ઓછા ખર્ચમાં શાનદાર બિઝનેસ, વર્ષે થઈ શકે છે 8 લાખની કમાણી

પ્રતિકાત્મક તસવીર

સસલા પાલન ફાયદાકારક છે કેમ કે, બજારમાં સસલાના માંસની કિંમત સારી મળે છે. આ બિઝનેસથી વર્ષે 8 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે

  • Share this:
    જો તમે ઓછા રોકાણમાં શાનદાર બિઝનેસ શરૂ કરવાનો આઈડીયા શોધી રહ્યા હોય તો, આજે અમે તમને એક અનોખો બિઝનેસ આઈડીયા બતાવીશું. તમે લગભગ 4 લાખ રૂપિયાના રોકાણમાં સસલા પાલનની શરૂઆત કરી શકો છો. સસલા પાલન ફાયદાકારક છે કેમ કે, બજારમાં સસલાના માંસની કિંમત સારી મળે છે. આ બિઝનેસથી વર્ષે 8 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. સસલાનું માંસ અને તેના વાળથી બનતા ઉન માટે સસલા પાલન કરવામાં આવે છે. અમે તમને નાના પાયે કેવી રીતે તેનો બિઝનેસ કરી શકાય તે વિશે જાણકારી આપીશું.

    4 લાખ રૂપિયા આવશે ખર્ચ
    સસલા પાલનના આ બિઝનેસને યૂનિટમાં વહેંચવામાં આવ્યો છે. એક યૂનિટમાં સાત માદા અને ત્રણ નર સસલા હોય છે. માની લો કે, સસલા ફાર્મિંગ માટે શરૂઆતના સ્તર પર 10 યૂનિટનો ખર્ચ રાખીએ તો લગભગ 4 લાખ થાય. આમાં ટિન શેડ લગભગ 1થી 1.50 લાખ રૂપિયા, પિંજરા 1થી 1.25 લાખ, સસલાને ખાવાનો ચારો અને આ યૂનિટ્સ પર લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ સામેલ છે.

    નર અને માદા સસલું લગભગ 6 મહિના બાદ બ્રિડિંગ માટે તૈયાર થઈ જાય છે. એક માદા સસલું એક વખતમાં 6થી 7 બચ્ચાને જન્મ આપે છે. માદા સસલાનો પ્રેગનેનન્સી પ્રિયડ 30 દિવસનો હોય છે, અને તેના અગામી 45 દિવસમાં બચ્ચા લગભગ 2 કિગ્રાના થયા બાદ વેચવા માટે તૈયાર થઈ જાય છે.



    આવી રીતે થશે કમાણી
    એક માદા સસલું એવરેજ 5 બચ્ચાને જન્મ આપે તો આ રીતે 45 દિવસમાં 10 યૂનિટમાં 350 બચ્ચા તૈયાર થાય. આમાં 6 મહિનાની રાહ જોવાની પણ જરૂરત નથી. 10 યૂનિટ સસલાથી 45 દિવસમાં તૈયાર થયેલા બચ્ચા લગભગ 2 લાખમાં વેચાય છે. તેને ફાર્મ બ્રિડિંગ, મીટ અને ઉન વ્યવસાય માટે વેચી શકાય છે અને એક માદા સસલુ વર્ષમાં ઓછામાં ઓછા સાત વખત બચ્ચાને જન્મ આપે છે. પરંતુ, મોર્ટેલિટી, બીમારી આ બધાને દ્યાનમાં રાખીએ તો એવરેજ 5 પ્રેગનન્સી પીરીયડ માનીને ચાલીએ તો વર્ષમાં 10 લાખ રૂપિયાના સસલા આરામથી વેચાઈ શકે છે. જ્યારે ચારા પર ખર્ચ 2થી 3 લાખ રૂપિયા માનીએ તો, 7 લાક રૂપિયા નેટ પ્રોફિટ કમાઈ શકાય છે. જોકે, શરૂઆતના વર્ષમાં કુલ 4.50 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટને નીકાળી દઈએ તો પણ પ્રથમ વર્ષે 3 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે.
    Published by:kiran mehta
    First published: