શેર બજારની તેજી જોઇને રોકાણ કરતા પહેલા જાણી લો આ 5 વાતો, નહીં તો થઇ શકે છે નુકસાન

business news- જાણકારી વગર સીધા જ શેરોમાં રોકાણ નુકસાનકારક

business news- જાણકારી વગર સીધા જ શેરોમાં રોકાણ નુકસાનકારક

  • Share this:
કોરોના મહામારી બાદ શેર બજારમાં (Stock Market Live News Update)રેકોર્ડ બ્રેક તેજી આવી રહી છે. સાથે જ રેકોર્ડ સંખ્યામાં નવા રોકાણકારો માર્કેટમાં ઝંપલાવ્યા છે. રિટેલ રોકાણકારોએ માર્કેટને (Stock Market)ગતિ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ નવા રોકાણકારો શેર બજારમાં પૈસા લગાવતા (How to invest in stock market)પહેલા કેટલીક જરૂર વાતોથી અજાણ હોય છે.

ટીવી અને ડિજિટલ મીડિયા પર બ્રોકરેજ ફર્મોની સલાહ, ફંડ મેનેજરોના ઇન્ટરવ્યૂ અને ફાઇનાન્સિયલ એન્ફ્લુએન્સરોના યૂટ્યૂબ ચેનલોએ માર્કેટની તેજીનું વાતાવરણ જાળવી રાખ્યું છે. બેંક એફડી રેટમાં ઘટાડો અને નાની બચત યોજનાઓના ઘટતા વ્યાજ રોકાણકારોને શેર બજારમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે.

નવા રોકાણકારો સીધા આઇપીઓ અને શેર્સમાં રોકાણ કરી રહ્યા છે. સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ લિમિટેડના આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નવા ખુલનાર ડીમેટ એકાઉન્ટમાં સરેરાશ આંક 38 ટકા વધીને 4 કરોડ સુધી પહોંચી ગયો છે. મ્યૂચુઅલ ફંડના એનએફઓમાં પણ ખૂબ રોકાણ થઇ રહ્યું છે. પરંતુ આ તેજીમાં રોકાણકારોને અમુક વાતો સમજવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો - POST OFFICE: રોકાણ માટે છે શ્રેષ્ઠ ઓપશન, જાણો 7 સ્કિમ જેમાં ઓછા સમયમાં પૈસા થશે ડબલ

બજારની તેજી અસ્થિર હોય છે

યુવા અને નવા રોકાણકારો સોશિયલ મીડિયાની જાહેરાતો અને ફાઇનાન્સિયલ ઇન્ફ્લુએન્સર્સથી પ્રભાવિત થઇને માર્કેટમાં એન્ટ્રી કરી રહ્યા છે. બજારની તેજી તેમને આકર્ષિત કરી રહી છે. પરંતુ મોટાભાગના વિશ્લેષકોનું કહેવું છે કે આ તેજી વધુ સમય સુધી નહીં રહે. કારણ કે હાલ નરમ નાણાંકીય નીતિના કારણે માર્કેટમાં લિક્વિડીટી છે. વિશ્વભરના સેન્ટ્રલ બેંકોએ ગ્રોથને સપોર્ટ કરવા માટે વ્યાજ દર સસ્તા રાખ્યા છે. પરંતુ આવનાર સમયમાં સ્થિતિ આવી નહીં રહે. પરીણામ સ્વરૂપ જે રોકાણકાર શેર બજારમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે તેમણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

જાણકારી વગર સીધા જ શેરોમાં રોકાણ નુકસાનકારક

હાલમાં અમુક મ્યુચુઅલ ફંડના ખરાબ પ્રદર્શને રોકાણકારોને સીધા શેરમાં પૈસા રોકવા માટે પ્રેરિત કર્યા છે. પરંતુ સીધા શેરોમાં પૈસા લગાવવા ખૂબ જોખમ ભર્યું સાબિત થઇ શકે છે. જોકે નવા રોકાણકારો માટે તે વધુ ખતરનાક હોઇ શકે છે કારણ કે તેમની પાસે ઇક્વિટીમાં પૈસા લગાવવા માટે પર્યાપ્ત જાણકારી હોતી નથી. જો તમારી પાસે રિસર્ચ (ટેક્નિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ)નો અનુભવ અને સમય નથી તો ડાયરેક્ટ ઇક્વિટીમાં પૈસા ન લગાવો. ટીવી કે ડિજીટલ મીડિયા કે સમાચાર પત્રોમાં આપવામાં આવતી એક્સપર્ટની સલાહથી પ્રભાવિત ન થાવ. જો તમારી પાસે પર્યાપ્ત જાણકારી ન હોય તો શેરોમાં સીધા રોકાણની સરખાણીએ ઇક્વિટી મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવવા વધુ યોગ્ય રહેશે.

