માત્ર 1.50 લાખથી શરૂ કરો સોયા મિલ્ક બિઝનેસ, દર મહિને થશે આટલી કમાણી

માત્ર 1.50 લાખથી શરૂ કરો સોયા મિલ્ક બિઝનેસ

આ પ્રોગ્રામ હેઠળ યુવાનોને સોયા મિલ્ક મેકિંગની સાથે-સાથે તેનું બિઝનેસ શરૂ કરવા અને માર્કેટિંગની ટ્રેનિંગ પણ અપાશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC)એ વર્ષ 2018-19ના ઇન્ક્યુબેશન પ્રોગ્રામમાં સોયા મિલ્ક મેકિંગને પણ સામેલ કર્યું છે. આ પ્રોગ્રામ હેઠળ યુવાનોને સોયા મિલ્ક મેકિંગની સાથે-સાથે તેનું બિઝનેસ શરૂ કરવા અને માર્કેટિંગની ટ્રેનિંગ પણ અપાશે. આટલું જ નહીં, સરકારની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) હેઠળ 90 ટકા સુધી લોન પણ મળશે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે માત્ર એક લાખ રૂપિયા હોય તો તમે મિલ્ક મેકિંગ યુનિટ શરૂ કરી શકો છો.

  પ્રોડક્શન કોસ્ટ

  NSICની એક પ્રોજેક્ટ રિપોર્ટમાં સોયા મિલ્ક મેકિંગ યુનિટની કુલ કોસ્ટ 11 લાખ રૂપિયા છે. આ પ્રોજેક્ટ રિપોર્ટના આધારે બેંકમાંથી મુદ્રા લોન લઇ શકાય છે. બેંક તમને 80 ટકા લોન આપી રહી છે અને તમારે લગભગ 1.50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.

  NSIC આપશે ટ્રેનિંગ

  દેશમાં જુદી-જુદી જગ્યાએ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) ટેક્નિકલ સર્વિસ સેન્ટર શરૂ કર્યા છે. આ સેન્ટરમાંથી તમને ઘણા પ્રકારના બિઝનેસની સાથે-સાથે ઓરિએન્ટેડ કોર્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં તમને સોયા મિલ્ક મેકિંગની સંપૂર્ણ ટ્રેનિંગ મળશે. સાથે જ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (EDP) હેઠળ બિઝનેસ શરૂ કરવાથી લઇને બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગની પણ ટ્રેનિંગ મળશે.

  કેટલી જગ્યા જરૂરી

  NSICના રિપોર્ટ પ્રમાણે, સોયા મિલ્કના નાના યુનિટ માટે 100 વર્ગ મીટરની જગ્યા જરૂરી છે. આમાં કવર્ડ એરિયા માત્ર 75 વર્ગ મીટરની જરૂર પડે છે. જગ્યાને ભાડા પર લઇ શકાય છે.

  મશીનરીમાં રોકાણ

  આના માટે મશીનરી અને ઇક્વિપમેન્ટ તરીકે એક ગ્રાઇન્ડર, કુકર, વાયલર, મેકેનિકલ ફિલ્ટર પ્રેસ, ટોપો બોક્સ, સોકિંગ ટેંકની જરૂર પડશે.

  આ પણ વાંચો: હોળી પર ટ્રેનની ટિકિટ ન મળતાં ચિંતા ન કરો, હજુ પણ બુક કરી શકો છો કન્ફર્મ ટિકિટ

  પ્રોડક્શન પ્રોસેસ

  સોયાબીનથી ત્રણ ગણા નોર્મલ પાણીમાં સોયાબીન સીડને 4થી 6 કલાક ગરમ તાપમાનમાં ડબ્બામાં પલાળવા પડશે. તે પછી 8થી 12 કલાક સુધી ઠંડા તાપમાનમાં રાખો. પછી પલળેલા સોયાબીનને એક ગ્રાઇન્ડર અને કુકિંગ મશીનમાં રાખો અને તેને 120 ડિગ્રી તાપમાને 10 મિનિટ સુધી રાખો. આ પછી તમે આઉટલેટ વાલને ખોલીને દૂધને પેક કરી શકો છો.

  કેટલી થશે કમાણી

  આ સેટઅપ દ્વારા તમે 1,75,000 લીટર સોયા મિલ્ક બનાવી શકો છો. જે 30 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. આમાં 50 લાખ રૂપિયા સુધીની કમાણી થશે. એટલે કે તમામ ખર્ચ બાદ તમે સારી એવી કમાણી કરી શકો છો. આ અંગે સંપૂર્ણ માહિતી તમે આ લિંક http://www.nsic.co.in/NTSC/Main.aspx પર ક્લિક કરીને મેળવી શકો છો.
  Published by:Azhar Patangwala
  First published: