ભારતે મુસ્લિમ દેશમાં નોંધાવી મોટી સિદ્ધિ, PM મોદીએ UAEમાં લોન્ચ કર્યુ રુપે કાર્ડ

News18 Gujarati
Updated: August 24, 2019, 4:13 PM IST
ભારતે મુસ્લિમ દેશમાં નોંધાવી મોટી સિદ્ધિ,  PM મોદીએ UAEમાં લોન્ચ કર્યુ રુપે કાર્ડ
PM મોદીએ UAEમાં લોન્ચ કર્યુ રુપે કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અબુધાબીમાં રૂપે કાર્ડનું લોકાર્પણ કર્યું હતું. ઇલેક્ટ્રોનિક ચુકવણીની ભારતીય સ્વદેશી પ્રણાલી રજૂ કરનાર યુએઇ પ્રથમ દેશ બન્યો છે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુધાબીમાં રૂપે કાર્ડનું લોકાર્પણ કર્યું . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના માર્કેટમાં રૂપે કાર્ડ ઓફર રજૂ કર્યું જેનાથી ત્યાની અનેક દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓમાં ખરીદી શકાય છે.  ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રુપે કાર્ડ્સની સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી, જેનાથી ભારત અને યુએઈની અર્થવ્યવસ્થા એક બીજાની નજીક આવતી જોવા મળી."યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સિંહ સૂરીએ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, યુએઈ આ ક્ષેત્રમાં સૌથી મોટું અને આકર્ષક વ્યવસાયિક કેન્દ્ર છે. આ વિસ્તારમાં વસતા ભારતીય સમુદાયના મોટાભાગના લોકો (યુએઈમાં) રહે છે, મોટાભાગના ભારતીય પર્યટક અહીં આવે છે અને આ મોટાભાગનો વેપાર ભારત સાથે છે. આ ક્ષેત્ર રુપે કાર્ડ સ્વીકારવા માટેનો પ્રથમ દેશ બનવાની સાથે, અમે આશા રાખીએ છીએ કે આનાથી પર્યટન, વ્યવસાય અને ભારતીય સમુદાયને ફાયદો થશે.રુપે કાર્ડ શું છે તે જાણોરૂપે કાર્ડ એટીએમ અથવા ડેબિટ કાર્ડ જેવું છે. તે વિઝા અને માસ્ટરકાર્ડ કાર્યોની જેમ જ કાર્ય કરે છે. આ કાર્ડની મદદથી તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. આ ઉપરાંત ઓનલાઇન શોપિંગ અને પેમેન્ટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. તેની સૌથી અગત્યની બાબત એ છે કે અન્ય કાર્ડની તુલનામાં તેની પ્રોસેસિંગ ફી ઘણી ઓછી હોય છે. પહેલાં આ કાર્ડ મુખ્યત્વે ભારતમાં વ્યવહારો કરવામાં મદદ કરતું હતું પરંતુ હવે આ કાર્ડ યુએઈ, ભુતાન અને સિંગાપોર જેવા દેશોમાં પણ કામ કરશે.
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर