Home /News /business /

Stock Market Today : સપ્તાહના પહેલા દિવસે બજારની નબળી શરૂઆત, નિફ્ટી 16500 ની નજીક

Stock Market Today : સપ્તાહના પહેલા દિવસે બજારની નબળી શરૂઆત, નિફ્ટી 16500 ની નજીક

સપ્તાહના પહેલા દિવસે બજારની નબળી શરૂઆત

સપ્તાહના પહેલા દિવસે સોમવારે બજારની શરૂઆત નબળી રહી છે. જોકે, ઓપનિંગની સાથે જ માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 50 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 55680ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

    કેટલાક સમયથી ભારતીય શેર બજાર નીચે જઇ રહ્યુ છે. છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો લોકોના હજારો કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે.  સપ્તાહના પહેલા દિવસે સોમવારે બજારની (Share Market) શરૂઆત નબળી રહી છે. જોકે, ઓપનિંગની સાથે જ માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 50 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 55680ની આસપાસ કારોબાર કરી રહ્યો છે તો નિફ્ટી લગભગ 25 પોઇન્ટના ઘટાડા સાથે 16,500 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

    બજાર ખુલ્યાની 15 મિનિટમાં જ નિફ્ટીનું 16500નું લેવલ તૂટી ગયું છે. નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 150 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચો -4700 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

    બજારના નિષ્ણાતોના મતે આ સપ્તાહે બજારમાં વોલેટિલિટીનું વર્ચસ્વ રહેશે. બજારની ચાલ આ અઠવાડિયે રિઝર્વ બેંકની મીટિંગ, ક્રૂડ ઓઈલની કિંમત, યુએસથી આવતા ડેટા અને ભૌગોલિક રાજકીય સ્થિતિ પર નિર્ભર રહેશે. રિઝર્વ બેંકની બેઠક પણ આજથી શરૂ થઈ ગઈ છે. આ ત્રણ દિવસીય બેઠકમાં રિઝર્વ બેંક આગામી નાણાકીય નીતિ નક્કી કરશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC) બુધવાર, 8 જૂને નીતિ દરખાસ્તની જાહેરાત કરવાની છે.

    કયા સેક્ટરમાં આજે દબાણ


    આજના કારોબારમાં મેટલ્સ, રિયલ્ટી, આઈટી, એફએમસીજી સેક્ટરમાં દબાણ જોવા મળી રહ્યું છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડની વધતી કિંમતને મોટા નકારાત્મક પરિબળ તરીકે જોવામાં આવે છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. CNBC આવાઝના નિષ્ણાતોના મતે, જો ક્રૂડ 120ની ઉપર રહેશે તો તે વધુ વધશે જે બજાર માટે સમસ્યારૂપ બનશે.

    આ પણ વાંચો -પોસ્ટ ઓફિસના બચત ખાતા ધારકો માટે ખુશખબરી, આ સુવિધાનો ઉઠાવી શકશે લાભ

    ગયા સપ્તાહે શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારના સંકેતો મિશ્ર છે. હાલમાં યુએસ માર્કેટના વાયદા લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેથી માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market

    આગામી સમાચાર