ખુશખબર: Paytm આપશે 50 કરોડ રૂપિયાનું કેશબેક, જાણો શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય અને કઇ રીતે મળશે લાભ?

પેટીએમ પ્રતિકાત્મક તસવીર

Paytm news: કંપનીએ પોતાના એપ દ્વારા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર કેશબેક આપવાનું એલાન કર્યુ છે. આ માટે કંપનીએ 50 કરોડ રૂપિયાના ફંડને રિઝર્વ કર્યુ છે. ડિજીટલ ઇન્ડિયાના 6 વર્ષ પૂરા થવા પર કંપનીએ ઓનલાઇન ટ્રાન્જેક્શનને વધારવા માટેની તૈયારી કરી છે.

  • Share this:
આજકાલ લોકો બજારમાં ચલણી નોટો દ્વારા ખરીદી કરવાનું છોડીને ડિજિટલ (Digital) માધ્યમથી પૈસા ચૂકવી (Money payment) રહ્યા છે. સમય સાથે ડિજિટલ પેમેન્ટનું (Digital payment) ચલણ વધ્યું છે. ત્યારે ડિજીટલ પેમેન્ટ ફોર્મ પેટીએમએ (Digital Payment Form Paytm) પોતાનો આઇપીઓ (IPO) બહાર પાડ્યા પહેલા એક મોટું એલાન કર્યુ છે.

કંપનીએ પોતાના એપ દ્વારા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર કેશબેક આપવાનું એલાન કર્યુ છે. આ માટે કંપનીએ 50 કરોડ રૂપિયાના ફંડને રિઝર્વ કર્યુ છે. ડિજીટલ ઇન્ડિયાના 6 વર્ષ પૂરા થવા પર કંપનીએ ઓનલાઇન ટ્રાન્જેક્શનને (Online transaction) વધારવા માટેની તૈયારી કરી છે.

આ માટે કંપનીએ 200થી વધુ જીલ્લામાં પાયાના સ્તર પર ઓનલાઇન ગતિવિધિઓને શરૂ કરવાની યોજના બનાવી છે. જેથી વેપારીઓને ડિજીટલ પેમેન્ટ કરવાની તાલીમ આપી શકાય અને અપનાવવા માટે રિવોર્ડ આપી શકાય. કંપની કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ખાસ અભિયાન ચલાવશે.

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

આ પણ વાંચોઃ-લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

જાણો શું કહ્યું પેટીએમના સીઇઓએ?
પેટીએમના સીઇઓ વિજય શર્માએ કહ્યું કે ભારતે પોતાના ડિજીટલ ઇન્ડિયા મિશનમાં મહત્વની પ્રગતિ કરી છે. તેનાથી ટેક્નિકલ રીતે તમામ મજબૂત હોય છે. પેટીએમના ગેરન્ટીડ કેશ બેક તેને આપવાનું છે જે દેશના ટોપ વેપારી છે અને તેમણે ડિજીટલ ઇન્ડિયાને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.



1 જુલાઇ 2015માં લોન્ચ કર્યુ હતું પેટીએમ
શેખરે આગળ જણાવ્યું કે, દિવાળી પહેલા પેટીએમ એપ દ્વારા સૌથી વધુ ટ્રાન્જેક્શન કરનારા વેપારીઓને કેશબેક સિવાય ફ્રીમાં સાઉન્ડબોક્સ અને IoT ડિવાઇસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઇએ કે ડિજીટલ ઇન્ડિયાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જુલાઇ, 2015માં લોન્ચ કર્યુ હતું. જેનો ઉદ્દેશ્ય ભારતને ડિજીટલી રીતે મજબૂત બનાવવાનો છે.
First published: