Home /News /business /Business Loan: શું તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જાણો બિઝનેસ લોનના ફાયદા

Business Loan: શું તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જાણો બિઝનેસ લોનના ફાયદા

બિઝનેસ લોન

Benefits of a business loan: બિઝનેસ માટે ઘણીવાર વ્યક્તિગત નાણાનો સ્ત્રોત સમાપ્ત થઈ જવાને કારણે બેન્ક પાસેથી કે પછી નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) પાસેથી બિઝનેસ લોન (Business Loan) લેવી પડે છે.

નવી દિલ્હી: બિઝનેસને સફળતાની ઊંચાઈ પર લઈ જવા માટે બિઝનેસનો વિકાસ (Business) થવો જરૂરી છે. બિઝનેસને સફળ બનાવવા માટે અનેક બાબતોની જરૂરિયાત રહે છે. બિઝનેસને આગળ લઈ જવા માટે સૌથી પહેલા નાણાકીય જરૂરિયાત રહે છે. ઉચ્ચ સ્તરીય ઉત્પાદન કરવાનું હોય કે અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીનરી ખરીદવાની હોય તમામ બાબતો માટે નાણાની જરૂરિયાત (Investment in business) રહે છે. આપણી પાસે આ નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે વ્યક્તિગત સ્ત્રોત હોય છે. ઘણીવાર આ સ્ત્રોત સમાપ્ત થઈ જવાને કારણે બેન્ક પાસેથી કે પછી નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) પાસેથી બિઝનેસ લોન (Business Loan) લેવી પડે છે.

બિઝનેસમેનને તેની શાખના આધાર પર લોન આપવામાં આવે છે. આજની પરિસ્થિતિમાં અનેક બેન્ક અને NBFC સરળ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અને જરૂરી ડોક્યુમેન્ટ દાખલ કર્યા બાદ બિઝનેસ માટે કોમ્પેટિટવ વ્યાજ દરના આધાર પર લોન આપે છે. બિઝનેસ લોનના ફાયદાઓ વિશે અહીંયા વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે.

બિઝનેસ લોનના ફાયદા

નાણાંનું વધુ રોકાણ કરવાથી બિઝનેસને વિસ્તૃત કરી શકાય છે. નવી પ્રોડક્ટ બનાવી શકાય છે અને ગ્રાહકો સામે તેને રજૂ કરી શકાય છે. માર્કેટિંગથી પ્રોડ્કટના વેચાણને પ્રોત્સાહન આપી શકાય છે. બિઝનેસ લોન લઈને વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પણ પૂર્ણ કરી શકાય છે.

નફામાં કોઈ પ્રકારનો ભાગ નહીં

ઈક્વિટી શેર ધારકો અને ભાગીદારો પાસેથી નાણાકીય સહાય લેવામાં આવે તો તે બિઝનેસના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરી શકે છે તથા નફામાં ભાગ પણ માંગી શકે છે. બેન્ક અથવા NBFC પાસેથી લોન લેવાથી તેઓ બિઝનેસના નિર્ણયોમાં પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, તે અંગે કોઈ સવાલો કરતા નથી. બેન્ક અથવા NBFC માત્ર લોનની ચૂકવણીમાં રસ ધરાવે છે.

ક્રેડિટ સ્કોરમાં વૃદ્ધિ

જો નિયમ અનુસાર અને શરતોને આધીન રહીને ચૂકવણી કરવામાં આવે તો ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે. જેનાથી ભવિષ્યમાં ઓછા વ્યાજ દર પર વધુ નાણાકીય સહાય મેળવી શકાય છે.

સરળ પ્રક્રિયા અને ઓછો વ્યાજ દર

સુરક્ષિત બિઝનેસ લોન માટે અરજી કરવી તે એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. જો તમામ જરૂરી ડોક્યુમેન્ટ હાજર હોય તો માત્ર ગણતરીના કલાકોમાં બિઝનેસ લોન અપ્રુવ થઈ જાય છે. અનેક NBFC બેન્ક કોઈપણ પ્રકારના પ્રિ પેમેન્ટ, ચાર્જ અથવા પ્રોસેસિંગ ફી વગર બિઝનેસ લોન પ્રોવાઈડ કરે છે.

આ પણ વાંચો: વર્મી કમ્પોસ્ટથી ઘર બેઠા કરો લાખોની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરશો

ફ્લેક્સિબિલીટી

મોટાભાગના લેન્ડર્સ બિઝનેસ લોન, ટર્મ લોન, મશીનરી લોન જેવા અનેક ઓપ્શન આપે છે. બિઝનેસમેન જરૂરિયાત અનુસાર એકથી વધુ લોન માટે અરજી કરી શકે છે તથા જરૂરિયાત અનુસાર પેમેન્ટ માટે શિડ્યુલની પસંદગી પણ કરી શકે છે. બિઝનેસના લાભના આધાર પર માસિક હપ્તામાં વધારો અને ઘટાડો કરી શકાય છે.

કર કપાત

બિઝનેસ લોન પર જે પણ વ્યાજ ચૂકવવાનું હોય છે તે મોટા ભાગે કર કપાતને પાત્ર હોય છે. કર કપાત વ્યાજની મર્યાદા પર આધાર પર રાખે છે. જે અંગે બિઝનેસ લોન માટે અરજી કરતી વખતે તપાસ કરી શકાય છે.

આ પણ વાંચો: માત્ર રૂ. 25000માં શરૂ કરો આ Small Business, મહીને થશે લાખોની કમાણી

Finserv MARKETS પાસે બિઝનેસ લોન માટે અરજી કરીને ઉપરોક્ત લાભ મેળવી શકાય છે. જે ખૂબ જ ઓછા વ્યાજ દર પર રૂ. 75 લાખ સુધીની લોન પૂરી પાડે છે. ફિનસર્વની અધિકૃત વેબસાઈટ પરથી આ અંગે વિસ્તૃત જાણકારી મેળવી શકો છો અને બિઝનેસ લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Business, Loan, આરબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन