સામાન્ય માણસને પડશે ફટકો! આગામી મહિને 10-11 ટકા વધી શકે છે CNG ની કિંમત

આગામી મહિને 10-11 ટકા વધી શકે છે CNG ની કિંમત

business news- રિપોર્ટ કહે છે કે એપીએમ ગેસની કિંમતોમાં વધારો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (CGD)કંપનીઓ માટે પડકાર રહેશે

  • Share this:
    નવી દિલ્હી : સામાન્ય માણસને ઓક્ટોબરમાં વધુ એક મોટો ફટકો લાગી શકે છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી (CNG) અને પીએનજીના (PNG) કિંમત ઓક્ટોબરમાં 10-11 ટકા વધી શકે છે. બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ICICI Securities)એક રિપોર્ટમાં આ અંદાજ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા નિર્ધારિત ગેસની કિંમત લગભગ 76 ટકા વધવાની છે. જેની અસર સીએનજી (CNG Price)અને પીએનજીની (PNG Price)કિંમતો પર પડશે.

    સરકાર ગેસ સરપ્લસ વાળા દેશની કિંમતોનો ઉપયોગ કરે છે. સાર્વજનિક ક્ષેત્રની કંપની ઓએનજીસી જેવી કંપનીઓને નામાંકનના આધારે આપવામાં આવેલા ક્ષેત્રો માટે પ્રાકૃતિક ગેસની કિંમતો સરકાર પ્રત્યેક છ મહિનામાં સમીક્ષા કરે છે. આગામી સમીક્ષા બેઠક ઓક્ટોબરમાં થવાની છે.

    3.15 ડોલર પ્રતિ યૂનિટ થઇ જશે એડમિનિસ્ટર્ડ રેટ

    આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું છે કે એક ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી એપીએમ એટલે એડમિનિસ્ટર્ડ રેટ (Administered Rate)વધીને 3.15 ડોલર પ્રતિ યૂનિટ (MMTTU) થઇ જશે. હાલ આ 1.79 ડોલર પ્રતિ યૂનિટ છે.

    આ પણ વાંચો - Aadhaar Card: શું તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અને સરનામું સુધારવા માંગો છો? આ રીતે ભરો ફોર્મ

    રિપોર્ટ કહે છે કે એપીએમ ગેસની કિંમતોમાં વધારો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (CGD)કંપનીઓ માટે પડકાર રહેશે. તેનો મતલબ છે કે સીએનજી અને પીએનજીની કિંમત વધશે. એપીએમ ગેસની કિંમતોમાં વધારો દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં સીએનજીનું વિતરણ કરનાર કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિ. (IGL)ને આગામી એક વર્ષ દરમિયાન કિંમતોમાં ભારે વધારો કરવો પડશે. કાંઇક આવા જ પ્રકારનું પગલું મુંબઈમાં સીએનજીની આપૂર્તિ કરનાર એમજીએલે ઉઠાવવું પડશે. શહેર ગેસ વિતરણ કંપનીઓએ કિંમતોમાં 10-11 ટકા વધારો કરવો પડશે.

    ઓક્ટોબર 2022માં કિંમત 11-12 % વધશે

    આંતરરાષ્ટ્રીય બજારોના વલણ પ્રમાણે એપ્રિલે 2022થી ડિસેમ્બર 2022 દરમિયાન એપીએમ ગેસની કિંમત વધીને 5.93 ડોલર પ્રતિ યૂનિટ થઇ જશે. ઓક્ટોબર 2022થી માર્ચ 2023 સુધી આ 7.65 ડોલર પ્રતિ યૂનિટ હશે. તેનો મતલબ એ છે કે એપ્રિલ 2022માં સીએનજી અને પીએનજીની કિંમતોમાં 22-23 ટકાની વૃદ્ધિ થશે. ઓક્ટોબર 2022માં કિંમત 11થી 12 ટકા વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપીએમ ગેસ મૂલ્યમાં વધારાના કારણે ઓક્ટોબર 2021થી 2022 દરમિયાન એમજીએલ અને આઇપજીએલની કિંમતોમાં 49થી 53 ટકા વધારો કરવો પડશે.
    Published by:Ashish Goyal
    First published: