નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ સિસ્ટમમાં (GST) 1 જાન્યુઆરી 2022થી ઘણા મોટા ફેરફાર થવાના છે. જેમાં ઇ-કોમર્સ સર્વિસ (E-commerce service) ઓપરેટર્સ પર ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં આપવામાં આવતી સર્વિસિસ પર ટેક્સ પણ સામેલ છે. આ સિવાય ફૂટવિયર અને ટેક્સટાઇલ સેક્ટરમાં (Textile sector)શુલ્ક સ્ટ્રક્ચરમાં ફેરફાર પણ 1 જાન્યુઆરી 2022થી લાગુ (New GST rule)થશે. જેના કારણે બધા પ્રકારના ફૂટવિયર પર 12% જીએસટી લાગશે. જ્યારે રેડિમેડ કપડા સહિત ટેક્સાઇટલ પ્રોડક્ટ્સ (કોટનને છોડીને) ઉપર 12% GST લાગશે.
ઓટો રિક્ષા ચાલકોને મેન્યુઅલ મોડ કે ઓફલાઇન તરીકેથી આપવામાં આવતા ટ્રાન્સપોર્ટ સેવાઓ પર છૂટ મળશે પણ જ્યારે આ સર્વિસિસ કોઇ ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં આપવામાં આવશે તો તેના પર નવા વર્ષથી 5 ટકાની કિંમતથી ટેક્સ લાગશે.
1 જાન્યુઆરીથી ઓનલાઇન ખાવાનું મંગાવવું મોંઘું પડશે
નવા ફેરફાર પછી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટો જેવી ઇ-કોમર્સ સર્વિસ પ્રાવાઇડર્સનું એ ઉત્તરદાયિત્વ રહેશે કે તેમના દ્વારા આપવામાં આવતી રેસ્ટોરન્ટ સર્વિસિઝના બદલે તે જીએસટી કલેક્ટ કરી અને તેને સરકાર પાસે જમા કરાવે. આવી સર્વિસિસના બદલે તેમને બિલ પણ જારી કરવા પડશે. તેનાથી ગ્રાહકો પર કોઇ વધારાનો ભાર આવશે નહીં કારણ કે રેસ્ટોરન્ટ પહેલાથી જ જીએસટી રેવેન્યૂ કલેક્ટ કરી રહ્યા છે.
ફેરફાર ફક્ત એટલો છે કે ટેક્સ જમા કરાવવો અને બિલ જારી કરવાની જવાબદારી હવે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. એવો અંદાજ લગાવવામાં આલી રહ્યો છે કે આ ભાર ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.
આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે કારણ કે સરકારનો એવો અંદાજ છે કે ફૂડ પ્લેટફોર્મ દ્વારા કથિત રીતે પૂરી જાણકારી ના આપવાથી છેલ્લા બે વર્ષમાં સરકારી ખજાનાને નુકસાન ઉઠાવવું પડ્યું છે. આ પ્લેટફોર્મને જીએસટી જમા કરાવવા માટે ઉત્તરદાયી બનાવવાથી ટેક્સ ચોરી પર પ્રતિબંધ આવશે.
આગામી મહિનાથી ગ્રાહકોએ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા બાદ પૈસા ઉપાડવાનું મોંઘું બનશે. જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 1 જાન્યુઆરી 2022થી એટીએમમાંથી એક લિમિટ બાદ ટ્રાન્ઝેક્શન કરવા બદલ ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ દરેક બેંક તેમના ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે અમુક ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. હવેથી ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જો એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે તો તે માટે જે ચાર્જ લાગતો હતો તેમાં વધારો થશે. હવે ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર