માત્ર બે લાખ રૂપિયા લગાવીને દર મહિને રૂ.50,000 સુધી કરો કમાણી

News18 Gujarati
Updated: October 12, 2019, 9:24 PM IST
માત્ર બે લાખ રૂપિયા લગાવીને દર મહિને રૂ.50,000 સુધી કરો કમાણી
પ્રતિકાત્મક તસવીર

આ બિઝનેસને શરુ કરવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયા લગાવવા પડશે. બાકીના પૈસા માટે સરકાર મદદ કરશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતોના (Tomato Price) ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે સામાન્ય જનતા બેહાલ થઇ છે. દેશમાં અનેક ભાગમાં ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિકોલને પાર પહોંચ્યા છે. ટામેટાની વધતી કિંમતોને કંટ્રોલ કરવા માટે સરકારે (Government of India)અનેક પગલાં ભવાનું પ્લાનિંગ કરી રહી છે. ઉપભોક્તા મંત્રાલયે (Consumer Ministry)આ સમસ્યાનો નાયાબ સમાધાન કાઢ્યું છે. મંત્રાલયે ટામેટાની પ્યુરી વેચવાનો (Tomato Puree) નિર્ણય કર્યો છે. જો તમે ઓછા રોકાણમાં સારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અમે તમને આવા જ બિઝનેસ વિશે જણાવીશું. આ બિઝનેસને શરુ કરવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયા લગાવવા પડશે. બાકીના પૈસા માટે સરકાર મદદ કરશે.

આ બિઝનેસ તમે કેવી રીતે શરૂ કરશો?

1- ટામેટાનો સૉસ બનાવવાનો બિઝનેસઃ- ટોમેટો સૉસની માંગ દરેક સમયે મોટાભાગે ઘરો અને હોટલ-રૅસ્ટોરન્ટમાં રહે છે. આજકાલ માર્કેટમાં અનેક બ્રાન્ડ અને પૉપ્યુલર બ્રાન્ડની સાથે અનેક લોકલ બ્રાન્ડ પણ હાજર છે. જો લોકલ બ્રાન્ડની ક્વૉલિટી સારી હોય તો માંગ વધે છે. આવી સ્થિતિમાં આ બિઝનેસ શરૂ કરવો એ સારો આઇડિયા સાબિત થશે.

આ પણ વાંચોઃ-ATM અને ઑનલાઇન ટ્રાન્જેક્શન કરનાર માટે આ છે Good News

2- સરકાર પાસેથી મળશે મદદઃ- જો તમારી બિઝનેસમાં લગાવવા માટે 1.95 લાખ રૂપિયા છે તો ટર્મ લોન 1.50 લાખ રૂપિયા હશે. વર્કિંગ કેપિટલ લૉન 4.36 લાખ રૂપિયા હશે. આ લૉન મુદ્રા યોજના અંતર્ગત દરેક બેન્કોમાંથી આસાનીથી થઇ જશે.

3- ટોટલ ખર્ચ અને નફોઃ- જો તમે ટોમેટો કેચપનો બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો 7,82 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ફિક્સ્ડ કેપિટલ 2 લાખ રૂપિયા (આમાં દરેક પ્રકારની મશીનરી અને ઇક્યૂપમેન્ટનો ખર્ચ સામેલ છે.)આ પણ વાંચોઃ-સરકાર ખેડૂતોને મોટી ગિફ્ટ આપવા જઇ રહી છે, કમાણી વધવાની સાથે આ લાભ મળશે

4- વર્કિંગકેપિટલઃ- 5.82 લાખ રૂપિયા (આમાં ટામેટા, રૉ મટેરિયલ, ઇન્ગ્રેડિએન્ટ, કામ કરનારાઓનો પગાર, પેકિંગ, ટેલિફોન, રેન્ટ વગેરેનો ખર્ચનો સમાવેશ છે) 7.82 લાખ રૂપિયાનું રોકાણનું એસ્ટીમેન્ટ છે. આને ધ્યાનમાં રાખીને વાર્ષીય ટર્નઓવર 28.80 લાખ રૂપિયા હોઇ શકે છે.

5- કોસ્ટ ઓફ પ્રોડક્શનઃ- 24.22 લાખ રૂપિયા વાર્ષીક, નેટ પ્રોફિટ 4.58 લાખ રૂપિયા વાર્ષીક, મહિનાનો પ્રોફિટ આશરે 40,000 રૂપિયા

આ પણ વાંચોઃ-SBIના ગ્રાહકોને 'ડબલ ફટકો', હવે લૉન લેવા પર આટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી

6- કેવી રીતે મળશે લૉનઃ- મુદ્રા યોજના અંતર્ગત લૉન માટે તમારે સરકાર કે બેન્કની શાખાઓમાં આવેદન આપવાનું રહેશે. જો તમે પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો તો તમારે મકાન માટે માલિકી હક કે પછી ભાડા કરાર, કામ સાથે સંકળાયેલી જાણકારી, આધાર, પાન નંબર સહિત અનેક અન્ય દસ્તાવેજો આપવાના રહેશે. બેન્ક મેનેજર વેરિફિકેશન બાદ લોૉન મંજૂર કરે છે.

7- કેવી રીતે કરશો અરજીઃ- આના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઇપણ બેન્કમાં અરજી કરી શકો છો. આના માટે તમારે ફોર્મ ભવાનું રહેશે. જેમાં ડિટેલ આપવાની રહેશે. નામ, ઠેકાણું, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, અત્યારની આવક અને કેટલી લૉન જોઇએ છે. આમાં કોઇજ પ્રકારની પ્રોસેસિંગ ફી અથવા તો ગેરેન્ટી ફી પણ આપવાની નથી હોતી.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading