Home /News /business /Earn Money: સરળતાથી Extra income મેળવવા 10 પદ્ધતિઓ, આજથી જ શરૂ કરો કામ

Earn Money: સરળતાથી Extra income મેળવવા 10 પદ્ધતિઓ, આજથી જ શરૂ કરો કામ

મોંઘવારીમાં આપણા ખર્ચાઓને (Expenses) પહોંચી વળવા માટે આપણે એકથી વધુ આવકના સ્ત્રોત (extra income source) વિશે વિચાર કરવો પડે તે સ્વાભાવિક બાબત છે (પ્રતિકાત્મક તસવીર)

business Tips - આજે અમે આપને એવા કેટલાક એવા આઈડિયા જણાવીશું જેની મદદથી તમે તમારી નોકરી કે બિઝનેસને અસર કર્યા વગર એકસ્ટ્રા કામ કરી કમાણી કરી શકશો

  બદલાતા સમયની સાથે હવે મોંઘવારીમાં પણ દિવસ-રાત સતત વધારો થતો જઈ રહ્યો છે. દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય ઘર વપરાશની વસ્તુઓથી લઈ સ્કૂલ બસની ફી, રિયલ એસ્ટેટ, વાહનો દરેક વસ્તુના ભાવ આકાશને આંબી રહ્યાં છે. એક તરફ મોંઘવારી (inflation) વધી રહી છે બીજી તરફ આપણી ઈન્કમ અને પગાર ( compensation)માં જોઈએ તેટલો વધારો થતો નથી. પરિણામે વધતી મોંઘવારીમાં આપણા ખર્ચાઓને (Expenses) પહોંચી વળવા માટે આપણે એકથી વધુ આવકના સ્ત્રોત (extra income source) વિશે વિચાર કરવો પડે તે સ્વાભાવિક બાબત છે. ત્યારે નોકરી (Job)કે બિઝનેસની (business)સાથે કઈ રીતે વધારાની ઈન્કમ (income)કરી શકાય તે સવાલ તમામના મગજમાં ચોક્કસથી ઉદ્ભવે છે. આજે અમે આપને એવા કેટલાક એવા આઈડિયા જણાવીશું જેની મદદથી તમે તમારી નોકરી કે બિઝનેસને અસર કર્યા વગર એકસ્ટ્રા કામ કરી કમાણી કરી શકશો.

  1. વર્ચ્યૂલ આસિસ્ટન્ટ

  આ એક સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફેશન છે. જે એન્ટરપ્રાઈઝ અને નાના બિઝનેસને આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. આ આસિસ્ટન્સ ટેક્નિકલ, ક્રિએટિવ અથવા મેનેજરિયલ પણ હોઈ શકે છે. આ જોબમાં ક્લાયન્ટ સાથે તેની જરૂરિયાતો પણ બદલાય છે. આ કામ કરવા માટે તમારી પાસે સારી મેનેજમેન્ટ સ્કિલ હોવી જરૂરી છે. આ સાથે જ તમારે ટાઈમ પણ મેનેજ કરવો જરૂરી છે. તમે કોઈ પણ સ્થળે રહીને પણ રિમોટલી આ કામ કરી સારી કમાણી કરી શકો છો.

  2. ટ્યૂશન

  શું તમને પણ અન્ય લોકોને ભણાવવામાં રસ છે? વધતી ટેક્નોલોજીની સાથે હવે શિક્ષણ પણ ઓનલાઈન જ બન્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા તેમના સમયને અનુકુળ હોય તે રીતે શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે. જો તમે એક ટ્રેઈન્ડ ટીચર છો અને કોઈ વિષયમાં એક્સપર્ટ છો તો આ તમારી માટે શ્રેષ્ઠ કામ છે. આ કામ તમને સારી કમાણી કરી આપશે. તમારા કામને પ્રમોટ કરી તમે સરળતાથી સારી કમાણી કરી શકો છો. ઓનલાઈનની સાથો સાથ તમે ઓફલાઈન પણ આ કામ કરી શકો છો.

  3. ઓનલાઈન ટેકનિકલ આસિસ્ટન્ટ

  શું તમને પણ ટેક્નોલોજી વિશે જાણકારી છે અને અગાઉ તમે ટેક્નિકલ સપોર્ટ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરી ચુક્યા છો! જો હાં. તો તમે ઓનલાઈન ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરી વધારાની આવક કરી શકો છો. તમે લોકોને ફોન વડે ગાઈડ કરી, ઘરે બેઠા જ તેમની ટેકનિકલ ડિફિકલ્ટા અને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તેમની મદદ કરી શકો છો. આ કામ કરવાના બદલામાં તમને સારી ઈન્કમ પણ મળશે.

