કોરોના વચ્ચે IT સેક્ટરમાં તેજીઃ TCS, ઇન્ફોસિસ અને વિપ્રોનો રૂ.17,446 કરોડનો બંપર નફો

પ્રતિકાત્મક તસવીર

IT company business news: ટીસીએસ (TCS), ઈન્ફોસિસ (Infosys) અને વિપ્રોને (Wipro) 17,446 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ ત્રણ કંપનીઓને ચાલુ નાણાંકિય વર્ષ 2021- એપ્રિલ 2022માં એક લાખ 5 હજાર ફ્રેશર્સ જોબ આપવાનો વાયદો કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે (corona pandemic in India) દેશમાં નોકરીઓની સૂનામી આવનારી છે. દેશની ત્રણ મોટી આઈટી કંપનીઓ પહેલા ત્રિમાસીક (Three big IT companies) (એપ્રિલ-જૂન)થી કોર્પોરેટ પરિણામો રજૂ કર્યા છે. ટીસીએસ (TCS), ઈન્ફોસિસ (Infosys) અને વિપ્રોને (Wipro) 17,446 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ ત્રણ કંપનીઓને ચાલુ નાણાંકિય વર્ષ 2021- એપ્રિલ 2022માં એક લાખ 5 હજાર ફ્રેશર્સ જોબ આપવાનો વાયદો કર્યો છે.

    વિપ્રોને 10 વર્ષમાં સૌથી વધારે પ્રોફિટ
    ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપની તાતા કન્સલ્ટસી સર્વિસેસ (TCS)ને જૂન ત્રિમાસીકમાં 9 હજાર કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે. ગુરુવારે વિપ્રોએ Q1ના પરિણામો રજૂ કર્યા છે. કંપનીએ 3243 કરોડ રૂપિાયનો નફો થયો છે. ગત વર્ષના સમાન ત્રિમાસીક ગાળામાં 2390 કરોડ રૂપિયા હતો.

    આ પ્રકારે ઈન્ફોસિસને પહેલા ત્રિમાસીકમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે પ્રોફિટની કમાણી કરી હતી. જે 5195 કરોડ રૂપિયા રહ્યા છે. ઇન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે કહ્યું કે પહેલીવાર એક દશકમાં સૌથી ઝડપી ગ્રોથ થયો છે.

    આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    વિપ્રોએ તિમાસીક પરિણામ રજૂ કરતા કહ્યું કે જૂન ત્રિમાસીકમાં તેમનું રેવેન્યૂ 12 ટકા વધીને 18,252 કરોડ રૂપિયા થયું છે. જે વર્ષ પહેલા 14,913 કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત આઈટી સર્વિસથી રેવેન્યૂ 18,048 કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં જૂન ત્રિમાસીક દરમિયાન 129 નવા કસ્ટમર જાડાયા. કંપનીએ કહ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 6 હજાર આઈટી પ્રોફેશનલ્સને જોબ આપી છે. જ્યારે 2021-22માં 30 હજાર ફ્રેશર્સને જોબ આપવાનું લક્ષ્ય છે.

    આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

    વર્ક ફ્રોમ હમ કલ્ચરથી આઈટી કંપનીઓને મળી મોટી ડીલ
    કોરોના મહામારીથી કોર્પોરેટમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એડ્યુકેશનથી આઈટી કંપનીઓએ બિઝનેસ ગ્રોથની તજી તેજ થઈ છે. પરિણામે કંપનીઓને મોટી ડીલ હાથ લાગી છે. એક્સચેન્જને આપેલી જાણકારી પ્રમાણે ઈન્ફોસિસને જૂન ત્રિમાસીક 19,381 કરોડ રૂપિયા અને ટીસીએસને 60,381 કરોડ રૂપિયાની ડીલ મળી હતી. આ ઉપરાંત વિપ્રોને પણ 5325 કરોડ રૂપિયાની 8 નવી ડીલ મળી છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    રિલાયન્સ સિક્યોરિટીના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ સુયોગ કુલકર્ણીના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં આઈટી સેક્ટરના ક્લાઈડ, ડેટા એનાલિસ્ટ, કસ્ટમર એક્સપીરિયન્સ અને સાઈબરના ડ્રાઈવર રહેશે. આ ઉપરાં યુરોપમાં આઉટ સોર્સિંગની વધતી ભાગીદારી અને કંસલ્ટેન્સી, એન્જીનિયરિંગ આરએન્ડટીનો વિસ્તાર ખુબ જ મહત્વનો રહેશે.

    ટીસીએસ અને ઇન્ફોસિસના શેરો ખરીદવાની સલાહ
    તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે બે વર્ષના સમયને ધ્યાનમાં લઈને સેક્ટર અને સૌથી મોટી કંપનીના શેરો ઉપર ખરીદારીની સલાહ આપી છે. ટીસીએસના શેર ઉપર 4180 રૂપિયાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ગુરુવારે બજાર બંધ હોવા પર 3201.50 રૂપિયા ઉપર બંધ થયો હતો. આવી રીતે ઇન્ફોસિસના શેરો પણ 1920 ઉપર લક્ષ્ય નિર્ધારીત કર્યું છે.
    Published by:ankit patel
    First published: