Home /News /business /

Tips for student: પરિવારથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ ખર્ચને કેવી રીતે મેનેજ કરવો? અહીં જાણો

Tips for student: પરિવારથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ ખર્ચને કેવી રીતે મેનેજ કરવો? અહીં જાણો

પરિવારથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ ખર્ચને કેવી રીતે મેનેજ કરવો?

પોતાના ઘરથી દૂર ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પાસે અનુભવ ના હોવાના કારણે નાણાકીય જરૂરિયાતો કેવી રીતે મેનેજ કરવી તે વિશે કોઈ જાણકારી હોતી નથી. કેટલિસ્ટ વેલ્થના કો-ફાઉન્ડર પ્રશાંત સાવંતે આ અંગે જાણકારી આપી છે.

    ઘર અને પરિવારથી દૂર મોટા શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ખર્ચને નિયંત્રણમાં રાખવો પડકારજનક છે. પોતાના ઘરથી દૂર ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પાસે અનુભવ ના હોવાના કારણે નાણાકીય જરૂરિયાતો કેવી રીતે મેનેજ કરવી તે વિશે કોઈ જાણકારી હોતી નથી. કેટલિસ્ટ વેલ્થના કો-ફાઉન્ડર પ્રશાંત સાવંતે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોલેજ જીવન રોમાંચક હોવાની સાથે પડકારરૂપ પણ છે. એકલા રહેવું તે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીજનક હોય છે પરંતુ, તેને સરળ બનાવી શકાય છે. કેટલીક નાણાકીય ટીપ્સ ફોલો કરીને એકલા રહેવાના અનુભવને યાદગાર પણ બનાવી શકાય છે.

    બજેટ બનાવો

    સૌથી પહેલા તો તમારી પાસે જેટલી રકમ છે તે અનુસાર તમારુ બજેટ બનાવો (Plan your budget). રૂમનું ભાડુ, વિજળી, ભોજન તથા અન્ય ખર્ચાઓ માટેની રકમ અલગ રાખી લો. ખર્ચાઓનું બજેટ બનાવવાથી અન્ય ખર્ચાઓ પર કેટલા પૈસા ખર્ચ કરવાના છે તે વિશે જાણી શકાશે. દેવાની ચૂકવણી કરીને અને સારો ક્રેડિટ સ્કોર (maintain a good credit score) બનાવવો ખૂબ જ જરૂરી છે. જે જીવનમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે. બિઝનેસ બનાવવાની યોજના સમયે તમને આ ક્રેડિટ સ્કોર ખૂબ જ મદદરૂપ થશે.

    આ પણ વાંચો -મોંઘવારીથી ત્રસ્ત જનતા પર સરકારનો વધુ એક માર, હવે ફક્ત આ લોકોને જ આપવામાં આવશે સબસિડી

    ભણતરની સાથે સાથે નોકરી પણ કરો


    જો તમે નાણાકીય સમસ્યાનો સામનો કરો છો તો તમારે ભણવાની સાથે સાથે નોકરી પણ કરવી જોઈએ. જેનાથી તમે કમાણી કરી શકશો અને ફ્રી ટાઈમનો સદઉપયોગ પણ કરી શકશો.

    પૈસાની બચત કરો


    જરૂરી ખર્ચાઓની ચૂકવણી કર્યા બાદ તમારી પાસે જે પૈસા છે તેમાંથી તમારે કેટલાક પૈસાની બચત કરવી જોઈએ. ઓછામાં ઓછા 10 ટકા પૈસા બચાવવાની કોશિશ તો જરૂર કરવી જોઈએ.

    આ પણ વાંચો - પીળી ધાતુની કિંમતમાં થયો વધારો, અહીં ચેક કરો સોનાનો લેટેસ્ટ રેટ

    બચત કરેલ પૈસાનું રોકાણ કરો


    જો તમે બચત કરેલ પૈસાનું શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો, તમારે સતત નાણાકીય સલાહકારના સંપર્કમાં રહેવું જોઈએ. જે તમને ટેક્સ, ઉચ્ચ વ્યાજ દર આપતી બેન્ક અને બજારમાં રોકાણ કરવાની સલાહ આપશે.

    અહી ઉલ્લેખનિય છે કે, અભ્યાસ સાથે નાણાકીય આયોજન પણ હવે નાની વયથી જ શીખવવામાં આવે તે જરૂરી છે. ઘર અને માતાપિતાથી દૂર રહેતા બાળકોએ ઘરેથી ખર્ચ માટે મળતા પૈસામાંથી બચત કરવાની ટેવ પાડવી જોઈએ.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Investment tips, Savings

    આગામી સમાચાર