  આ પણ વાંચો - આ રીતે ઘરની છત થકી કરો કમાણી, કામ આવે તેવા છે આ આઈડિયા

  4. રિમોટ કસ્ટમર સર્વિસ

  જો તમારી પાસે સ્ટ્રોન્ગ કમ્યૂનિકેશન સ્કિલ છે અને તમે એક કન્વિન્સીંગ ટોકર છો તો તમે કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટની વિવિધ જગ્યાઓ પર કામ કરી શકો છો. આજકાલ કેટલીક કંપનીઓ આ કામ માટે પરમેનેન્ટ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે છે. આવી કંપનીમાં તમે ઘરે બેઠા કામ કરી એક્સ્ટ્રા આવક કમાઈ શકો છો. આ કામ માટે તમારે હેડસેટ, કોમ્પ્યૂટર, ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે.

  5. વીડિયો એડિટીંગ

  આપણે રોજ અસંખ્ય ઓનલાઈન વીડિયો જોતા હોઈએ છીએ. આજકાલ લોકો યુ ટ્યૂબ પર વધુ વીડિયો બનાવતા થયા છે અને તેની એડિટીંગ અને ક્વાલિટી ઈમ્પ્રુવમેન્ટ માટે ખર્ચ પણ કરતા હોય છે. આવામાં જો તમે વીડિયો એડિટીંગ સૉફ્ટવેર વિશે જ્ઞાન અને આવડત ધરાવો છો, તો આ કામ કરી સરળતાથી તમે એક્સ્ટ્રા આવક કરી શકો છો.

  આ પણ વાંચો - દર મહિને કરો 12,500 રૂપિયાનું રોકાણ અને મેળવો 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર

  6. ફ્રિલાન્સિંગ

  આજકાલ એક્સ્ટ્રા ઈન્કમ માટે સૌથી પોપ્યુલર બનેલુ કામ એટલે ફ્રિલાન્સિંગ. અહીં તમારે લિમિટેડ ટાઈમ માટે ક્લાયન્ટને સર્વિસ આપી તે બદલ પૈસા લેવાના હોય છે. ફ્રિલાન્સર તરીકે તમે આર્ટિકલ લખી શકો છો, વેબસાઈટ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, વીડિયો એડિટિંગ વગેરે જેવા કામ કરી શકો છો. અહીં તમને તમારા કામ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવશે.

  7. બ્લોગિંગ

  જો તમે કોન્ટેન્ટ લખવા અને ક્રાફ્ટ કરવામાં મહારથ ધરાવો છો તો તમે બ્લોગિંગનું કામ કરી શકો છો. આમ તો બ્લોગ સેટઅપ કરવો અને તેમાં વાંચકો મેળવવા એ ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી છે. જોકે એક વખત સારો વાંચક વર્ગ મળી ગયા બાદ તમે સારી ઈન્કમ મેળવી શકો છો.

  8. ઈ-કોમર્સ પ્લેટફોર્મ

  આજકાલ લોકો ઓનલાઈન શોપિંગના શોખીન બન્યા છે. ટેક્નોલોજીના આ ટાઈમમાં ઈ કોમર્સ પ્લેટફોર્મની મદદથી તમે સારી કમાણી કરી શકો છો. જોકે અહીં તમારે વધુ કોમ્પિટીશનનો સામનો કરવો પડશે પણ ક્રિએટિવ આઈડિયાથી તમે સફળતા મેળવી શકો છો.

  9. હોમ બેકર

  શું તમને પણ બેકિંગ કરવું ગમે છે? જો હા તો તમે ઘરે બેઠા બેકરનું કામ શરૂ કરી શકો છો. તમારી ગમતી અને એક્સપર્ટીઝ ધરાવતી રેસિપી સાથે તમે આની શરૂઆત કરી શકો છો અને ગ્રાહકો મેળવ્યા પછી આ કામથી સારી કમાણી કરી શકાય છે.

  10. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા કમાણી

  આપણે દિવસ દરમ્યાન એક મોટો સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં વિતાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર સ્પોન્સર્ડ આર્ટિકલ, એફિલિએટ માર્કેટિંગ, પેજ મેકિંગ વગેરેની મદદથી તમે સારી કમાણી પણ કરી શકો છો. આ સાથે જ પેઈડ એડવર્ટાઈઝ પણ તમને સોશિયલ મીડિયા પર કમાણી કરાવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Business, Business Tips, Job

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन