Libas કન્ઝ્યૂમરનું રૂ. 700 કરોડના બિઝનેસનું લક્ષ્ય, જાણો શું છે કંપનીનો પ્લાન?

પ્રતિકાત્મક તસવીર

Business News: કંપનીએ તાજેતરમાં ઈ-કોમર્સ વેબસાઈટ Libasfashion.com લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તેમણે તેમની પ્રોડક્ટ ભારતની સૌથી વધુ પ્રખ્યાત ઈકોમર્સ વેબસાઈટ, જેમ કે Amazon, Flipkart, Meesho, Snapdeal અને Big Basket પર લોન્ચ કરી છે.

  • Share this:
લિબાસ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડે (Lebas Consumer Products Ltd.) પોતાનો બિઝનેસ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં ઈ-કોમર્સ વેબસાઈટ (E-commerce website) Libasfashion.com લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તેમણે તેમની પ્રોડક્ટ ભારતની સૌથી વધુ પ્રખ્યાત ઈકોમર્સ વેબસાઈટ, જેમ કે Amazon, Flipkart, Meesho, Snapdeal અને Big Basket પર લોન્ચ કરી છે.

રિયાજ ગંગજીએ કહ્યું કે, “કંપનીની પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ વિશેષ રૂપે કુર્તા કલેક્શન અને સિંધવ મીઠાની પ્રોડક્ટ લાઈનના માધ્યમથી થાય છે. કંપની માની રહી છે કે, આગામી વર્ષ સુધીમાં તેમને રૂ. 70 કરોડ સુધીની રેવન્યુ પ્રાપ્ત થશે. ગંગજીએ કહ્યું કે અમે આશા કરી રહ્યા છીએ કે અમારા સિંધવ મીઠાના ખંડનું સકારાત્મક પ્રદર્શન કંપની વધુ રૂ. 10 રોકડ EPS ઉત્પન્ન કરશે.”

લિબાસ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડે તાજેતરમાં FMCG સેગમેન્ટમાં પદાર્પણ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત કંપની સિંધવ મીઠાનું નિર્માણ કરે છે અને તેનો બિઝનેસ કરે છે. ગંગજી સોલ્ટ નામની બ્રાન્ડ હેઠળ કંપની સિંધવ મીઠાની આયાત, નિર્માણ અને પેકેજિંગનું કામ કરી રહી છે. કંપનીના સિંધવ મીઠાનો બિઝનેસ સેટઅપ ભિવંડીમાં છે અને ભરુચમાં નવુ સંયંત્ર બનાવવાનો વિચાર કરી રહી છે. તેના પ્રમુખ ગ્રાહકોમાં ટાટા સોલ્ટ, કિયા, શ્રી શ્રી, શંખ, ટેરા ગ્રીન્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

કંપનીનું પ્રોસેસિંગ યુનિટ અને વેરહાઉસ ભરૂચ, ભિવંડી, મુંદ્રા, કોઈમ્બતૂર અને હૈદરાબાદમાં છે. કંપની હાલમાં તેના ઉત્પાદન માટે સમગ્ર ભારતમાં નવી ડિસ્ટ્રીબ્યૂટરશીપની રજૂઆત કરી રહી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

કંપનીએ વધુમાં જણાવ્યું કે મુંબઈ, દિલ્હી અને દુબઈમાં ફેશન સેગમેન્ટમાં ‘રિયાજ ગંગજી લિબાસ’ બ્રાન્ડ હેઠળ ફ્રેન્ચાઈઝી સ્ટોર છે અને કંપની ભારતમાં વિભિન્ન ટિયર- II અને ટિયર- III શહેરમાં તેનો વિસ્તાર કરવાની પ્રક્રિયા કરી રહી છે. આગામી ત્રણ વર્ષમાં કંપની અનેક નવા સ્ટેજમાં તમામ ફેઝમાં 100 સ્ટોર ખોલશે. કંપનીએ નિર્યાત અને સ્થાનિક બજાર માટે સમૃદ્ધ જૈવિક પ્રોડક્ટના ઉત્પાદન અને પેકેજ માટે ટોપ પરના 15000 જૈવિક ખેડૂતો સાથે કરાર કર્યો છે.



કંપનીએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 2 બોનસ ઈશ્યૂથી પુરસ્કૃત કર્યા છે. ઉદ્યોગ પીઈ સ્ટોકને ધ્યાનમાં રાખતા કંપની આગામી મલ્ટી-બેગર બનશે અને લાંબા સમયગાળાનું રોકાણ કરતા રોકાણકાર 9-12 મહિનાને ધ્યાનમાં રાખીને સ્ટોક રાખી શકે છે.
First published: