Earn Money: 2 લાખ રૂપિયામાં Amul સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે 5 લાખ રૂપિયાથી વધુનો નફો

અમૂલ સાથે શરુ કરો પોતાનો કારોબાર.

Amul Business Opportunity: અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો, નુકસાન થવાની સંભાવના નહિવત

  • Share this:
નવી દિલ્હી. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો અમે તમને અહીં એક બિઝનેસ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે પહેલા જ દિવસથી સારી કમાણી (How to Earn Money) કરી શકો છો. આ બિઝનેસ ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products Business) બનાવતી કંપની અમૂલ (Amul Business Opportunity) સાથેનો છે. અમૂલ (Amul) નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. જેના દ્વારા તમે ઓછા રોકાણ થકી સારી કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી (Amul Franchise) લેવી એ ફાયદાનો સોદો છે. જેમાં નુકસાન થવાની સંભાવના નહિવત છે.

2 લાખથી શરૂ કરી શકો છો બિઝનેસ

તમને જણાવી દઈએ કે અમૂલ કોઈપણ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વિના ફ્રેન્ચાઇઝી શેર કરે છે. તેમજ અમૂલની ફ્રેન્ચાઇઝી (Amul Franchise Investment) લેવાનો ખર્ચ પણ વધુ નથી. તમે 2 લાખથી લઈને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને પોતાનો કારોબાર શરુ કરી શકો છો. વ્યવસાય શરુ કર્યાના થોડા જ સમયમાં તમે સારો નફો કમાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, ફ્રેન્ચાઇઝી દ્વારા તમે દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જોકે, આ બાબત તમારા વ્યવસાયના સ્થળ પર પણ નિર્ભર કરે છે.

ફ્રેન્ચાઇઝી લેવાની પ્રોસેસ

અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. જેમાં પ્રથમ છે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિયોસ્ક ફ્રેન્ચાઇઝી અને બીજી છે અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો તમે પ્રથમ પ્રકારની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો, તેમાં તમારે 5 લાખનું રોકાણ કરવાનું રહેશે. જેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા આપવા પડશે.

અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો, નુકસાન થવાની સંભાવના નહિવત છે.


આ પણ વાંચો, Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં તેજી, ફટાફટ ચેક કરો કેટલું મોંઘું થયું ગોલ્ડ

જાણો કેટલું મળે છે કમિશન

અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સની મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MRP પર કમિશન આપે છે. જેમાં એક દૂધના પાઉચ પર 2.5 ટકા, દૂધની પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળે છે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસીપી આધારિત આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. જ્યારે કંપની પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ્સ પર 10 ટકા કમિશન આપે છે.

આટલી જગ્યાની પડશે જરૂર

જો તમે અમૂલ આઉટલેટ લો છો, તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જ્યારે અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 300 ચો. ફૂટ જગ્યા હોવી જરૂરી છે.

આ પણ વાંચો, Indian Railways: આ ટ્રેન દ્વારા મુસાફરી કરવા પર મહિલા યાત્રીઓને મળશે કેશબેક, જાણો કેટલો મળશે લાભ

આ રીતે કરો અપ્લાય

જો તમે ફ્રેન્ચાઇઝી માટે અપ્લાય કરવા માંગો છો તો તમારે સૌપ્રથમ retail@amul.coop પર મેઈલ કરવાનો રહેશે. આ ઉપરાંત અહીં આપેલી લિંક http://amul.com/m/amul-scooping-parlours પર જઈને પણ જાણકારી મેળવી શકો છો.
Published by:Mrunal Bhojak
First published: