આખુ વર્ષ રહે છે બેકરી પ્રોડક્ટની ડિમાંડ, ફક્ત 90 હજારમાં શરૂ કરો બિઝનેસ

News18 Gujarati
Updated: June 10, 2019, 11:10 AM IST
આખુ વર્ષ રહે છે બેકરી પ્રોડક્ટની ડિમાંડ, ફક્ત 90 હજારમાં શરૂ કરો બિઝનેસ
બેકરી પ્રોડક્ટ્સનો વેપાર

બેકરી પ્રોડક્ટ અને સ્નેક્સની ડિમાન્ડ આખું વર્ષ બારેય મહિના રહે છે. તો આજે ચાલો વાત કરીએ કેક, બ્રેડ અને ચિપ્સ બનાવવાની મેન્યુફેક્ચરિંગ યૂનિટ વિશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બેકરી પ્રોડક્ટ અને સ્નેક્સની ડિમાંડ આખુ વર્ષ રહે છે. આજે આપણે જાણીશું કેક, બ્રેડ અને ચિપ્સ બનાવવાની મેન્યુફેક્ચરિંગ યૂનિટ વિશે. આ બિઝનેસને શરૂ કરવા માટે સરકારની મુદ્રા સ્કીમ હેઠળ આપને લોન પણ
સહેલાઇથી મળી જશે. આ બિઝનેસ માટે વર્કિંગ કેપિટલ આશરે 1.86 લાખ રૂપિયા લાગશે. જેમાં રો મટિરિયલ જેમ કે, લોટ, મેદો, બટાકા, દૂધ, ઘી, ખાંડ, યીસ્ટ, મીઠુ, ફ્લેવર પાવડર અને એડિબલ કલરની જરુર પડશે. આ તમામ પ્રોડક્ટ બજારમાં સહેલાઇથી મળી જાય છે.

90 હજાર રૂપિયામાં શરૂ કરો બિઝનેસ

વર્કિંગ કેપિટલમાં કામ કરનારાની સેલરી, પેકિંગ, ટેલિફોન, ભાડુ જેવાં ખર્ચા પણ શામલે છે. તે બાદ લાગશે ફિક્સ્ડ કેપિટલ જે આશરે 3.5 લાખ રૂપિયા હશે જેમાં મશીનરી અને ઇક્વિપમેન્ટનો ખર્ચો પણ શામેલ છે. એટલે કે કૂલ મેળવીને આ ખર્ચ 5.36 લાખ રૂપિયા પહોંચશે. આ બિઝનેસ માટે આપે ઓછામાં ઓછા 90 હજાર રૂપિયા પોતાનાં ખિસ્સામાંથી કાઢવા પડશે. બેંકથી 2.97 લાખ રૂપિયાની ટર્મ લોન અને 1.49 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન મળી શકે છે.

આ પણ વાંચો-LICમાં રોજ જમા કરાવો રૂ. 121, દીકરીનાં લગ્ન સમયે મળશે રૂ. 27 લાખ

આવી રીતે થશે કમાણીજો આપ દર મહિને 1.86 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલની સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરો તો વર્ષ દરમિયાન કુલ 20.38 લાખ રૂપિયાનું વેચાણ થશે. એટલું જ નહીં આ પ્રોડક્ટ તૈયાર તકરવામાં આપને વાર્ષિક 14.26 લાખ રૂપિયા મળશે. ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોનનું વાર્ષિક વ્યાજ આશરે 50 હજાર રૂપિયા સુધી ચુકવવાનું રહેશે. ઇનકમ ટેક્સ આશરે 13 હજાર રૂપિયા લાગશે અને અન્ય નાના મોટા ખર્ચા 70 હજાર રૂપિયા જેવા ગણી શકાય. એટલેકે વાર્ષિક નેટ પ્રોફિટ 4.60 લાખ રૂપિયા થશે એટલે કે દર મહિને 38,000 રૂપિયાની કમાણી થસે. વાર્ષિક 78 ટકા રિટર્નથી દોઢ વર્ષમાં આપનું સંપૂણ રોકાણ નીકળી જશે.

આ પણ વાંચો-2 લાખમાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, દર મહિને કમાશો રૂ. 30,000
First published: June 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading