માત્ર રૂ. 35 હજારમાં સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ! થશે લાખોની કમાણી

જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે બિઝનેસમાં લગાવવા માટે વધારે પૈસા નથી, તો નિરાશ થવાની જરૂર નથી. સરકાર બિઝનેસ કરતા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને તેમને નાણાકીય મદદ પણ આપી રહી છે.

News18 Gujarati
Updated: June 17, 2019, 5:42 PM IST
માત્ર રૂ. 35 હજારમાં સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ! થશે લાખોની કમાણી
જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે બિઝનેસમાં લગાવવા માટે વધારે પૈસા નથી, તો નિરાશ થવાની જરૂર નથી. સરકાર બિઝનેસ કરતા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને તેમને નાણાકીય મદદ પણ આપી રહી છે.
News18 Gujarati
Updated: June 17, 2019, 5:42 PM IST
જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે બિઝનેસમાં લગાવવા માટે વધારે પૈસા નથી, તો નિરાશ થવાની જરૂર નથી. સરકાર બિઝનેસ કરતા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને તેમને નાણાકીય મદદ પણ આપી રહી છે. તમે માત્ર 3.50 લાખ રૂપિયામાં રાઈસ પ્રોસેસિંગ યૂનિટ લગાવી શકો છો. જો તમારી પાસે એટલા પૈસા નથી તો, તમે 90 ટકા સુધી લોન સરકાર પાસેથી લઈ શકો છો. એટલે કે, તમારી પાસે 35 હજાર રૂપિયા છે તો, તમે આ યૂનિટ લગાવવાની યોજના પર કામ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ખાદી વિલેઝ ઈન્ડસ્ટ્રીઝ કમીશન આવા બિઝનેસને 90 ટકા ફાયનાન્સિયલ સપોર્ટ કરે છે, અને આવા વેપારીઓને બેન્કોના માધ્યમથી લોન આપવામાં આવે છે. આ બિઝનેસને રાઈસ મિલ પણ કહી શકાય છે, તેના પર કેટલુ ઈન્વેસ્ટમેન્ટ થશે અને તમે કેવી રીતે રાઈસ મિલ શરૂ કરી શકો છો. સાથે એ પણ જાણીશું કે તમને કેટલી લોન મળશે અને કેટલી ઈન્કમ થશે.

કેટલામાં શરૂ કરી શકાય રાઈસ પ્રોસેસિંગ યૂનિટ
ખાદી અને વિલેઝ ઈન્ડસ્ટ્રીઝ કમીશન તરફથી કેટલાએ પ્રોજેક્ટ્સનો પ્રોફાઈલ તૈયાર કર્યો છે. આ પ્રોફાઈલના આધાર પર તમે તમારા પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરી લોન માટે એપ્લાય કરી શકો છો. આ રિપોર્ટ અનુસાર, જો તમે રાઈસ મિલ પ્રોસેસિંગ યૂનિટ શરૂ કરવા માંગો છો તો તમારે લગભગ 1000 વર્ગ ફૂટના શેડની જરૂરત પડશે. જે તમે ભાડે લઈ શકો છો. ત્યારબાદ પેડી ક્લિનર વિદ ડસ્ટ બાઉલર, પૈડા સેપરેટર, પૈડી દિયૂસ્કર, રાઈસ પોલિશર, બ્રાન પ્રોસેસિંગ સિસ્ટમ, એસપ્રિરટર ખરીદવું પડશે. અનુમાન છે કે, આ બધા પર લગભગ 3 લાખ રૂપિયા ખર્ચ આવી શકે છે. આ સિવાય વર્કિંગ કેપિટલમાં લગભગ 50 હજાર રૂપિયા રાખવા પડશે. આ રીતે તમે 3.50 લાખમાં રાઈસ મિલ શરૂ કરી શકો છો.

મળશે 90 ટકા સપોર્ટ
જો તમે સરકાર પાસેથી ફાયનાન્સિયલ સપોર્ટ લેવા માંગો છો તો, તમે પ્રધાનમંત્રી ઈમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીઈજીપી) હેઠળ લોન માટે એપ્લાય કરી શકો છો. આ સ્કીમ હેઠળ 90 ટકા લોન આપવામાં આવે છે. લોન માટે ઓનલાઈન એપ્લાય પણ કરી શકાય છે. આ લિંક પર ક્લિક કરો - https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp

કેવી થશે કમાણી
Loading...

પ્રોજેક્ટ હેઠળ તમે લગભગ 370 ક્વિંટલ રાઈસની પ્રોસેસિંગ કરી શકો છો. તેની કોસ્ટ ઓફ પ્રોડક્શન લગભગ 4.45 લાખ રૂપિયા આવશે, જ્યારે તમે તમામ માલ વેચશો તો તમારી સેલ્સ લગભગ 5.54 લાખ રૂપિયા હશે. એટલે કે, તમે લગભગ 1.10 લાખ રૂપિયા કમાણી કરી શકો છો.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...