષ્ણાતનો સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Rakesh jhunjhunwala, Share market, Stock tips, TATA

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन