દર મહિને કમાવવા માંગો છો 1 લાખ રૂપિયા તો શરૂ કરો આ બિઝનેસ

News18 Gujarati
Updated: July 4, 2019, 5:26 PM IST
દર મહિને કમાવવા માંગો છો 1 લાખ રૂપિયા તો શરૂ કરો આ બિઝનેસ
પ્રતિકાત્મક તસવીર

રેગ્યુલર કમાણી માટે જો તમે કોઈ બિઝનેસ શોધી રહ્યા હોય તો, લેયર બર્ડ ફાર્મિંગ પણ સારો વિકલ્પ છે

  • Share this:
રેગ્યુલર કમાણી માટે જો તમે કોઈ બિઝનેસ શોધી રહ્યા હોય તો, લેયર બર્ડ ફાર્મિંગ પણ સારો વિકલ્પ છે. લેયર બર્ડ ફાર્મિંગનો આશય ઈંડા માટે મુર્ગી પાલનનો છે. જો તમે નાના સ્તરે એટલે કે, 1500 મુર્ગીઓ સાથે પણ લેયર ફાર્મિંગની શરૂઆત કરો છો તો તમે 50 હજારથી 1 લાખ દર મહિને કમાણી કરી શકો છો. તેના માટે શરૂઆતમાં તમારે 7થી 9 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પરંતુ જો સારી રીતે પ્રશિક્ષણ લઈ ફાર્મિંગ શરૂ કરો છો તો, આ રકમ પહેલા એક વર્ષમાં જ પાછી મળી જશે અને પછી સારો ફાયદો મળશે.

5-6 લાખ રૂપિયા આવશે ખર્ચ
સૌથી પહેલા જગ્યા, પિંજરૂ અને ઈક્વીપમેન્ટ પર ખર્ચ લગભગ 5થી 6 લાખ રૂપિયા આવશે. 1500 મરઘીઓના ટાર્ગેટથી કામ શરૂ કરવું છે તો, 10 ટકા વધારે બચ્ચા ખરીદો. અસમય બીમારીના કારણે મરઘીઓ મરવાનો ખતરો હોય છે.

મરઘીઓ ખરીદવાનો ખર્ચ 50 હજાર રૂપિયા
એક લેયર પેરેન્ટ બર્થની કોસ્ટ લગભગ 30થી 35 રૂપિયા થાય છે. એટલે કે મરઘીઓ ખરીદવા માટે 50 હજાર રૂપિયાનો બજેટ રાખવું પડશે. હવે તેના પાલન માટે અલગ-અલગ પ્રકારનું ખાવાનું ખવડાવવું પડે છે, અને સાથે જ મેડિકેશન પર પણ ખર્ચ કરવો પડે છે.

20 અઠવાડીયાનો ખર્ચ 3-4 લાખ રૂપિયા
સળંગ 20 અઠવાડીયા સુધી મરઘીઓને ખવડાવવાનો ખર્ચ લગભગ 1થી 1.5 લાખ રૂપિયા. એક લેયર પેરેન્ટ્સ બર્ડ એક વર્ષમાં લગભગ 300 ઈંડા આપે છે. 20 અઠવાડીયા બાદ મરઘી ઈ્ંડા આપવાનું શરૂ કરી દે છે અને આખુ વર્ષ ઈંડા આપતી રહે છે. 20 અઠવાડીયા બાદ તેમનો ખાવા-પીવાનો ખર્ચ 3થી 4 લાખ રૂપિયા આવે છે.

વાર્ષીક 14 લાખ રૂપિયાની કમાણી
એવામાં 1500 મરઘીઓથી 290 ઈંડા પ્રતિ વર્ષની એવરેજે લગભગ 4,35,000 ઈંડા મળે છે. બર્બાદી બાદ પણ જો 4 લાખ ઈંડા વેંચો તો, એક ઈંડુ 3.5 રૂપિયાના દરે વેચાય છે. એટલે કે, વર્ષ ભરમાં માત્ર ઈંડા વેચીને 14 લાખ રૂપિયાની કમાણી થશે. કમાણી ભલે સારી હોય પરંતુ આ બિઝનેસમાં હાથ અજમાવ્યા પહેલા સારી રીતે ટ્રેનિંગ લેવી જરૂરી છે.
First published: July 4, 2019
વધુ વાંચો
अगली ख़बर