Home /News /business /

જો તમારી પાસે 1, 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે બનશો લખપતિ! મળશે રૂ. 25 લાખ, બસ કરો કામ

જો તમારી પાસે 1, 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે બનશો લખપતિ! મળશે રૂ. 25 લાખ, બસ કરો કામ

પ્રતિકાત્મક તસવીર

અહીં અમે કોઈ જાદુ વિશે વાત કરી રહ્યા નથી. આ એક સાચી વાત છે કે, જો તમારી પાસે 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા છે. તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો

    નવી દિલ્હી : તમે ક્યારેય વિચાર્યું છે કે 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા તમને લખપતિ બનાવી શકે છે. હા ચોક્કસ તમે સાચુ સાંભળ્યું છે. અહીં અમે કોઈ જાદુ વિશે વાત કરી રહ્યા નથી. આ એક સાચી વાત છે કે, જો તમારી પાસે 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા છે. તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો. પરંતુ શરત એ છે કે, જે પ્રકારનાં સિક્કા અમે તમને કહી રહ્યા છીએ, તે હોવા જોઈએ. ઘણા લોકો એવા છે કે, જેઓ જૂની સિક્કા અને ચલણ રાખવાના શોખીન છે. આ શોખ ક્યારેક તમને લખપતિ બનાવી શકે છે.

    માતા વૈષ્ણોદેવીનો રૂપિયા 5 અને 10ના સિક્કાની માંગ

    આ દિવસોમાં પૈસા કમાવવા માટેની રીત ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ ટ્રેંડિંગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીનો 5 અને 10 રૂપિયાના સિક્કા છે. આ કહેવાનો અર્થ છે કે તમારા 5 અને 10ના સિક્કામાં માતા વૈષ્ણો દેવીની તસવીર હોવી જોઈએ. આ સિક્કો વર્ષ 2002માં જાહેરી કરવામાં આવ્યો હતો. માતા રાણીની તસવીર હોવાને કારણે લોકો આ સિક્કાઓને ખૂબ નસીબદાર માને છે. માતા વૈષ્ણો દેવીની પૂજા હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. તેથી, લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તમે આ સિક્કાઓને ઓનલાઇન વેબસાઇટ પર હરાજી કરી શકો છો. ઓનલાઇન તમારા જૂના સિક્કા વેચીને પણ ધનિક બનવાની આ તક મેળવી શકો છો.

    આ પણ વાંચોસાવધાન! ભારતમાં આ વર્ષે પડશે ભયંકર જીવલેણ ગરમી, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ડરાવે તેવો દાવો

    1 રૂપિયાનો સિક્કો
    1 રૂપિયાના સિક્કાની પણ ભારે માંગ છે. આ સિક્કો તમને લખપતિ પણ બનાવશે. આપણે જે 1 રૂપિયાના સિક્કા વિશે વાત કરી રહ્યા છીએ તે 1913માં જાહેર કરવામાં આવ્યો હતો. સમજો કે, જો આ સિક્કો તમારી તિજોરીમાંથી બહાર આવે છે, તો તમે ઘરે બેઠા 25 લાખ રૂપિયા કમાઈ શકશો. આ સિક્કો 100 વર્ષથી વધુ જૂનો છે. આ એક સિક્કો છે જે સરકારે જાહેરી કર્યો હતો. આ સિક્કો ચાંદીમાંથી બનાવવામાં આવ્યો હતો. અત્યારે આ સિક્કો વિક્ટોરિયન કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યો છે. અને તે ખૂબ જ દુર્લભ છે. તમારે આ સિક્કો ઈન્ડિયા માર્ટ સાઇટ પર વેચવો પડશે.

    આ પણ વાંચોસુરતમાં TV સિરિયલ જેવી ઘટના: યુવાનને મારી ટુકડા કરી સળગાવવાનો પ્રયાસ, કબર ખોદી દાટી દીધો

    તમે આ વેબસાઇટ્સ પર ઓનલાઇન વેચાણ કરી શકો છો
    https://dir.indiamart.com/impcat/old-coins.html
    https://in.pinterest.com/080841052o/sell-old-coins/
    http://www.indiancurrencies.com/

    અહીં આપવાની આઈ.ડી.
    તમે આ સિક્કાઓ ઈન્ડિયામાર્ટની સાઇટ પર વેચી શકો છો. ત્યાં લોકો આવા સિક્કા શોધી રહ્યા છે. તમારે સાઇટ પર જવાનું અને તમારૂ લોગીન આઈડી બનાવી અને સિક્કાઓનો ફોટો અપલોડ કરવો પડશે. બસ તમારૂ કામ થઈ ગયું, તમારા ગ્રાહકોની લાઇન લાગી જશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Earn money

    આગામી સમાચાર