Home /News /business /

NPS Account: પત્નીના નામે ખોલાવો આ એકાઉન્ટ, 5000ના રોકાણ પર મળશે મસમોટી રકમ અને આજીવન પેન્શન

NPS Account: પત્નીના નામે ખોલાવો આ એકાઉન્ટ, 5000ના રોકાણ પર મળશે મસમોટી રકમ અને આજીવન પેન્શન

5000ના રોકાણ પર મળશે મસમોટી રકમ અને આજીવન પેન્શન

ન્યુ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં તમને દર મહિને અથવા વર્ષે તમારી અનુકૂળતા મુજબ પૈસા જમા કરાવવાનો વિકલ્પ મળે છે. તમે 1000 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. 60 વર્ષની ઉંમરમાં એનપીએસ એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે.

    પતિ-પત્ની જીવનની ગાડીના બે પૈડાં સમાન છે. એક પૈડા વગર ગાડી ચલાવી શકાતી નથી. એ જ રીતે નાણાંકીય આયોજન માટે પણ બંનેની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. આ માટે તમે સરકારની સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. તમે તમારી પત્નીના નામે નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) એકાઉન્ટ ખોલાવી શકો છો. એનપીએસ (NPS) ખાતું 60 વર્ષની ઉંમરે પત્નીને વન ટાઈમ પેમેન્ટ (One time payment) આપશે. તેમજ દર મહિને પેન્શન (pension)નો અલગથી લાભ મળશે. જે પત્ની (Income of wife)ની નિયમિત આવક હશે. એનપીએસ ખાતાનો સૌથી મોટો ફાયદો એ છે કે દર મહિને તમારે કેટલું પેન્શન જોઈએ છે? તે તમે જાતે જ નક્કી કરી શકો છો.

    દર મહિને 5000 રૂપિયાના રોકાણમાં 60 વર્ષે કેટલા મળે?


    ન્યુ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં તમને દર મહિને અથવા વર્ષે તમારી અનુકૂળતા મુજબ પૈસા જમા કરાવવાનો વિકલ્પ મળે છે. તમે 1000 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. 60 વર્ષની ઉંમરમાં એનપીએસ એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો તો પત્નીની 65 વર્ષની ઉંમર સુધી એનપીએસ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો. એનપીએસમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 10-11 ટકા વળતર મળે છે. આવી સ્થિતિમાં 60 - 65 વર્ષની વયે ખાતામાં સારા પૈસા જમા થઈ જશે.

    આ પણ વાંચો -બિગબુલનો આ શેરમાં રોકેટ ગતિએ ઉછાળો, બ્રોકરેજે પણ આપી ખરીદીની સલાહ

    ઉદાહરણ તરીકે તમારી પત્નીની ઉંમર 30 વર્ષ છે અને તમે તેમના એનપીએસ ખાતામાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો. તો વાર્ષિક રોકાણ પર 10 ટકા રિટર્ન મુજબ 60 વર્ષની ઉંમરે તેમના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. તેમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા પરત મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયાનું પેન્શન મળતું રહેશે. આ પેન્શન તેમને આજીવન મળશે.

    આ પણ વાંચો -માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે જોરદાર નફો

    એકાઉન્ટ મેનેજમેન્ટ ફંડ મેનેજર્સ દ્વારા થાય છે


    NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યુરિટી સ્કીમ છે. તેમાં તમે રોકેલા નાણાંનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને જવાબદારી આપે છે. આવી સ્થિતિમાં NPSમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, આ યોજના હેઠળ તમે જે નાણાંનું રોકાણ કરો છો તેના વળતરની ખાતરી આપવામાં આવતી નથી. પણ ફાઈનાન્શિયલ પ્લાનર્સના મતે એનપીએસ શરૂ થયા બાદ વાર્ષિક સરેરાશ 10થી 11 ટકા રિટર્ન આપ્યું છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Business news, Business news in gujarati, Financial Tips

    આગામી સમાચાર