4 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, વાર્ષિક 6 લાખથી વધુ થશે કમાણી

News18 Gujarati
Updated: May 22, 2019, 9:33 AM IST
4 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, વાર્ષિક 6 લાખથી વધુ થશે કમાણી
4 લાખમાં શરૂ કરો આ બિઝનેસ

જો તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી મદદ કરી શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી મદદ કરી શકે છે. મુદ્રા યોજના દ્વારા તમે માત્ર લોન જ નહીં, પરંતુ બિઝનેસનો સંપૂર્ણ પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકો છો. આવામાં તમે નાના બિઝનેસ તરીકે સાબુની ફેક્ટરી શરૂ કરી શકો છો. સાબુની ડિમાન્ડ મોટા શહેરો અને ગામડાઓમાં પણ છે. માત્ર 4 લાખ રૂપિયામાં સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો.

80% સુધી મળી શકે છે લોન

આ પ્રકારના બિઝનેસને કરવામાં ઘણી સરળતા રહેશે. કેમ કે, તેની ડિટેઇલ રિપોર્ટ તમને પોતે સરકાર પ્રાપ્ત કરાવે છે. ઉપરાંત તમને 80 ટકા લોન પણ મળી શકે છે. લોન માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પણ જરૂર નથી. કેમ કે, તે સરકારે પહેલાં જ બનાવી લીધો છે. તમે તેનો જ ઉપયોગ કરી શકો છો.

દર મહિને 50 હજાર સુધી થશે કમાણી

કુલ સાત મહિનામાં તમે બધી ઔપચારિકતાઓ પૂરી કરી પ્રોડક્શન શરૂ કરી શકો છો. મુદ્રા સ્કીમના પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ પ્રમાણે, તમે એક વર્ષમાં લગભગ 4 લાખ કિલોનું પ્રોડક્શન કરી શકો છો. જેની કુલ વેલ્યુ લગભગ 47 લાખ રૂપિયા થશે. તમામ ખર્ચ કાઢ્યા બાદ વાર્ષિક 6 લાખ રૂપિયાનું પ્રોફિટ થશે.

Loading...

આ યુનિટ માટે 750 સ્કવેર ફૂટની જગ્યાની જરૂર પડશે. આમાં 500 સ્કવેર ફૂટ કવર્ડ અને બાકી અનકવર્ડ હશે. આમાં મશીનો સહિત કુલ 8 ઉપકરણો લાગશે. મશીનો અને તેને ફીટ કરવાનો ખર્ચ 1 લાખ રૂપિયા થશે. આ સમગ્ર સેટઅપ માટે કુલ ખર્ચ 15.30 લાખ રૂપિયા થશે. આમાં જગ્યા, મશીનરી, ત્રણ મહિનાની વર્કિંગ કેપિટલ સામેલ છે. આમાં તમારે માત્ર 3.82 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. કેમ કે, બાકીની લોન તમે બેંક પાસેથી લઇ શકો છો.

આ પણ વાંચો: દેશના સૌથી મોટા રોકાણકારે કહ્યું - NDAને મળશે 300 સીટો, પરંતુ...


અહીંથી મેળવો પ્રોજેક્ટ રિપોર્ટ


જો તમે આ બિઝનેસ શરૂ કરવા માગો છો તો તમને સમગ્ર માહિતી http://www.mudra.org.in/ પર મળી જશે. લોન તમને કોઇપણ સરકારી અથવા પ્રાઇવેટ બેંકમાંથી મળી જશે. મુદ્રા યોજના હેઠળ તમને કુલ પ્રોજેક્ટ કોસ્ટના 80 ટકા સુધી લોન મળી શકે છે.
First published: May 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...