Home /News /business /મોદી સરકારનો પ્લાન, હવે કરિયાણાની દુકાન, રેસ્ટોરન્ટ ખોલવું બનશે સરળ

મોદી સરકારનો પ્લાન, હવે કરિયાણાની દુકાન, રેસ્ટોરન્ટ ખોલવું બનશે સરળ

હાલમાં કિરાણા સ્ટોર ખોલવા માટે 28 પ્રકારની મંજૂરીની જરૂર પડે છે

હવે દેશમાં દુકાન અને રેસ્ટોરન્ટ ખોલવાનું સરળ બનશે. મોદી સરકાર તેના માટે જરૂરી મંજૂરીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહી છે

હવે દેશમાં દુકાન અને રેસ્ટોરન્ટ ખોલવાનું સરળ બનશે. મોદી સરકાર તેના માટે જરૂરી મંજૂરીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર કિરાણાની દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલવા માટેની મંજૂરીઓની સંખ્યા ઘટાડવાનો વિચાર કરી રહી છે. હાલમાં કિરાણા સ્ટોર ખોલવા માટે 28 મંજૂરી જરૂરી છે. તેને ઓછી કરવા માટે સરકાર સિંગલ વિન્ડો સિસ્ટમ જેવા વિકલ્પ શોધ રહી છે.

હાલના સમયમાં એક કિરાણા સ્ટોર ખોલવા માટે 28 ક્લિયરન્સની જરૂર હોય છે. જેમાં જીએસટી રજીસ્ટ્રેશનથી લઈ શોપ્ડ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ લાયસન્સ લેવાની સાથે-સાથે વેટ એન્ડ મેજર ડિપાર્ટમેન્ટ પાસેથી કિટનાશક અને બીજી વસ્તુઓ માટે મંજૂરી લેવી પડે છે.

એક રેસ્ટોરન્ટ ખોલવા માટે 17 મંજૂરી જરૂરી
એક ઢાબા કે રેસ્ટોરન્ટ ખોલવા માટે લગભગ 17 મંજૂરીની જરૂરત હોય છે. જેમાં ફાયર માટે એનઓસી, નગર નિગમ પાસે ક્લિયરન્સ અને મ્યુઝિક પ્લે કરવા માટે લાયસન્સની જરૂરત હોય છે. આ સિવાય ફૂડ રેગ્યૂલેટર FSSAI અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી પણ ક્લિયરન્સની જરૂરત પડે છે. જ્યારે ચીન અને સિંગાપુર જેવા દેશોમાં રેસ્ટોરન્ટ ખોલવા માટે માત્ર 4 ક્લિયરન્સની જરૂર પડે છે.

લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા ખતમ કરવા પર પણ વિચાર
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રિટેલ ટ્રેડ (DPIIT) લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા ખતમ કરવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. આવુ કરવાથી નાના વેપારીઓને તેમની દુકાનો અને રેસ્ટોરન્ટ ચલાવવામાં મદદ મળશે. જેથી તેમણે વારંવાર સરકારી કાર્યાલયોમાં ઈન્સપેક્ટર્સ પાસે ચક્કર નહીં લગાવવા પડે.
First published:

Tags: Business opportunity, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો