Home /News /business /

60 હજારમાં શરૂ કરો નવા જમાનાનો આ બિઝનેસ, દર મહિને થશે લાખોમાં કમાણી

60 હજારમાં શરૂ કરો નવા જમાનાનો આ બિઝનેસ, દર મહિને થશે લાખોમાં કમાણી

પ્રતિકાત્મક તસવીર

કંપની 60 હજાર રૂપિયામાં ડિલરશિપ અને 5.50 લાખ રૂપિયામાં ડિસ્ટ્રીબ્યૂટરશિપ આપી રહી છે

    ટેક્નોલોજી ઘણી ઝડપથી વધી રહી છે અને તેની સાથે લોકોની જરૂરત પણ વધી રહી છે. થોડા વર્ષ પહેલા સુધી આપે માત્ર ઘર વિશે વિચારતા હતા, પરંતુ હવે આપણે સ્માર્ટ હોમ વિશે વાચવા લાગ્યા છીએ. હોમ ઓટોમેશનનું બજાર ભારતમાં નવું છે અને તેમાં નવી કંપનીઓ એન્ટ્રીની સાથે બિઝનેસનો નવો અવસર પણ બની રહ્યો છે. ટેક્નોલોજીની આ દુનિયાના માધ્યમથી એક કંપની તમને થોડા જ રોકાણમાં સારૂ કમાવવાનો મોકો આપી રહી છે. તો જોઈએ શું છે બિઝનેસ મોડ્યૂલ.

    તમારા ઘરને સ્માર્ટ બનાવવા માટે મોટાભાગના લોકોને એ નથી ખબર હોતી કે શરૂઆતમાં શું ખરીદવું જોઈએ. લોકોની આ સમસ્યાના સમાધાન માટે હોમ ઓટોમેશનનો સ્ટાર્ટઅપ પોંગોહોમે આ ક્ષેત્રમાં પગ મુક્યો છે. કંપની ઘરને સ્માર્ટ હોમ બનાવવા માટેની તમામ સુવિધાઓ આપવાની સાથે લોકોને તેની સાથે જોડાઈ બિઝનેસ કરવાનો પણ મોકો આપી રહી છે. હાલમાં કંપનીની દેશભરમાં માત્ર 80 જેટલી ડિલરશિપ છે અને આસામ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં 12000થી વધારે ગ્રાહકો છે. જો તમે પણ બિઝનેસની શોધમાં છો તો આ કંપની સાથે જોડાઈ કામ કરી શકો છો. ડિલરશિપ લીધા બાદ તમારા શહેરમાં પણ બિઝનેસ શરૂ કરી શકો છો.

    આટલા ખર્ચમાં મળશે ડિલરશિપ - જે લોકો બિઝનેસ કરવા માંગે છે તેમની માટે શ્રેષ્ઠ અવસર છે. આ નવો બિઝનેસ મોડ્યૂલ છે, અને તેમાં વધારો થવાની ઘણી સંભાવના છે. કંપની 60 હજાર રૂપિયામાં ડિલરશિપ અને 5.50 લાખ રૂપિયામાં ડિસ્ટ્રીબ્યૂટરશિપ આપી રહી છે. કંપનીના ફાઉન્ડર મહાદેવ કુરહાડે અનુસાર, અમે નથી કોઈ ટારગેટ આપતા અને કોઈના પર પ્રતંબંધ લગાવતા પરંતુ માત્ર પૈસા કમાવવાનો અવસર આપીએ છીએ.

    કેટલી પ્રકારની છે પ્રોડક્ટ - કંપનીએ ત્રણ પ્રકારની પ્રોડક્ટ રજૂ કરી છે. હોમ ઓટોમેશન, એગ્રીકલ્ચર ઓટોમેશન અને સેન્સર્સ. હોમ ઓટોમેશન પ્રોડક્ટના માધ્યમથી તમે તમારા ઘરને સ્માર્ટ હોમ બનાવી શકો છો. જ્યારે એગ્રીકલ્ચર ઓટોમેશન દ્વારા ખેડૂત ઘર બેઠા મોબાઈલથી મોટર ઓન કરી ખેતરમાં પાણીની સિંચાઈ શરૂ કરી શકે છે. લેડ સોલ્યૂસન્સમાં ટ્યૂબ લાઈટ્સ, સિલિંગ પેનલ લાઈટ્સ, ડે નાઈટ સેન્સર લાઈટ્સ, સ્માર્ટ ટ્યૂબ લાઈટ્સનો વિકલ્પ છે.

    શું છે બિઝનેસ મોડ્યૂલ - કંપની તમારા ઘરને સ્માર્ટ હોમ બનાવે છે. કંપની ઘરની સ્વિચ બોર્ડમાં એક ઈક્વિપમેન્ટ ફિટ કરે છે. તેના દ્વારા તમે મોબાઈલથી રૂમની તમામ લાઈટ્સ ઓન અથવા ઓફ કરી શકો છો. સાથે જ રૂમના પંખાની સ્પીડને મોબાઈલ દ્વારા ધીમો કે તેજ કરી શકો છો. ડીલરશિપ લેનાર વ્યક્તિએ આ પ્રોડક્ટ્સ વેચવાની છે.

    કેવી રીતે થશે કમાણી - એક બેડરૂમ હોલ કિચનવાળા ઘરને સ્માર્ટ હોમ બનાવવા પર 10 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. જો માત્ર એક રૂમમાં જો લાઈટ અને પંખો કન્ટ્રોલ કરવો છે તો, તેના પર 3200 રૂપિયા ખર્ચ આવે છે. જો તમે મહિનામાં આવા 10થી 15 ગ્રાહક બનાવી લો છો તો, તમે સરળતાથી 30થી 40 હજાર રૂપિયા સુધી મહિને કમાણી કરી શકો છો. જો તમે તેની ડિલરશિપ માટે એપ્લાય કરો છો તો, કંપનીની વેબસાઈટ પર જઈ પાર્ટનર બનવા માટે સંપર્ક કરી શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business opportunity

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन