નોકરીની ચિંતા છોડીને Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે મોટી કમાણી

નોકરીની ચિંતા છોડીને Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે મોટી કમાણી
ફાઇલ તસવીર

જો તમે કોઈ નવા બિઝનેસની શોધમાં છો તો નવા વર્ષે તમે અમૂલ સાથે જોડાઈ શકો છો. અહીં તમે પ્રથમ દિવસથી જ મોટી કમાણી કરી શકો છો.

 • Share this:
  નવી દિલ્હી: જો તમે નોકરીની શોધમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ (Business) વિશે જણાવી રહ્યા છીએ જે શરૂ કરીને તમે પ્રથમ દિવસથી જ મોટી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટ (Dairy product) બનાવતી અમૂલ (Amul) કંપની સાથે બિઝનેસ કરવાનો મોટી તક છે. અમૂલ નવા વર્ષમાં પણ પોતાની ફ્રેન્ચાઇઝી ઑફર (Amul Franchise Business Opportunity) કરી રહી છે. જેનાથી નાના રોકાણમાં મહિને એક નિશ્ચિત કમાણી કરી શકાય છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી એ ફાયદાનો સોદો છે. જેમાં નુકસાન ન થવા બરાબર છે.

  બે લાખ રૂપિયામાં શરૂ કરી શકો છો બિઝનેસ  અમૂલ કોઈ જ રૉયલ્ટી કે પછી પ્રૉફિટ શેરિંગ વગર જ ફ્રેન્ચાઇઝી આપી રહી છે. એટલું જ નહીં, અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ વધારે નથી. તમે બે લાખ રૂપિયાથી લઈને છ લાખ રૂપિયાનો ખર્ચ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસ શરૂ કરતાની સાથે જ સારો એવો નફો કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝીના માધ્યમથી દર મહિને આશરે 5થી 10 લાખ રૂપિયાનો વેપાર થઈ શકે છે. જોકે, તમે કઈ જગ્યાએ બિઝનેસ શરૂ કરો છો તેના પર આ વાત આધાર રાખે છે.

  અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઑફર કરે છે. પ્રથમ અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો તમે પ્રથમ પ્રકારની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માંગો છો તો તમારે બે લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી માટે પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. આ માટે નૉન રિફન્ડેબલ સિક્યોરિટી લેખે 25 હજારથી 50 હજાર રૂપિયા આપવા પડશે.

  2021ના વર્ષમાં આ દિવસોમાં બેંકો રહેશે બંધ- જાણી લો આખી યાદી  કમિશન કેટલું મળે છે?

  અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલની વિવિધ પ્રોડક્ટ્સ પર મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MRP પર કમિશન આપે છે. જેમાં દૂધની એક થેલી પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ પર 10 ટકા અને આઇસક્રીમ પર 20 ટકા કમિશન આપે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેઝ્ડ આઇસક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હૉટ ચૉકલેટ ડ્રિંગ પર 50 ટકા કમિશન મળે છે. જ્યારે પ્રી-પેક્ડ આઇસક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ પર કંપની 10 ટકા કમિશન આપે છે.

  આ પણ વાંચો: બચત ખાતા પર આ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ, આ બેંક આપે છે સૌથી ઓછું વ્યાજ

  આટલી જગ્યાની જરૂર પડશે

  જો તમે અમૂલ પાર્લર શરૂ કરવા માંગો છો તો આ માટે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. જ્યારે અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓછામાં ઓછી 300 વર્ગ ફૂટની જગ્યા જરૂરી છે.

  અરજી કેવી રીતે કરશો

  જો તમે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો તો તમે retail@amul.coop પર ઈ-મેલ કરી શકો છો. આ ઉપરાંત તમે આ લીંક (http://amul.com/m/amul-scooping-parlours) પર પણ જાણકારી મેળવી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:January 02, 2021, 08:03 am

  ટૉપ ન્યૂઝ