ઇક્વિટી મ્યૂચુઅલ ફંડમાં પણ જોખમ છે, વિચારીને કરો નિર્ણય

એવું નથી કે ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં જોખમ નથી. જોકે ડાઇવર્સિફાઇડ મ્યૂચુઅલ ફંડ તમને એક સ્થિર રિટર્ન આપી શકે છે. મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી સમયે રોકાણકારોએ હંમેશા રિટર્નમાં ઓછામાં ઓછા 10 ટકા ઘટનું જોખમ લઇને ચાલવું પડે છે. જોકે ડાઇવર્સિફાઇડ ફંડમાં ફંડ મેનેજર નુકસાન આપનાર શેરોને દૂર કરીને જોખમ ઓછું કરી શકે છે. મ્યૂચ્યુઅલ ફંડમાં પણ ક્યારેય પણ માત્ર છેલ્લા રિટર્નને જોઇને રોકાણ કરવું જોઇએ નહીં. જોકે ડાઇવર્સિફાઇડ ફંડમાં રોકાણનો ફાયદો તે હોય છે કે જોખમ ઘણી કંપનીઓના શેરોમાં વહેંચાય જાય છે. જ્યારે શેરોમાં સીધા રોકાણથી જોખમ એક કે બે કંપનીઓના શેરો પર જ કેન્દ્રિત હોય છે.

IPO અને NFOથી રહો દૂર

નવા રોકાણકારોએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આઇપીઓ(IPO) અને એનએફઓ (NFO)માં પૈસા લગાવવાથી બચવું જોઇએ. રોકાણકારો માટે લિસ્ટિંગ ગેન ભલે આકર્ષક બાજુ લાગતી હોય પરંતુ જલદી ફાયદો મેળવવાનો વિચાર જોખમ ભર્યો સાબિત થઇ શકે છે, કારણ કે મોટાભાગના આઇપીઓ મોંઘા હોય છે. મ્યૂચ્યુઅલ ફંડના એનએફઓમાં પણ નવા રોકાણકારોએ રોકાણ કરવાથી ત્યાં સુધી દૂર રહેવું જોઇએ જ્યાં સુધી તેની કોઇ ખાસિયત ન હોય કે પછી રોકાણકારને તે વાતનો સંપૂર્ણ વિશ્વાસ ન હોય કે એનએફઓની થીમ કારગર રહેશે. ઓછા NAVનો અર્થ છે મ્યૂચ્યુઅલ ફંડ સસ્તું નથી. સસ્તા મ્યૂચ્યુઅલ ફંડનો મતલબ તેવો નથી કે તમને વધુ રિટર્ન મળશે. રોકાણનું લક્ષ્ય લોંગ ટર્મનું હોય તો ક્યારેય પણ એનએફઓમાં રોકાણ કરવું જોઇએ નહીં. માત્ર 8-10 દિવસની અંદર પૈસા બનાવવાની સ્કીમોથી બચવું જોઇએ.

થિમેટીક અને સ્મોલ કેપ ફંડમાં રોકાણથી બચો

ગત વર્ષે થિમેટિક અને સ્મોલ કેપ ફંડે સારું પ્રદર્શન કર્યુ હતું, ગત વર્ષે સ્મોલ કેપ ફંડે 89 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું. પરંતુ થિમેટિક કે સ્મોલ કેપ ફંડ ખૂબ જોખમી હોય છે. નવા રોકાણકારોએ તેમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. થિમેટિક ફંડમાં રોકાણ, રણનીતિક રોકાણનો એક ભાગ છે. રોકાણ એક ટૂંકાગાળાનું લક્ષ્ય ન હોય તો થિમેટિક અને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવું જોઇએ નહીં.
Published by:Ashish Goyal
First published: