Home /News /business /

Health insurance: જો Coronaના દર્દીની કેશલેસ સારવાર કરવામાં નથી આવતી તો અહીં નોંધાવો ફરિયાદ

Health insurance: જો Coronaના દર્દીની કેશલેસ સારવાર કરવામાં નથી આવતી તો અહીં નોંધાવો ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના વધતા કેસ વચ્ચે કોરોનાનો ઈલાજ કરાવવો મોંઘો પડી રહ્યો છે. વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડાએ વીમા કંપનીઓને દર્દીઓને કેશલેસ ઈલાજની સુવિધા આપવા માટે કહ્યું છે

નવી દિલ્હી : કોરોનાના વધતા કેસ વચ્ચે કોરોનાનો ઈલાજ કરાવવો મોંઘો પડી રહ્યો છે. વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડાએ વીમા કંપનીઓને દર્દીઓને કેશલેસ ઈલાજની સુવિધા આપવા માટે કહ્યું છે. કેટલાક રિપોર્ટ અનુસાર અમુક હોસ્પિટલ પોલિસી હેઠળ કેશલેસ ઈલાજના હકદાર પોલિસીધારકોને કોવિડ-19ના ઈલાજ માટે કેશલેસ સુવિધા આપતી નથી. આ પ્રકારની અનેક ફરિયાદ સામે આવી રહી છે. તમારા સંબંધી કે મિત્રએ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, તો તમે વીમા કંપની અને વીમા લોકપાલ અધિકારીને સરળતાથી ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ ક્યાં કરવી

ફરિયાદ કરવા માટે તમે ઈરડાની વેબસાઈટ http://www.policyholder.gov.in/Report.aspx#) પરથી ફરિયાદ રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મમાં ફરિયાદ કરીને વેબસાઈટ પરથી ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ કરી શકાય છે.

ફરિયાદ કરવા માટેના સ્ટેપ્સ

· ઈરડાના કન્ઝ્યૂમર રિડ્રેસલ ડિપાર્ટમેન્ટના ટોલ ફ્રી નંબર 155255 અથવા 1800 4254 732 પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચોરાહતના સમાચાર! હવે વાહન એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવા પર ફરી રી-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે!

· જરૂરી ડોક્યુમેન્ટ સાથે Complaints@irdai.gov.in પર મેઈલ કરી શકો છો.

· ઈરડા પોર્ટલ પરથી ફરિયાદ કરી શકાય છે, જે માટે igms.irda.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

· ઈરડાને ફરિયાદ લખીને પણ મોકલી શકાય છે. ફરિયાદ કરવા માટે રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિંટ કાઢી લો. તે બાદ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરીને તમે પોસ્ટ કે કુરિયર કરી શકો છો.

આ પણ વાંચોCorona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

રેફરન્સ નંબર સાથે રાખો

ઈરડા કે વીમા કંપનીને ફરિયાદ કર્યા બાદ લેખિત રિસિપ્ટ કે રેફરન્સ નંબર મેળવી લો. આ રેફરન્સ નંબરની મદદથી તમે કરેલ ફરિયાદની કાર્યવાહી વિશે જાણકારી મેળવી શકો છો.

હોસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવશે

જે વીમા કંપની પાસે ફરિયાદ કરવાની છે તે સંબંધિત ફરિયાદ નિવારણ સેલ સાથે સંપર્ક કરવાનો રહેશે. વીમાધારકે ત્યાં ફરિયાદ નોંધાવવાની રહેશે. ફરિયાદ કરવાના 15 દિવસમાં જો સંતોષજનક પગલા લેવામાં નથી આવતા તો તમે વીમા કંપનીની ફરિયાદ વીમા નિયામક ઈરડાને કરી શકો છો.
First published:

Tags: Business news, Covid hospital

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन