Home /News /business /

PF Interest Calculation : સરકારે પીએફના વ્યાજદરમાં કર્યો 0.4 ટકાનો ઘટાડો, જાણો તમને કેટલું નુકસાન થશે?

PF Interest Calculation : સરકારે પીએફના વ્યાજદરમાં કર્યો 0.4 ટકાનો ઘટાડો, જાણો તમને કેટલું નુકસાન થશે?

સરકારે પીએફના વ્યાજદરમાં કર્યો 0.4 ટકાનો ઘટાડો

ઈપીએફ ખાતા માટે કર્મચારીના પગારમાં 12 ટકાની કપાત કરવામાં આવે છે. જો એમ્પ્લોયરની વાત કરીએ તો તેના તરફથી કપાતનો 8.33 ટકા હિસ્સો ઈપીએસમાં જાય છે, જ્યારે બાકીનો 3.67 ટકા હિસ્સો ઈપીએફમાં જાય છે. જ્યારે કર્મચારી પાસેથી કાપવામાં આવેલા સંપૂર્ણ 12% ઇપીએફમાં જાય છે.

વધુ જુઓ ...
    દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓને ઝટકો લાગ્યો છે. માર્ચમાં ઈપીએફઓએ પીએફના વ્યાજ દરને 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરી દીધો (PF interest rates slashed from 8.5 to 8.1%) હતો. એટલે કે પીએફના વ્યાજ દરોમાં 0.40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. તો આવો જાણીએ તમને આ ઘટાડાની અસર (PF interest Calculation) કેટલી થશે.

    ગણતરી સાથે સમજો પીએફ


    ઈપીએફ ખાતા માટે કર્મચારીના પગારમાં 12 ટકાની કપાત કરવામાં આવે છે. જો એમ્પ્લોયરની વાત કરીએ તો તેના તરફથી કપાતનો 8.33 ટકા હિસ્સો ઈપીએસમાં જાય છે, જ્યારે બાકીનો 3.67 ટકા હિસ્સો ઈપીએફમાં જાય છે. જ્યારે કર્મચારી પાસેથી કાપવામાં આવેલા સંપૂર્ણ 12% ઇપીએફમાં જાય છે. ધારો કે 50 હજાર રૂપિયા પગાર છે. નવા વેતન કોડ અનુસાર, કુલ પગારનો અડધો ભાગ બેઝિક પગાર (25 હજાર) છે. આવી સ્થિતિમાં પગાર પર કાપવામાં આવેલા પીએફની ગણતરી અને તેના પર મળતા વ્યાજની ગણતરી કંઈક આ પ્રકારની હશે.

    આ પણ વાંચો -પરિવારથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ ખર્ચને કેવી રીતે મેનેજ કરવો? અહીં જાણો

    EPF અને EPSમાં કુલ કેટલું યોગદાન


    કર્મચારી તરફથી ઇપીએફમાં યોગદાન (12 ટકા) - રૂ. 3000

    કંપની તરફથી ઇપીએફમાં યોગદાન (3.67 ટકા)-રૂ.918

    કંપની તરફથી ઇપીએસમાં યોગદાન (8.33 ટકા)- રૂ.2082

    એટલે કે જો તમારી બેઝિક સેલરી 25 હજાર રૂપિયા છે તો કંપની અને કર્મચારી બંને મળીને દર મહિને ઈપીએફમાં કુલ યોગદાન લગભગ 3918 રૂપિયા થશે. આ સાથે જ તમને ઇપીએસ એકાઉન્ટમાં દર મહિને 2082 રૂપિયા મળશે.

    પહેલા અને હાલના વ્યાજની સરખામણી


    - પહેલાના દર પર નજર કરીએ તો વાર્ષિક 8.5 ટકાના દરે તમને 3918 રૂપિયા પર વ્યાજ મળતું હતું. જે 333.03 રૂપિયા થાય છે. એટલે કે વાર્ષિક ધોરણે તમને 8.5 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 1,875.61 રૂપિયાનું વ્યાજ મળતું હતું.

    - હવે પીએફ વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે તમને દર મહિને 317.35 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે 8.1 ટકાના કમ્પાઉન્ડિંગ રેટ પર તમને વાર્ષિક 1,785.35 રૂપિયા વ્યાજ મળશે.

    - આ રીતે તમારે વાર્ષિક 90.26 રૂપિયા (1,875.61-1,785.35)નું નુકસાન વેઠવું પડશે.

    આ પણ વાંચો -મોંઘવારીથી ત્રસ્ત જનતા પર સરકારનો વધુ એક માર, હવે ફક્ત આ લોકોને જ આપવામાં આવશે સબસિડી

    કુલ જમા પર કેટલું નુકસાન


    ઉપરની ગણતરી માત્ર 1 વર્ષ છે. જો તમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છો અને તમારા ખાતામાં મોટી રકમ જમા થઈ છે તો તમને આ મામૂલી ઘટાડાનું ખૂબ જ મોટું નુકસાન થશે. ધારો કે અત્યાર સુધી તમારા ખાતામાં 10 લાખ રૂપિયા જમા થયા છે, તો ગણતરી કંઇક આ રીતે હશે.

    - વર્ષના અંતે 8.5 ટકાના ચક્રવૃદ્ધિ દરે તમને 1,33,364 રૂપિયાનું વ્યાજ મળતું હશે.

    - જ્યારે હવે વર્ષના અંતે તમને 8.1 ટકાના ચક્રવૃદ્ધિ દરે 1,28,959 રૂપિયાનું વ્યાજ મળશે.

    - આ રીતે 2021-22માં વ્યાજ દરમાં 0.40 ટકાના ઘટાડાથી તમને 4,405 રૂપિયાનું નુકસાન થશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Benefits of PF, PPF, PPF Account

    આગામી સમાચાર